
Devayat Khavad case:પ્રખ્યાત ડાયરા કલાકાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદના વંટોળમાં ફસાયા છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના યુવક સાથેના ઘર્ષણના મામલે દેવાયત ખવડ અને તેમના 14 સાથીઓ સામે તાલાલા પોલીસે ગંભીર આરોપો હેઠળ ફરિયાદ નોંધી છે. આ ફરિયાદમાં હત્યાનો પ્રયાસ, ભયંકર હથિયાર વડે ઈજા પહોંચાડવી, ગેરકાયદે મંડળી રચવી, ગુનાહિત ષડયંત્ર, નુકસાન પહોંચાડવું, ઉશ્કેરણી અને ધમકી આપવા જેવા આરોપોનો સમાવેશ થાય છે.
શું છે સમગ્ર મામલો?
ફરિયાદી ધ્રુવરાજસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર, તાલાલાના ચિત્રાવડ ગામે 13 ઓગસ્ટ, 2025ના રોજ સવારે 11 વાગ્યે આ ઘટના બની. ધ્રુવરાજસિંહે આરોપ લગાવ્યો છે કે, દેવાયત ખવડ અને તેમના સાથીઓએ જૂની અદાવતના કારણે તેમની કારને ફોર્ચ્યુનર અને ક્રેટા ગાડીઓ વડે પાંચ વખત ટક્કર મારી. આ પછી, ગાડીમાંથી ઉતરેલા 10-15 લોકોએ ધ્રુવરાજસિંહ પર હુમલો કર્યો. હુમલાખોરોએ લોખંડના પાઈપ વડે માર માર્યો, જેના કારણે ધ્રુવરાજસિંહના પગમાં એક અને હાથમાં બે ફેક્ચર થયા. આ ઉપરાંત, તેમની સોનાની ચેન અને રોકડ રકમની લૂંટ પણ કરવામાં આવી.
બંદુક બતાવીને દેવાયત ખવડે આપી ધમકી
ધ્રુવરાજસિંહનો આરોપ છે કે, દેવાયત ખવડે બંદુક બતાવીને આ મામલે ફરિયાદ નહીં કરવાની ધમકી આપી હતી. તેમણે જણાવ્યું કે, આ હુમલો જૂની દુશ્મનીના કારણે કરવામાં આવ્યો હતો. તેમની ગાડી 50ની સ્પીડે ચાલતી હોવા છતાં હુમલાખોરોએ તેમની કારને ઇરાદાપૂર્વક ટક્કર મારી અને હુમલો કર્યો.
પોલીસે શરૂ કરી તપાસ
આ ઘટના અંગે તાલાલા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ આરોપીઓની ધરપકડ અને ઘટનાના સંજોગોની તપાસ કરી રહી છે. આ કેસે ડાયરા કલાકાર દેવાયત ખવડની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે, કારણ કે તેમના વિરુદ્ધ અગાઉ પણ વિવાદો ચર્ચામાં રહ્યા છે.
મોરેમોરાની વાતો કરનાર ભૂગર્ભમાં ઉતરી ગયા દેવાયત ખવડ સહિત 16 વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ ફરિયાદ બાદથી જ દેવાયત ખવડ સહિત તમામ આરોપીઓ પોલીસ પકડથી દૂર દેવાયત ખવડ ડાયરામાં કહેતા હોય છે કે FIR થી ડરવાનું ન હોય અને પોતે જ અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે….
આ મામલે વધુ વિગતો બહાર આવે તેની રાહ જોવાઈ રહી છે, અને પોલીસની તપાસ પર સૌની નજર છે.
આ પણ વાંચો:
Gujarat politics : અમદાવાદના સવા લાખ ગુમનામ મતદારો,લાલ શાહીથી મતદારોને ડિલીટ કરી દેવાયા
UP News: મૂકબધિર યુવતીનો પીછો કરી ગેંગરેપ, બે નરાધમોની ધરપકડ, પોલીસે પગમાં ગોળી મારી