
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળો ચાલી રહ્યો છે. દરરોજ લાખો લોકો ત્યાં પહોંચી રહ્યા છે અને પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. એક તરફ જ્યાં દુનિયાના સૌથી મોટા મેળાની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે, ત્યાં બીજી તરફ મહાકુંભમાં માળા વેચતી એક છોકરી પણ હેડલાઇન્સમાં આવી છે. માળા વેચતી એક છોકરી સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગઈ છે. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી મોનાલિસા મહા કુંભ મેળો છોડીને પોતાના ઘરે પાછી જતી રહી છે. મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસાએ કહ્યું હતું કે તેના જીવને જોખમ છે અને તેણે સીએમ યોગી આદિત્યનાથને સુરક્ષા માટે અપીલ કરી હતી.
મોનાલિસાને મળી ધમકીઓ
મળતી માહિતી મુજબ, જ્યારે પણ મોનાલિસા બહાર આવતી ત્યારે લોકોનું ટોળું તેને ઘેરી લેતું અને તેના કારણે તે ડરવા લાગતી હતી. તેની સાથે સેલ્ફી અને ફોટા લેતાં હતા. કેટલાક લોકોએ મોનાલિસાની સુંદરતાને કારણે તેને મહાકુંભમાંથી દૂર કરવાની ધમકી પણ આપી હતી. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર વાયરલ થતી મોનાલિસા ખુદ માટે જ એક સમસ્યા બની ગઈ હતી કારણ કે લોકોએ તેની સાથે ફોટા પાડવાનો અને બળજબરીથી વાત કરવાનો પ્રયાસ કરતાં હતા. આ કારણોસર, મોનાલિસાને મહાકુંભ છોડવો પડ્યો હતો.
પિતાએ તેને ઘરે મોકલી દીધી
, મોનાલિસાની બહેનો હજુ પણ મહાકુંભ મેળામાં માળા વેચી રહી છે. મોનાલિસાની બહેને જણાવ્યું કે લોકો મોનાલિસાની પાછળ દોડવા લાગ્યા હતા અને હેરાન કરતાં હતા. જેના કારણે તેમનું કામ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું હતું. જેથી તેના પિતાએ તેને મધ્યપ્રદેશમાં તેના ઘરે પાછી મોકલી દીધી છે.
મોનાલિસા મધ્યપ્રદેશની રહેવાસી
મોનાલિસા મધ્યપ્રદેશના મહેશ્વરની રહેવાસી છે. તે પોતાના પરિવાર સાથે રુદ્રાક્ષની માળા વેચવા માટે મહાકુંભ મેળામાં આવી હતી. મેળામાં આવેલા કેટલાક યુટ્યુબરોએ તેમની સાથે વાત કરી હતી. તેણે તેના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. મોનાલિસાના ફોટા ઇન્ટરનેટ પર આગની જેમ વાઈરલ ગયા હતા. જેથી મોનાલિસા રાતોરાત સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગઈ. લોકો તેની સુંદરતા અને સાદગીના દિવાના થઈ ગયા. હાલમાં, લોકોના ત્રાસથી પરેશાન થઈને મોનાલિસા પોતાના ઘરે પાછી ફરી છે.