
ગુજરાતમાં પોન્ઝી સ્કીમ ચલાવી 6 હજાર કરોડનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયા બાદ તેને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યાર બાદ આજે 4 જાન્યુઆરીએ રિમાન્ડ પૂર્ણ થતાં CID ક્રાઈમે ભૂપેન્દ્ર ઝાલાને ફરી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી વધુ 6 દિવસના રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ભૂપેન્દ્રસિહ ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
લોકોને વધુ વળતર આપવાની લોભામણી લાલચ આપીને પોંઝી સ્કીમોમાં રોકાણ કરાવી રૂ. 6 હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચરનારા BZ Group નાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણા જિલ્લામાં એક ફાર્મ હાઉસમાંથી CID ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કર્યા બાદ CID ક્રાઇમે આરોપીનાં 7 દિવસનાં રિમાન્ડ મેળવ્યા હતા. જે આજે પૂર્ણ થયા છે. CID ક્રાઇમે આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને આજે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો હતો અને આગળની તપાસ માટે વધુ 6 દિવસનાં રિમાન્ડની માગ કરી હતી. જો કે, કોર્ટે આરોપીનાં 3 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ મુદ્દાઓની થશે પૂછપરછ
હિસાબ ના મળ્યા હોય એ નાણાંનું કયા રોકાણ કરાયું તેની પૂછપરછ કરાશે. સાથે જ નાણા ક્યાંથી આવ્યા હતા અને કયા જતા હતા તેની તપાસ કરાશે. ભૂપેન્દ્ર ઝાલાએ નાણાંનું રોકાણ ક્યા ક્યા કર્યું છે તેની પણ પૂછપરછ થશે.
આ સમાચાર ખાસ વાંચોઃ AHMEDABAD: સુપરવાઈઝરની ભરતી કોભાંડમાં જબરજસ્ત વિરોધ