
PM Modi: મોદી સરકારનું વોટ સ્કેમ પકડાયા બાદ દેશના રાજકારણમાં ઘમસાણ મચ્યું છે. ચીનથી સીધા આવ્યા બાદ PM નરેન્દ્ર મોદીએ ભાવૂક થઈ વિપક્ષ પર માતા હીરાબાને ગાળો બોલવાનો આરોપ લગાવ્યો હતો. વિદેશમાં ખળખળાટ હસતાં મોદી એકાએક દેશમાં આવી ભાવૂક થઈ ગયા હતા. જે બાદ વડાપ્રધાનની માતાને ગાળો બોલવા મામલે બિહારમાં ભારે ઉહાપોહ મચ્યો. ભાજપ નેતાઓએ જબરજસ્તી બિહાર બંધ કરાવવાના પ્રાયસ કર્યા. જેમાં ભાજપ નેતાઓએ જ મા-બહેનની ગાળો બોલી મોદીની માતાને ગોળો બોલવાના અપમાનનો બદલો લીધો. એટલું જ નહીં ઘણા નાગરિકો અને પત્રકારોને પણ માર મારવામાં આવ્યો છે. મતલબ મોદીના માતાના અપમાનનો બદલો લોકોને મારી મારીને લીધો છે. ભાજપ નેતાઓ મહિલા સામે જ ગાળો બોલતાં જોવા મળ્યા છે. ખુદ ગાળોનો વિરોધ કરવા નીકળેલા ભાજપ નેતાઓએ જ ગાળો બોલતાં ભાજપ પાર્ટીની ઈજ્જત પર કાદવ ઉછળ્યો છે.
બિહારમાં ભાજપ નેતાઓની ખુલ્લેઆમ ગુંડાગીરી કરી. તેમ છતાં મોદી સરકારના બંધનો સમગ્ર બિહારમાં ભારે વિરોધ થયો. ત્યારે હવે બીજો પણ એક પ્રશ્ન ઉભો થયો છે. મોદી માતાના અપમાનનો મુદ્દો બિહારમાં જ કેમ?, મોદી ગુજરાતના લાલ છે. માતા હીરાબા ગુજરાતના છે તો ગુજરાતના લોકો કેમ ચૂપ?. કેમ ગુજરાત કે અન્ય રાજ્યોના લોકોએ વડાપ્રધાનની માતાના અપમાનનો વિરોધના કર્યો?. મોદીની માતૃભૂમિ ગુજરાતમાં સહેજ પણ અપમાનનો વિરોધ જોવા મળ્યો નથી. જેથી મોદી પર રાજકારણ ખેલવાના આરોપ લાગ્યા છે.
મોદી સરકારની વોટ ચોરી પકડાયા બાદ હવે કોઈ મુદ્દો બચ્યો નથી. જેથી બિહારની ચૂંટણી જીતવા નવા નવા પેંતરા કરી રહ્યા છે. બિહાર બંધ કરાવ્યું. કારણે આ બિહારમાંથી ફાયદો લેવાનો છે. જો કે લોકોએ મોદીની ચાલાકી પકડી પાડી છે. જેથી મોદીની તમામ યોજનાઓ નિષ્ફળ જઈ રહી છે. ત્યારે આ જ મુદ્દે જુઓ વધુ ચર્ચા આ વીડિયોમાં….
આ પણ વાંચો:
PM Modi: મોદીએ કહ્યું વિપક્ષે મારી માતાને ગોળો બોલી, કોંગ્રેસે પૂછ્યું તો તમે શું કરો છો?, જુઓ
PM Modi: વિદેશમાં ઠહાકા અને દેશમાં રોદણાં, મોદીએ પોતાની જ માતાના નામે કર્યું માર્કેટિંગ?
DEESA: ફટાકડા ફેક્ટરીમાં રીકન્સ્ટ્રક્શન, આરોપી પિતા પુત્ર સાથે રખાયા
Bihar: ભાજપ-આરજેડીના સમર્થકો વચ્ચે “Graduation” ના સ્પેલિંગને લઈ બબાલ
તમારી જાતને સારી રીતે તૈયાર કરો, પરિવારની તાકાત બનો, હિંમત નસીબ બનાવે છે: Miss Bhayesh Soniji
Anklav: પોલીસે કંઈક કાનમાં કહ્યું, સીધા ચાલતાં આરોપી અજય પઢિયારે લંગડાવાનું નાટક કર્યું!