
નડિયાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી શહેરીજનો જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. તે સિટી બસની સેવા 12 વર્ષ બાદ આજથી શરુ કરી દેવામાં આવી છે. આજે નડિયાદના ધારાસભ્ય અને સાંસદ દ્વારા બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું છે.
નડિયાદ નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી માટે મુખ્યમંત્રી શહેરી બસ યોજના અંતર્ગતસિટી બસ સેવાનો શુભારંભ કરાયો છે. ધારાસભ્ય પંકજભાઈ અને સાંસદ દેવુસિંહ ચૌહાણજી દ્વારા લીલી ઝંડી બતાવીને 5 જેટલી સિટી બસોને પ્રસ્થાન કરાવી છે.
સીટી બસના શુભારંભ પ્રસંગે ધારાસભ્ય, સાંસદ અને નડિયાદ નગરપાલિકાના પ્રમુખ સહિત અધિકારીઓએ બસમાં મુસાફરી કરી હતી.
આ રુટના મુસાફરોને મળશે લાભ

નડિયાદ રેલવે સ્ટેશનથી મિલ રોડ – કમળા થઈ દેવકી વણસોલ
નડિયાદ રેલવે સ્ટેશનથી સંતરામ – પારસ સર્કલ – કિડની હોસ્પિટલ થઈ પીપલગ થઈ વલેટવા ચોકડી સુધી
નડિયાદ રેલવે સ્ટેશન થી વાણિયા વડ, કોલેજ રોડ, ઉત્તરસંડા થઈ ભૂમેલ થી કણજરી સુધી
નડિયાદ રેલવે સ્ટેશનથી પીજ રોડ, પીજ ચોકડી થઈ પીજ ગામ સુધી
32 બસની મંજુરી, 8નો વર્ક ઓર્ડર, 4 બસથી શરૂઆત
સીટી બસ માટે 32 બસની મંજુરી મળી છે. જેમાંથી 8 નો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને આજે 5 બસ સાથે પ્રારંભિક તબક્કે 5 રૂટ પર સિટી બસ દોડાવાશે. બાદમાં અન્ય રુટ પર પણ બસ સેવા શરુ કરાશે.