
Bhavnagar:ભાવનગરની સરકારી મેડીકલ કોલેજમાં આંખના વિભાગમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોકટર તરીકે કાર્યરત એક તબીબી સ્ટુડન્ટે પાલિતાણાની એક હોટલમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જે બાદ તબીબ સ્ટુડન્ટને ગંભીર હાલતમાં હાલ ભાવનગરની સરકારી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મેડિકલ કોલેજ ડીને જણાવ્યું કે તબીબી સ્ટુડન્ટના કબજામાંથી એક ચિઠ્ઠી મળી આવી છે. આ મામલે મહારાષ્ટ્રમાં રહેતા તેમના માતાપિતાને જાણ કરી દેવામાં આવી છે.
તબીબી સ્ટુડન્ટે હોટલમાં ઝેરી દવા ગટગટાવી
મળતી માહિતી મુજબ ભાવનગર સરકારી મેડીકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી મંગળવારે સાંજે ઓપીડી પૂર્ણ કરી નીકળ્યો હતો. ત્યારે પાલિતાણાની હોટલમાં રોકાયેલા તબીબી સ્ટુડન્ટનો હોટલમાંથી ચેકઆઉટનો સમય થતા હોટલ સ્ટાફ રૂમમાં ગયો ત્યારે સ્ટુડન્ટના મોઢામાં ફીણ નીકળતા હોવાનું માલૂમ પડતા 108 બોલાવી તેને તાત્કાલીક ભાવનગર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પાલિતાણાની હોટલમાંથી દવા પીધેલી હાલતમાં મળ્યો સ્ટુડન્ટ
આ ઘટનાને લઈ ભાવનગર મેડીકલ કોલેજના ડીન ડો.ચિન્મય શાહે કહ્યું હતું કે, વિદ્યાર્થી ગઈકાલે રાત્રિના હોસ્પિટલમાં ઓપીડી પૂર્ણ કરીને નીકળ્યા હતા. ત્યારબાદ આજે પાલિતાણાની હોટલમાંથી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જ્યાંથી તેઓને અહીં સારવાર માટે લાવવામાં આવ્યા છે. અત્યારે તો પ્રાથમિક કારણ જણાતું નથી ક્રિટિકલ સ્થિતિ છે.
માતા પિતાને સંબોધિને લખી ચીઠ્ઠી
તબીબી સ્ટુડન્ટ પાસેથી એક ચિઠ્ઠી મળી છે જેમાં લખ્યું છે કે, મમ્મી પપ્પા હું તમને બહું પ્રેમ કરું છું. તમે મને ડોકટર બનાવવા માટે બહુ મહેનત કરી. તમે મારી સાથે છો હું તમારી સાથે છું. આઈ લવ યું મમ્મી પપ્પા. આ બાબતે મહારાષ્ટ્રમાં રહેતા તેના માતાપિતાને જાણ કરાતા તેઓ અહીં આવવા નીકળી ગયા છે.
અહેવાલ: નિતીન ગોહેલ
આ પણ વાંચો:
Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?
Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ
Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ
Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ
Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ
Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ