
ભૂજમાં અંગ કંપાવતી ઘટના ઘટી છે. સુધારી કામ કરતાં યુવકે જાતે જ ગળા પર કટર ફેરવી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. આપઘાત પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. હાલ પોલીસે ઘટના સ્થળ પહોંચી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છ જીલ્લાના ભૂજમાં સુધારીકામ કરતાં યુવાને આપઘાત કરી લીધો છે. અગમ્ય કારણોસર પોતાનું ગળુ કાપી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના મહાવીર નગરમાં ચામુંડા વુડન ફર્નિચરની દુકાનમાં બની છે. આ આપઘાત વાલદાસ નગરમાં રહેતા ચેતન જોટાણીયાએ કર્યો છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકઠાં થઈ ગયા હતા. લોકોએ જોયું તો યુવક લોહી લુહાણ હાલતમાં દુકાનમાં પડ્યો હતો. જેથી કોઈએ એ – ડિવિઝન પોલીસેને જાણ કરતાં ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
હાલ યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. જો કે આપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યા નથી.
આ પણ જુઓઃ વિશ્વમાં ક્યાંય જોવા ન મળતાં દેવદારના વૃક્ષો છે શ્રીનગરમાં?, દેવદારને જવાન થતાં વીતી જાય છે વર્ષો!