Dilhi: જન્મતાની સાથે જ માતાએ પોતાના બાળકનું ગળું દબાવી દીધું, કચરામાંથી ભ્રુણ મળી આવતા થયો ખુલાસો

  • India
  • August 9, 2025
  • 0 Comments

Dilhi: દિલ્હીના પટેલ નગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક ઘરકામ કરતી મહિલાની તેના નવજાત બાળકની હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. 26 વર્ષીય આરોપી મહિલાએ તેના માલિકના ઘરના બાથરૂમમાં બાળકને જન્મ આપ્યા બાદ બાળકનું ગળું દબાવીને હત્યા કરી હતી અને મૃતદેહને કચરાપેટીમાં ફેંકી દીધો હતો.

જન્મતાની સાથે જ માતાએ પોતાના બાળકનું ગળું દબાવી દીધું

ઉત્તર પ્રદેશના રાયબરેલીની રહેવાસી રોશની નામની મહિલાએ તાજેતરમાં એક બાળકને જન્મ આપ્યો હતો.દિલ્હીના પટેલ નગર વિસ્તારમાં 2023 થી આ ઘરકામ કરતી હતી. વર્ષીય આરોપી મહિલાએ તેના માલિકના ઘરના બાથરૂમમાં બાળકને જન્મ આપ્યા બાદ બાળકનું ગળું દબાવીને હત્યા કરી હતી અને લાશને કચરાપેટીમાં ફેંકી દીધી હતી.

માતાએ કેમ ભર્યું આ પગલું ?

મહિલાના લગ્ન 2019 માં થયા હતા, પરંતુ 2021 માં છૂટાછેડા થઈ ગયા. તેણીએ એક પુરુષ મિત્ર સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા, જેના પછી તે ગર્ભવતી થઈ હતી. પ્રેમીએ સહકાર આપવાનો ઇનકાર કર્યો. એટલે પરિવારથી છુપાવવા માટે ડરથી આ પગલું  ભર્યું  હતું.સામાજિક કલંક અને બદનામીના ડરથી, તેણે બાળકને કપડાથી ગળું દબાવી દીધું હતું.

સફાઈ કામદારને કચરો ઉપાડતા મળ્યો મૃતદેહ

પશ્ચિમ પટેલ નગરમાં એક ફ્લેટના પાર્કિંગ વિસ્તારમાં પ્લાસ્ટિકની થેલીમાંથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો. એક સફાઈ કામદારને કચરો ઉપાડતી વખતે મૃતદેહ મળ્યો હતો આ પછી ઘરમાલિકને જાણ કરવામાં આવી, જેમણે પોલીસને ફોન કર્યો.

માતાની સામે નોંધાયો ગુનો 

પોલીસે રોશનીને તબીબી તપાસ માટે મોકલી અને તપાસ શરૂ કરી. રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં કરાયેલા પોસ્ટમોર્ટમમાં પુષ્ટિ થઈ કે નવજાત શિશુનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.

પટેલ નગર પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 103 (1) (હત્યા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ધરપકડ પહેલાં, મહિલાને LNJP હોસ્પિટલના સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી હતી.કાનૂની સલાહ લીધા પછી, મેજિસ્ટ્રેટ સમક્ષ તેનું નિવેદન નોંધવામાં આવશે. પોલીસ તેના બોયફ્રેન્ડને પણ પૂછપરછ માટે બોલાવશે અને તપાસના આધારે, તેની પણ ધરપકડ કરી શકાય છે.

માતાની મમતા પર સવાલ

આવી ઘટનાઓ મમતા પર સવાલ ઊભા કરતી હોય છે. કે કોઈ માતા કેવી રીતે પોતાના બાળકને મારી શકે કહેવત છે કે મા તે મા જયારે કોઈ સાથ ના આપે ત્યારે મા જ એક એવી વ્યકિત છે જે બાળકનો દરેક સમયે સાથ આપે છે. પરિસ્થિતિ ગમેતેવી કેમ ના હોય મા કયારેય બાળકનો સાથ છોડતી નથી. તેના માટે ગમેતેવી તકલીફો વેઠવા તૈયાર થઈ જાય છે. ત્યારે આપણે અવાર નવાર આવી ઘટનાઓ સાંભળીઓ તો વિશ્વાસ નથી આવતો કે કોઈ મા આવું કરી શકે છે.

આ પણ વાંચો:

 UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!

Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી બચાવ્યો

Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

  • Related Posts

    INDIA Alliance Protest: વોટ ચોરી મુદ્દે 300 વિપક્ષી સાંસદોએ કરી કૂચ, પોલીસ સાથે થઈ ઝપાઝપી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત
    • August 11, 2025

    INDIA Alliance Protest: બિહારમાં મતદાર યાદીમાં ગેરરીતિના આરોપોને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં 300 વિપક્ષી સાંસદોએ સોમવારે (11 ઓગસ્ટ) દિલ્હીમાં પગપાળા કૂચ શરૂ કરી છે. તેઓ સંસદ ભવનથી ચૂંટણી…

    Continue reading
    Tripura: પ્રેમીને પામવા માતાએ 5 મહિનાના બાળકીને પતાવી દીધી, પોલીસે ધરપકડ કર્યા બાદ શું કહ્યું?
    • August 11, 2025

    Tripura Mother Child Murder: ત્રિપુરા પોલીસે સિપાહિજાલા જિલ્લામાં એક મહિલાની તેની 5 મહિનાની બાળકીની હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરી છે, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે સુચિત્રા દેબબર્માએ (ઉ.વ. 28)…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    INDIA Alliance Protest: વોટ ચોરી મુદ્દે 300 વિપક્ષી સાંસદોએ કરી કૂચ, પોલીસ સાથે થઈ ઝપાઝપી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત

    • August 11, 2025
    • 3 views
    INDIA Alliance Protest: વોટ ચોરી મુદ્દે 300 વિપક્ષી સાંસદોએ કરી કૂચ, પોલીસ સાથે થઈ ઝપાઝપી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત

    Tripura: પ્રેમીને પામવા માતાએ 5 મહિનાના બાળકીને પતાવી દીધી, પોલીસે ધરપકડ કર્યા બાદ શું કહ્યું?

    • August 11, 2025
    • 17 views
    Tripura: પ્રેમીને પામવા માતાએ 5 મહિનાના બાળકીને પતાવી દીધી, પોલીસે ધરપકડ કર્યા બાદ શું કહ્યું?

    Ahmedabad: તમારી દુકાન નીચે ધન છે, વિધિ કરવી પડશે, ભૂવીએ વેપારી પાસેથી 67 લાખ પડાવ્યા, જાણો

    • August 11, 2025
    • 15 views
    Ahmedabad: તમારી દુકાન નીચે ધન છે, વિધિ કરવી પડશે, ભૂવીએ વેપારી પાસેથી 67 લાખ પડાવ્યા, જાણો

    Jairam Ramesh News: કોંગ્રેસના આરોપો વચ્ચે ચૂંટણી પંચે જયરામ રમેશને પત્ર લખ્યો, વાતચીત માટે બોલાવ્યા

    • August 11, 2025
    • 7 views
    Jairam Ramesh News: કોંગ્રેસના આરોપો વચ્ચે ચૂંટણી પંચે જયરામ રમેશને પત્ર લખ્યો, વાતચીત માટે બોલાવ્યા

    Arvind Ladani: સામાન્ય લાગતા ધારાસભ્ય અરવિંદ લાડાણી સરકાર સામે લડી પડ્યા

    • August 11, 2025
    • 32 views
    Arvind Ladani: સામાન્ય લાગતા ધારાસભ્ય અરવિંદ લાડાણી સરકાર સામે લડી પડ્યા

    Ahmedabad Plane Crash: અમેરિકન વકીલે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી, બચી ગયેલા મુસાફરને પણ મળ્યા, જાણો તેમને શું કહ્યું?

    • August 11, 2025
    • 9 views
    Ahmedabad Plane Crash: અમેરિકન વકીલે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી, બચી ગયેલા મુસાફરને પણ મળ્યા, જાણો તેમને શું કહ્યું?