
Bhavnagar: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શેળાવદર ગામે એક કરૂણ ઘટના બની છે જેમાં ઘરેલું ઝઘડાનો અંજામ હત્યા સુધી પહોંચ્યો હતો. વહેલી સવારે ઉશ્કેરાયેલા પતિ વનરાજભાઈ ગોહિલે બોથડ હથિયાર વડે પોતાની પત્ની છાયાબેન પર હુમલો કરી તેમની હત્યા કરી નાખી. આ ઘટનાએ ગામમાં શોક અને આઘાતનું વાતાવરણ સર્જ્યું છે.
ઘરેલું ઝઘડામાં પત્નીની હત્યા
મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શેળાવદર ગામે ઘરેલું ઝઘડાના કારણે ઉશ્કેરાયેલા પતિ બોથડ પદાર્થથી પત્ને પતાવી દીધી હતી. આ હૃદયદ્રાવક ઘટનામાં દંપતીના બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે, જેનાથી પરિવાર પર ગહેરો આઘાત ફેલાયો છે.
પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ
આ ઘટનાની જાણ થતાં જ દાઠા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ અને તપાસ શરૂ કરી છે. મૃતક છાયાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તળાજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. પોલીસે હત્યારા પતિ વનરાજભાઈ ગોહિલની શોધખોળ શરૂ કરી છે અને તેને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે.
હત્યાનું ચોક્કસ કારણ જાણવા પોલીસ વધુ તપાસ કરી શરુ
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, ઘરેલું ઝઘડો આ ઘટનાનું મુખ્ય કારણ હોઈ શકે છે, જોકે હત્યાનું ચોક્કસ કારણ જાણવા પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી છે, અને ઘરેલું હિંસા અંગે ફરી એકવાર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અહેવાલ: નીતિન ગોહેલ
આ પણ વાંચો:
Kheda: દારુ કેસમાંથી બચાવવા ખેડા LCBનો પોલીસકર્મી 25 હજારની લાંચ લેતાં ઝડપાયો, જુઓ પછી શું થયા હાલ?
Lumpy virus in Gujarat: ગુજરાતના પશુપાલકો માટે માઠાં સમાચાર, ફરી આવ્યો આ ખતરનાક વાયરસ