
Chhota Udepur: છોટાઉદેપુરમાં ગત રોજ પંપ પર ગેસ(CNG) બરાવવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા રિક્ષાચાલકે કારચાલક પર લાકડી વડે હુમલો કરતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી ઈજાગ્રસ્તને સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ગત રોજ બોડેલી નજીક આવેલા CNG પંપ પર ગેસ ભરાવવા બાબતે રિક્ષાના ચાલક અને એક I20 કારના ચાલકને બોલાચાલી થઈ હતી. જેમાં રિક્ષાચાલક ઉશ્કેરાઈ જઈ કાર ચાલકને માથાના ભાગમાં લાકડી વડે માર મારતાં ગંભીર રીતે ઘવાયો હતો. જેથી કારચાલકને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. મારામારીના આ દ્રશ્યો સી.સી.ટી.વી કેમેરામાં કેદ થયા છે. બોડેલી પોલીસે મારામારી મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ BZ Scam: અરલલ્લી જીલ્લાની શાળાનો શિક્ષક સસ્પેન્ડ, 70 કરોડનું કરાવ્યું હતુ રોકાણ