
Bihar Bandh: રાહુલ ગાંધીની ‘મતાધિકાર યાત્રા’સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા હીરાબેન વિરુદ્ધ અપશબ્દો બોલવાને લઈને આજે ભાજપે બિહાર બંધનું એલાન કર્યું હતું પરંતુ ભાજપનું આ બિહાર બંધ સાવ નિષ્ફળ ગયું છે. ભાજપને બિહારની જનતાનું સમર્થન નથી મળ્યું આજે બિહારના બજાર ખુલ્લા જોવા મળ્યા હતા આ જોઈને ભાજપના નેતાઓ બૌખલાઈ ગયા હતા અને તેઓ ગુંડાગીરી અને દાદાગીરી પર ઉતરી આવ્યા હતા. તેવામાં ભાજપ નેતાઓનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.
બિહાર બંધ દરમિયાન ભાજપના નેતાઓની ગુંડાગીરી
બિહાર બંધના ભાજપના નેતાઓના સેંકડો વીડિયો આજે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં સ્થાનિક નેતાઓ લોકો સાથે ગેરવર્તન કરી રહ્યા છે. બળજબરીથી બંધ લાદી રહ્યા છે. તેવામાં સોશિયલ મીડિયામાં બિહાર બંધનો સૌથી ખતરનાક વીડિયો પણ સામે આવ્યો છે આ વીડિયોમાં નેતાએ જે કર્યું છે તેને લઈને તેમની ખુબ ચર્ચા થઈ રહી છે.
नेता जी को अचानक याद आया कि अरे हां ससुर आज तो बिहार बंद है हम तो टहलने निकले थे झंडा लेकर 🤣
pic.twitter.com/j1q7zQGPbS— इन्फिनिटी(अर्जुन) 🏹 (@Viralmudde) September 4, 2025
બિહાર બંધનો સૌથી ખતરનાક વીડિયો
હાલમાં બિહાર બંધનો વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે, એક પત્રકાર વીડિયોમાં કહે છે કે, 9 વાગ્યા છે અને બિહારના બજારો ખુલ્લા છે. ત્યારે તેઓ અહીં હાજર ભાજપ નેતાને પૂછે છે કે, નેતાજી દુકાનો તો બધી ખુલ્લી છે તમે કહો છો કે, બંધ છે બધું , ત્યારે ભાજપ નેતા આ સાંભળીને દંગ રહી જાય છે તેઓ થોડા સમય માટે કંઈ પણ બોલી શકતા નથી. પત્રકાર કહે છે કે, અહીં બિહાર બંધની અસર નથી દેખાઈ રહી ત્યારે ભાજપ નેતા આજુબાજું જુએ છે અને કંઈ બોલી શકતા નથી ત્યારે પત્રકાર પણ કહે છે કે, તમે તો સિનિયર નેતા છો અહીં દુકાનો ખુલ્લી છે તમે કશું બોલી નથી રહ્યા શું તમને આઘાત લાગ્યો? ત્યારે ભાજપ નેતા જાણે કે અચાનક ઉંઘમાંથી જાગ્યા હોય તેમ ઝંડો લઈને બધાને દુકાનો બંધ કરાવવા લાગે છે. ત્યારે પત્રકાર પણ હસતા હસતા કહે છે કે, અરે આ શું થયું ભાજપ નેતા અચાનક જોશમાં આવી ગયા! ત્યારે ભાજપના નેતાઓના સમર્થનમાં આવેલા લોકો પણ હસતા જોવા મળે છે.
લોકોએ નેતાજીની મજાક ઉડાવી
આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ લોકો પણ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને લોકો નેતાની મજાક ઉડાવી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે, ઝંડો લઈને નિકળી પડેલા નેતાને અચાનક યાદ આવ્યું કે, આજે તો બિહાર બંધ છે અને અમે તો ફરવા નિકળી પડ્યા. એક યુઝર્સે કહ્યું કે, નેતાજી થોડી વાર માટે હેંગ મારી ગયા હતા અને અચાનક તેમને પોતાનો રોલ યાદ આવ્યો.
આ પણ વાંચો:
GST news: મરેલી માંનો વિલાપ કામે ના આવ્યો તો, બિહાર જીતવા મોદીનો GST દાવ
Bihar Bandh:’ બિહાર બંધ તો ડિલિવરી પણ બંધ’ ભાજપના નેતાનો ગર્ભવતી મહિલાને શરમજનક જવાબ
Fact Check: સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદનું અપમાન કર્યાનો દાવો, જાણો ફેક્ટ ચેકમાં શું સામે આવ્યું ?
Bihar Bandh: ભાજપનું બિહાર બંધ ફ્લોપ, ભાજપ નેતાઓએ દાદાગીરી કરી લોકો પર કાઢયો ગુસ્સો!