
Bihar Bandh: રાહુલ ગાંધીની ‘મતાધિકાર યાત્રા’ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા હીરાબેન વિરુદ્ધ અપશબ્દો બોલવાને લઈને આજે ભાજપે બિહાર બંધનું એલાન કર્યું છે. આ બંધના કારણે બસ, ઓટો-ટેક્સી, અને કેટલીક રેલ સેવાઓ ખોરવાઈ છે આમ તો ભાજપ નેતાએ દાવો કર્યો હતો કે, સામાન્ય જનતાને ઓછામાં ઓછી અસુવિધા થાય તેનું ધ્યાન રાખવામાં આવશે, અને હોસ્પિટલો, એમ્બ્યુલન્સ અને રેલ્વે જેવી આવશ્યક સેવાઓને મુક્તિ આપવામાં આવી છે. પરંતુ, ભાજપ ખરેખરમાં આ બંધને પરાણે લોકો પર થોપી રહ્યું છે ભાજપના નેતાઓ હવે તો હદ કરી દીધી છે, બિહારમાં ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જતા વાહનને અટકાવવામાં આવ્યું હતુ અને ભાજપ નેતાએ કહ્યું કે, મહિલાને આજે જ પીડા ઉપડાવાની હતી. આમ ભાજપ નેતાએ આવી સ્થિતિમાં પણ જે શરમજનક નિવેદન આપ્યું છે. ત્યારે બીજી તરફ વિદ્યાર્થીનીઓને પરીક્ષા પણ આપવા પણ જવા દેવામાં નથી આવી રહી. આમ ભાજપના નેતાઓ હવે તો રીતસરના ગુંડગીરી પર ઉતરી આવ્યા હોય તેવા દ્રશ્યો બિહારમાં જોવા મળી રહ્યા છે. તેઓેએ બિહારને બંધ પાડવા માટે માનવતાને પણ સાઈડમાં મુકી દીધી છે જેના કારણે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.
બિહારમાં ભાજપના નેતાઓની ગુંડાગીરી
ભાજપનું આ બંધ એક રાજકીય ડ્રામા છે, જે મહિલા મતદારોને આકર્ષવાનો પ્રયાસ છે, પરંતુ તેની કિંમત બિહારની જનતા ચૂકવી રહી છે. ભાજપ અને તેના સાથી પક્ષોએ આ મુદ્દાને ‘દેશની દરેક માતાનું અપમાન’ ગણાવી, રાજકીય લાભ લેવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ તેમાં પીસાઈ રહી છે. બિહાર બંધ દરમિયાન ભાજપના નેતાઓની ગુંડાગીરી સામે આવી છે.
एक गर्भवती मां को अस्पताल जाने से रोकना इंसानियत ही नहीं, कानून के भी खिलाफ है।
सत्ता के नशे में चूर भाजपा समर्थकों की ये गुंडई शर्मनाक है।
क्या यही है “सबका साथ, सबका विकास”?#ShameOnBJP#HumanityFirst#BJPExposed#biharbandpic.twitter.com/DZ8hqARcix
— Arshit Yadav (@imArshit) September 4, 2025
ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જતા અટકાવી
હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે, ભાજપ નેતાઓ વિરોધ કરી રહ્યા હતા ત્યારે તેમણે ગર્ભવતી મહિલાને લઈ જતા વાહનને પણ અટાવ્યું હતું અને પ્રસુતા પીડાતાથી કણસતી રહી હતી ત્યારે ભાજપ નેતા આ વાહનને આગળ નથી જવા દેતા ત્યારે એક પત્રકાર અહીં આવે છે અને સવાલ કરે છે કે, આવું કેમ કરવામા આવી રહ્યું છે. ત્યારે તે જવાબ આપે છે કે, ડિલેવરી છે તે પહેલા ખબર નહોતી? પત્રકાર દલીલ કરે છે તો પણ નેતા દાદાગીરી કરતા રહે છે કે, વાહન આગળ નહીં જાય. પત્રકાર કહી રહ્યા છેો કે, હોસ્પિટલ પાસે છે તો પણ કેમ નથી જવા દેતા ત્યારે તે કહે છે કે, બિહાર બંધ કરીને પ્રધાનમંત્રીના માતાના અપમાનનો બદલો લેવામાં આવશે.
તેમને ખબર છે કે, 7 વાગ્યા પછી બિહાર બંધ છો તો પણ આવે છે ? ત્યારે પત્રકાર પણ કહે છે કે, ડિલેવરી ટાઈમ જોઈને થોડી થાય ત્યારે પણ નેતા તો પોતાની વાત પર અડગ રહે છે.
ભાજપ નેતાઓએ પરીક્ષા આપવા જતી વિદ્યાર્થીનીઓને રોકી
બીજી તરફ ભાજપ નેતાઓએ પરીક્ષા આપવા જતી વિદ્યાર્થીનીઓને પણ રોકી હતી. આ ઘટનાનો પણ વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે વિદ્યાથીઓને પરીક્ષાનો ટાઈમ હોવાથી તેને અટકાવાતા તે રડી રહી છે પરંતુ તેને જવા દેવામાં આવતી નથી. ત્યારે એક શખ્સ આ વીડિયોમાં કહી રહ્યો છે કે, ભાજપની સરકારમાં પણ જો રોડ જામ કરવાની જરુરત પડતી હોય તો મોદીને રાજીનામું આપી દેવું જોઈએ.
बीजेपी के कार्यकर्ता बिहार बंद के नाम पर रोड पर गुंडागर्दी कर रहे हैं
एक बच्ची का आज एग्जाम है और जाम में फंसी हुई है और जाने तक नहीं दे रहे हैं! pic.twitter.com/v7Ob21npBH
— Lutyens Media (@LutyensMediaIN) September 4, 2025
શું જનતા ભાજપની ગુંડાગીરી સહન કરીને મત આપશે ખરી?
આમ બિહારમાં મોદીની માતાના નામે ગંદી રાજનિતી ચાલી રહી છે તેમાં સામાન્ય જનતાનો પણ ભોગ લેવાઈ રહ્યો છે. ભાજપના નેતાઓ ગર્ભવતી મહિલાને રોકીને કહે છે કે, આજે જ પીડા ઉપડવાની હતી ? ભાજપના નેતાઓ મોદીની માતાના અપમાન મુદ્દે વિરોધ કરે છે બીજી તરફ ગર્ભવતી મહિલા જે માતા બનવાની છે તેને હોસ્પિટલ જતા રોકે છે આવી કેવી ભાજપની સંવેદનશીલતા છે ? મોદીની માતા ભાજપ માટે માતા છે તો બીજાની માતા અને બહેન ભાજપ માટે શું છે ? ભાજપના નેતાઓ ગર્ભવતી મિહિલા સાથે આવું વર્તન કરે તો આનાથી વધારે શરમજનક શું હોય? આમ ભાજપના રાજકીય ડ્રામામાં સૌથી વધુ નુકસાન સામાન્ય જનતાને થઈ રહ્યું છે. ત્યારે હવે બિહારની જનતા આવું બધું ભોગવીને પણ ભાજપને મત આપશે ? તેવા સવાલ થઈ રહ્યા છે.
बिहार में बीजेपी के बंद को जनता का कोई सहयोग मिलता नहीं दिखाई दे रहा।
बीजेपी के कार्यकर्ता लोगों को जबरजस्ती स्कूल और अस्पताल जाने से रोक रहे हैं। pic.twitter.com/EidWYMGD3E
— Lutyens Media (@LutyensMediaIN) September 4, 2025
આ પણ વાંચો:
Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?
Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ
Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ
Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ
Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ
Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ