DWARKA: શિવરાત્રીના 1 દિવસ પહેલા મહાદેવ મંદિરમાંથી શિંવલિંગ ચોરાયું, ભક્તો ક્યાં કરશે પૂજા?

  • Gujarat
  • February 25, 2025
  • 0 Comments

Dwarka: દ્વારકામાં શિવરાત્રીને એક જ દિવસ આડો છે. ત્યારે અહીં આવેલા એક પૌરાણિક મહાદેવના મંદિરમાંથી શિવલિંગ ચોરાઈ ગયું છે. જેથી ભક્તોમાં રોષ જોવા મળ્યો છે. દ્વારકામાં હર્ષદ દરિયાકિનારે આવેલ ભીડભંજન મહાદેવમાંથી શિવલિંગ ચોરાયું છે. શિવલિંગ ગાયબ થવાની ઘટના સામે આવ્યા બાદ તંત્ર એલર્ટ થતાં તાત્કાલિક પોલીસ જવાનો ભીડભંજન મંદિર પર પહોંચી તપાસ હાથ ધરી છે.

સ્થાનિક લોકો માટે ભીડ ભંજન મહાદેવ “છોટા સોમનાથ ” જેવું જ છે. શ્રાવણ માસમાં મંદિર પર મહાદેવના ભક્તોના ભારે ધસારો રહે છે. ખાસ કરીને સવાર, બપોર અને સાંજની આરતી તેમજ ભસ્મ આરતીનો લહાવો લેવા ભક્તો મોટી સંખ્યામાં ઉમટે છે. ત્યારે આવું હિન કૃત્ય આચરનાર અજાણ્યા શખ્સો વિરુધ્ધ શિવભક્તોમાં રોષ ભભૂક્યો છે.

આવતીકાલે શિવરાત્રી

ઉલ્લેખનીય છે કે આવતીકાલે 26 ફેબ્રુઆરીના રોજ શિવરાત્રીનો તહેવાર છે. મહા મહિનામાં આવતી શિવરાત્રીનું હિંદુ પરંપરામાં વિશેષ માહાત્મ્ય છે. આ દિવસે મહાદેવ ભક્તો શિવમંદિરમાં વહેલી સવારથી પૂજા અર્ચના કરવા આવે છે. જો કે હવે શિંવલિંગ ચોરતાં ભક્તોને પૂજા અને દર્શન કરવામાં મુશ્કેલી પડશે. હાલ પોલીસે શિવલિંગને શોધી કાઢવા પ્રયત્નો હાથ  ધર્યા છે.

દોઢ વર્ષ પૂર્વે અહીં કરાયા હતા દબાણો દૂર

ઉલ્લેખનીય છે કે, દોઢ વર્ષ પહેલાં આ વિસ્તારમાં દરિયા કિનારે આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા, ત્યારે આ એક મંદિર દરિયા કિનારે રહી ગયું હતું. આ મંદિર ઘણું જૂનું અને પૌરાણિક છે, અને સ્થાનિકોમાં તેની ખૂબ જ શ્રદ્ધા છે.

આ પણ વાંચોઃ Kheda: નડિયાદમાં સિટી બસ સેવા 63 દિવસમાં જ બંધ: પૂરા 3 મહિના પણ ન ચાલી, પાર્સિંગનું બહાનું કાઢ્યું

આ પણ વાંચોઃ દિલ્હીમાં ભાજપ સરકાર આવતાં જ CAG રિપોર્ટ રજૂ, હોબાળો કરતાં AAPના ધારાસભ્યો સસ્પેન્ડ, CAG શું છે કે હોબાળો થઈ ગયો?

આ પણ વાંચોઃ શું સરકારે SC, ST, OBC અને લઘુમતી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે?

Related Posts

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?
  • October 26, 2025

GUJARAT POLITICS | ગુજરાતમાં ભાજપનું નવું મંત્રી મંડળ નવા પ્રદેશ અધ્યક્ષ હજુતો રાજકારણમાં સક્રિય થાય તે પહેલાજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોને થઈ રહેલા અન્યાય મામલે અવાજ ઉઠાવી આંદોલન શરૂ…

Continue reading
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?
  • October 26, 2025

Gujarat politics: સરકાર વર્ષોથી મોટા મોટા વોટ બેંક માટે વાયદા કરતી આવી છે. જે પછી નરેન્દ્ર સરકાર હોય કે, પછી આનંદીબેનની કે ભૂપેન્દ્ર પટેલની, જે સરકારો હંમેશા સરતાજ સિરે રાખવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા

  • October 27, 2025
  • 1 views
Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 7 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 8 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 7 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views