
- કેન્દ્ર સરકારે ગોધરા કાંડના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવી, સિક્યોરિટીમાં તૈનાત હતા 150 CISF જવાન
ગુજરાતના ગોધરા કાંડના સાક્ષીઓની સુરક્ષા હટાવી લેવામાં આવી છે. આ નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કુલ 14 સાક્ષીઓની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. તેમને 150 CISF જવાનો દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલયે SITના ભલામણ રિપોર્ટના આધારે 14 સાક્ષીઓની સુરક્ષા દૂર કરવાનો નિર્ણય લીધો છે. ગોધરા ઘટના પર રચાયેલી SIT એ 10 નવેમ્બર, 2023 ના રોજ આ સાક્ષીઓની સુરક્ષા દૂર કરવા માટે પોતાનો અહેવાલ આપ્યો હતો.
આ સાક્ષીઓની સુરક્ષા દૂર કરવામાં આવી
૧-હબીબ રસૂલ સૈયદ
૨- અમીનાબેન હબીબ રસૂલ સૈયદ
૩-અકીલાબેન યાસીનમીન
૪-સૈયદ યુસુફ ભાઈ
૫-અબ્દુલભાઈ મરિયમ અપ્પા
૬-યાકુબ ભાઈ નૂરન નિશાર
૭-રજકભાઈ અખ્તર હુસૈન
૮- નાઝીમભાઈ સત્તારભાઈ
9-માજીદભાઈ શેખ યાનુશ મહમદ
૧૦-હાજી મયુદ્દીન
૧૧- સમસુદ્દીન ફરીદા બાનુ
૧૨-સમુદ્દીન મુસ્તફા ઇસ્માઇલ
૧૩- મદીના બીબી મુસ્તફા
૧૪-ભાઈલાલભાઈ ચંદુભાઈ રાઠવા
આ પણ વાંચો- ટીમ ઈન્ડિયાએ કાંગારૂઓને માત આપીને બનાવ્યા અનેક રેકોર્ડ; જૂઓ લિસ્ટ







