ભાવનગરમાં કમોસમી વરસાદ, ખેડૂતો-વેપારીઓને મોટું નુકસાન | Bhavnagar unseasonal rain

  • Gujarat
  • April 11, 2025
  • 0 Comments

Bhavnagar unseasonal rain: ભાવનગરમાં આજે  ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે. જેથી ભાવગનરના માર્કેટ યાર્ડમાં રહેલું અનાજ અને શાકભાજી પલડ્યું છે.  ખુલ્લામાં મૂકેલી શાકભાજીની ગુણીમાં પાણી ઘૂસી ગયું છે. બીજી તરફ ખેડૂતોએ વાવેલા પાકને પણ નુકસાન થયુ છે.

હવામાનની આગાહી અનુસાર આજે ભાવનગરમાં એકાએક વરસાદ તૂટી પડ્યો છે. જેથી લોકોને ગરમીથી રાહત તો મળી છે પણ ખેડૂતો અને વેપારીઓને નુકસાન થયું છે. બપોર બાદ એકાએક આવેલા વરસાદમાં માર્કેટયાર્ડમાં રહેલી ડુંગળી, લસણ ભીંજાઈ ગયા છે. કમોસમી વરસાદથી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

વરસાદ શરૂ થતા ખેડૂતો અને વેપારીઓનો માલ ભીંજાઈ ગયો હતો. આ અણધાર્યા વરસાદના કારણે ખેડૂતો અને વેપારીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. ભાવગનર શહેરમાં થોડા સમય માટે વીજળી પણ બંધ થઈ ગઈ હતી. હાલ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ સર્જાતાં ખેડૂતો ચિંતમાં મૂકાયા છે.

હજુ 14 એપ્રિલ સુધી વરસાદની આગાહી

અંબાલાલ પટેલની આગાહી અનુસાર 11થી 14 એપ્રિલ સુધી ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પવનનું જોર વધી રહ્યું છે. જેથી 11 એપ્રિલે કચ્છ, સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સાથે લીમખેડા, દાહોદ, વડોદરા, નડિયાદ અને સૌરાષ્ટ્રનાના હવામાન પલટો આવી શકે છે. ત્યારે અંબાલાલની આગાહી અનુસાર સૌરાષ્ટ્રનું વાતાવરણ બદલાયું છે. ઘણી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે.

Related Posts

Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
  • June 16, 2025

Gujarat Rain Update: રાજ્યમાં બે દિવસની વરસાદી માહોલ જામ્યો છે. કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધડબટાડી બોલાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં…

Continue reading
પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા
  • June 16, 2025

Vijay Rupani : અમદાવાદમાં વિમાન દુર્ઘટના પછી, મૃતદેહોની ઓળખ માટે એકત્રિત કરાયેલા સંબંધીઓના ડીએનએ નમૂનાઓ સાથે 90 મૃતદેહોના ડીએનએ નમૂનાઓ મેચ થયા છે, જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

  • June 16, 2025
  • 2 views
Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

  • June 16, 2025
  • 4 views
Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

  • June 16, 2025
  • 5 views
પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

  • June 16, 2025
  • 6 views
Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા,  એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 22 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 21 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?