
DCP Pinakin Parmar: સુરતના DCP પિનાકીન પરમારે એક નાગરિકને ગુનામાં સંડોવી દેવાની ધમકી આપતાં ખળભળાટ મચી ગયો છે. જાગૃત નગારિકે આ મામલે પોલીસ કમિશનર સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંને રજૂઆત કરી તપાસની માગ કરી છે.
મળતી જાણકારી અનુસાર સુરત શહેરના ઝોન-3ના નાયબ પોલીસ કમિશ્નર પિનાકીન પરમારે જાગૃત નગારિકને ધમકી આપી છે. રજૂઆતમાં નાગરિક સંજય ઈઝાવા(રહે. સુરત) જણાવ્યું છે કે સમાજસેવાના કામો વર્ષોથી કરતો આવું છું. તા 04-03-2025ના રોજ હું સુરત શહેર પોલીસ, ઝોન-3 નાયબ પોલીસ કમિશ્નર, પિનાકીન પરમારના કાર્યાલયમાં ગયો હતો. કારણ કે સુરત શહેર પોલીસ, ઝોન -3 વિસ્તારમાં ફરજ બજાવી રહેલ મિથુનભાઈ રંગાભાઈ ચૌધરી નામના હેડ કોન્સ્ટેબલના અપહરણ થયું હતુ. આ મામલે મિથુનભાઈના ધર્મપત્ની શર્મીલાબેને પિનાકીન પરમારે બોલાવ્યા હતા. તો હું તેમની સાથે ગયો હતો.
ઉલ્લેખનયી છે કે ભૂતકાળમાં પોલીસકર્મીઓ દ્વારા શર્મીલાબેન મિથુનભાઈ ચૌધરી પાસેથી અમુક પેપરોમાં સહી કરાવી લેવાની ઘટના બની છે. એટલા માટે આ વખતે શર્મીલાબે જાગૃત નાગરિક સંજય ઈઝાવાને સાથે લઈ ગયા હતા. મુલાકાત દરમિયાન DCP અને સંજય ઈઝાવાને બોલાચાલી થઈ હતી. ત્યારે DCPએ મારી પાસે નાગરિક સાથે ન છાજે તેવું વર્તન કર્યું હતુ.
આ પણ વાંચોઃ પોરબંદરમાં આગ: ભારે પવન ફૂકતાં ઉભા ઝાંડ સળગ્યા, આગને કાબૂમાં લેવી મુશ્કેલ
સંજય ઈઝાવાએ DCP પર આક્ષેપ કર્યા છે કે પિનાકીન પરમાર દ્વારા પોતાના કાર્યાલયમાં એમના કેબીન આગળ “Mobile phone not allowed” લખવામાં આવેલ પોસ્ટર ચીપકાવ્યું છે. મુલાકાતીઓને પોતાનો મોબાઇલ બહાર મુકવા મજબુર કરે છે, કોઈ પણ વ્યક્તિને પોતાના મોબાઇલ સાથે પિનાકીન પરમારના કેબીનમાં જતા સહ પોલીસકર્મીઓ અટકાવે છે. મોબાઈલ બહાર મૂકીને પિનાકીન પરમારને મળવાનું કહે છે. જેથી મોબાઈલ બહાર મૂકવાની સાબિતી માગતાં ઉગ્ર બાલાચાલી થઈ હતી. ત્યારે અર્ધ ખુ્લ્લા દરવાજેથી આ તકરાર સાંભળતાં DCP પિનાકીન પરમારએ ધમકી આપી હતી કે “એમને કહો વધારે બોલ બોલ ના કરો, નહિતર ગુનો નોંધીને અંદર નાખી દેશું.”
જાગૃત નાગરિકોના સવાલો કર્યા છે કે પોતાના ચેમ્બરમાં આવતા મુલાકાતીઓ સાથે સંસદીય ભાષામાં અને કામની વાતો, રજુઆતો સંભાળવા માટે મોબાઇલ કઈ રીતે અવરોધ ઉભો કરે છે? અધિકારીઓ કરી રહેલા ગેરકાયદેસર નાણાની માંગ અને ભ્રષ્ટાચારની વાત કોઈને ખબર ન પડે એટલા માટે મોબાઈલ સાથે આવનાર મુલાકાતીઓને અટકાવે છે?
જાગૃત નાગરિકો દારુના દૂષણ મામલે રજૂઆત કરી હતી?
જાગૃત નગારિકે સંજય ઈઝાવાએ ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆતમાં વધુમાં કહ્યું છે કે પોલીસ અધિકારીઓ એક જાગૃત નાગરિક સામે આ પ્રકારના ગેરવર્તનો કરે તો સામાન્ય નાગરીકો સામે કયા પ્રકારના ગેરવર્તનો કરતા હોય તે વિચારવા જેવી વાત છે, પિનાકીન પરમારના પોતાના વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડાઓ સામે ભૂતકાળમાં કરવામાં આવેલી ફરિયાદોનું પરિણામ છે આ પ્રકારનું ગેરવર્તન અંગે તપાસ કરાવવા પોલીસ કમિશનર, મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત સબંધિત અધિકારીઓને રજૂઆત કરી છે.
મિથુનભાઈ રંગાભાઈ ચૌધરી નામના હેડ કોન્સ્ટેબલનું છેલ્લા અઢી વર્ષથી (30મહિના થી) ફરજ દરમિયાન અપહરણ ગયું હતુ. તેમ છતાં હોવા પિનાકીન પરમાર તપાસ કરવામાં નિષ્ફળ ગયા હોવાના આક્ષેપ કર્યા છે. અપહરણ થયેલા હેડ કોન્સટેબલ મિથુનભાઈ રંગાભાઈ ચૌધરીની તપાસ ચાલુ છે. જે તમામ મામલે નાગરિકે તપાસ કરવા માગ કરી છે.
આ પણ વાંચોઃ વરૂણ ચક્રવર્તીએ 143 બોલરોને પાછળ છોડ્યા, ICC રેન્કિંગમાં કેપ્ટન રોહિતને નુકશાન; વિરાટ-અક્ષર પટેલને ફાયદો
આ પણ વાંચોઃ RAJKOT: જ્ઞાનપ્રકાશ સ્વામીનું પૂતળું સ્વામીનારણ મંદિર નજીક સળગાવનો પ્રયાસ, વીરપુર આવી માફી માગે