
Bhavnagar: ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કચરા ડમ્પિંગ પોઈન્ટ પર એક દુઃખદ અકસ્માત સર્જાયો, જેમાં 17 વર્ષીય યુવક મોહમ્મદ આસિફ ગુફરાન મોહમ્મદ ઇલ્યાસ અંસારીનું મોત નીપજ્યું.
ભાવનગરમાં ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી એક યુવાનનું દુઃખદ મોત
મળતી માહિતી મુજબ મૃતક આસિફ આ ડમ્પિંગ પોઈન્ટ પર મિકેનિક તરીકે કામ કરતો હતો. આ ઘટના સમયે આસિફના મામા નજીકમાં ગાડીનું રિપેરિંગ કામ કરી રહ્યા હતા. આ દરમિયાન ટેમ્પલ બેલ વાહનનો હાઇડ્રોલિક જેક અચાનક નીચે પડી ગયો, જેના કારણે વાહનની મોટી બાસ્કેટ આસિફ પર પડી. આ ઘટનામાં તે ગંભીર રીતે ઘાયલ થયો. તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
પરિવારમાં શોકની લહેર
આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. આ દુર્ઘટનાએ આસિફના પરિવારમાં શોકની લહેર ફેલાવી દીધી છે. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને ચર્ચા ચાલી રહી છે. આ અકસ્માત કચરા ડમ્પિંગ પોઈન્ટ પર સલામતીના ધોરણોની અવગણનાનો મુદ્દો પણ ઉઠાવે છે, જેની તપાસ હવે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
અહેવાલ: નીતિન ગોહેલ
આ પણ વાંચો:
Ahemedabad: લો બોલો સરકારી કચેરીઓ માટે જગ્યા નહીં, કર્મચારીઓ રઝળતા થયા, લાભાર્થીઓની હાલત કફોડી
Delhi: ટ્રાન્સજેન્ડર ગર્લફ્રેન્ડની ગળું કાપી ખતમ કરી નાખી, કારણ જાણી હચમચી જશો!
Vadodara: પોલીસની કરતૂતનો વીડિયો વાયરલ, પકડાયેલા દારુને બારોબાર બુટલેગરોને ભરી આપ્યો
Amreli:ખાંભાની યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર આરોપીઓ ઝડપાયા, ચીટર ગેંગને લઈને પોલીસનો ખુલાસો
Ahmedabad: અમદાવાદના બોપલમાં ફાયરિંગનો બનાવ, મૃતકના ખિસ્સામાથી મળી સુસાઈડ નોટ, શું છે સમગ્ર મામલો?