
Anirudhsinh Jadeja case: ગોંડલના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની હત્યાના કેસમાં આરોપી અનિરૂદ્ધસિંહ જાડેજાને લઈને સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી ફરાર અનિરુદ્ધસિંહ જાડેજા આજે પોલીસ સામે હાજર થશે.ત્યારે અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં પણ તેમની ધરપકડ થઈ શકે છે.
અનિરુદ્ધસિંહ જાડેજા બપોરે 3 વાગ્યે સરેન્ડર કરશે
ઉલ્લેખનીય છે કે, પોપટ સોરઠિયા હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે સજા માફી ન આપતા તેમને સરેન્ડર કરવા આદેશ કર્યો હતો. ત્યારે થોડા દિવસ પહેલા રિબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનિરુદ્ધસિંહની સજા માફીની માગણી કરવામા આવી હતી. ત્યારે અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા હાલ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ફરાર છે ત્યારે હાઈકોર્ટ દ્વારા મળેલી મુદત પ્રમાણે 18 સપ્ટેમ્બર અનિરૂદ્ધસિંહ માટે છેલ્લી તારીખ છે. જેથી હવે કોઈ રસ્તો ન બચતા તેઓ આજે સરેન્ડર કરશે.
શું હવે પોપટ સોરઠીયા કેસ?
1988માં ગોંડલમાં ધ્વજવંદનના એક કાર્યક્રમ દરમિયાન પોપટ સોરઠીયાની પિસ્તોલથી ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે, પાછળથી તેમની સજા માફ કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ માફીને ગેરકાયદે ગણાવી, અનિરૂદ્ધસિંહને જેલ સત્તાવાળાઓ સમક્ષ હાજર થવા અને તેમનો પાસપોર્ટ જમા કરાવવા હુકમ કર્યો હતો. અનિરૂદ્ધસિંહે તેમના વકીલ મારફતે પાસપોર્ટ જમા કરાવ્યો છે.
અમિત ખૂંટ આપઘાત કેસમાં ફરાર
અનિરૂદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર અમિત ખૂંટના આપઘાત કેસમાં પણ આરોપી છે. આ કેસમાં બંને પિતા-પુત્ર છેલ્લા ચાર મહિનાથી ફરાર છે. પોલીસે તેમને પકડવા માટે ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ટીમો મોકલી છે, પરંતુ હજુ સુધી તેમને શોધવામાં સફળતા મળી નથી.
આ પણ વાંચો:
Gandhinagar: અપહરણ કરાયેલ યુવતી પોલીસ સ્ટેશનમાં થઈ હાજર, કહ્યું- પતિ ધમકી આપતો હતો
Ahmedabad: અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં ભ્રષ્ટાચારનું પ્રદૂષણ, ધૂળના કારણે અમદાવાદની હવા પ્રદૂષિત
Devayat khavad case: દેવાયત ખવડ ફરી જેલમાં, કોર્ટે જામીન અરજી ફગાવી, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
Ahmedabad: પગ લપસ્યો અને 128 કિલોની પત્ની પતિ પર પડી, પછી બની દુઃખદ ઘટના
The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF









