વિદેશી સહિત બે મહિલાઓ પર ગેંગરેપ, 3 પુરુષોને મારી કેનાલમાં નાખ્યા, પોલીસની સઘન તપાસ |Karnataka Rape Case:

  • India
  • March 8, 2025
  • 1 Comments

Karnataka rape case: ભારત દેશમાં આજે મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે. મહિલાનું સન્માન થઈ રહ્યું છે. જો કે સવાલ એ થાય છે કે ખરેખર દેશમાં મહિલાનું સન્માન થઈ રહ્યું છે. દેશના અનેક રાજ્યોમાં રોજેરોજ મહિલાઓ પર બળાત્કાર, અત્યાચારો થઈ રહ્યા છે. આજે કર્ણાટકમાંથી એવી ઘટના સામે આવી છે કે દરેકનું માથું શરમથી ઝૂંકી જાય.

ત્યારે કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં સ્થિત પ્રખ્યાત પર્યટન સ્થળ હમ્પીમાં એક ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં 6 માર્ચની રાત્રે બે મહિલાઓ પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેમની સાથે આવેલા ત્રણ પુરુષોને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો અને તુંગાભદ્રા નહેરમાં ફેંકી દેવામાં આવ્યા હતા, જેમાં એકોનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે અન્યોની શોધખોળ ચાલુ છે.

આ ઘટનામાં 6 માર્ચની રાત્રે, બે મહિલાઓ પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેમની સાથે આવેલા ત્રણ પુરુષોને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો અને તુંગભદ્રા નહેરમાં ફેંકી દેવામાં આવ્યા હતા, જેના પરિણામે એકનું મોત થયું હતું. મૃતકની ઓળખ ‘બિબોસ’ તરીકે થઈ છે, જે ઓડિશાનો રહેવાસી છે, જ્યારે અન્ય બે ઘાયલ પ્રવાસીઓ વિદેશના અને એક મહારાષ્ટ્રનો રહેવાસી છે. આ ઘટના રાત્રે 11 થી 11:30 વાગ્યાની વચ્ચે બની હતી.

આ ઘટના ત્યારે બની છે જ્યારે વિદેશી પ્રવાસીઓનું એક જૂથ હમ્પીની મુલાકાતે આવ્યું હતું. આ જૂથમાં એક ઇઝરાયલી મહિલા (27 વર્ષ), એક ભારતીય મહિલા (29 વર્ષ) અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે. બધા પ્રવાસીઓ એક ખાનગી હોમસ્ટેમાં રોકાયા હતા અને ફરવા ગયા હતા.

પેટ્રોલ પંપનું સરનામું પૂછી પૈસા માગ્યા

રાત્રે, બાઇક પર ત્રણ શખ્સો તેમની પાસે આવ્યા અને પેટ્રોલ પંપનું સરનામું પૂછવા લાગ્યા હતા. પછી તેઓએ પૈસા માંગ્યા, જેથી પ્રવાસીઓએ 20 રૂપિયા આપ્યા હત, પરંતુ આરોપીઓએ 100 રૂપિયાની માંગણી કરી હતી. જ્યારે પ્રવાસીઓએ વધુ પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યો ત્યારે હુમલાખોરોએ અચાનક હુમલો કર્યો હતો.

ત્રણ પુરુષોને નહેરમાં ફેંકી દીધા, મહિલાઓ પર સામૂહિક બળાત્કાર

હુમલાખોરોએ ત્રણેય માણસોને નિર્દયતાથી માર માર્યો અને તુંગભદ્રા નહેરમાં ફેંકી દીધા હતા. જ્યારે પુરુષો ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે બે હુમલાખોરોએ મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે ઓડિશાના રહેવાસીનો મૃતદેહ બીજા દિવસે સવારે મળી આવ્યો હતો.

પોલીસ તપાસ ચાલુ, આરોપીઓને શોધવા માટે ટીમો બનાવવામાં આવી

ગંગાવતી ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં FIR નોંધી છે. હત્યા અને ગેંગરેપની ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બેલ્લારી રેન્જના આઈજીપી લોકેશ કુમારે જણાવ્યું હતું કે આરોપીઓની ઓળખ કરવા માટે ઘણી પોલીસ ટીમો કામ કરી રહી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ભારત-ચીનની વાટાઘાટો વચ્ચે સેના પ્રમુખએ સ્પષ્ટ કહ્યું: ચીન પર ભરોસો ન રાખી શકાય| India Today Conclave

આ પણ વાંચોઃ Gir Somnath: દિનુ બોઘાએ જાતે દબાણો દૂર કર્યા, ઘરનો ટીવી ચેનલ કેબલ કપાવ્યો, શું ચાલી રહ્યું છે?

આ પણ વાંચોઃ Surat Suicide: દેવા ડૂબેલા પરિવારનો આપઘાત, માતા-પિતા અને પુત્રએ ઝેરી દવા પીધી

આ પણ વાંચોઃ PM MODI: સુરતમાં 71 ટકા ઝૂંપડપટ્ટી દૂર થઈ, ગરીબ ક્યાથી મળ્યા?

Related Posts

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ
  • March 20, 2026

■આ જાહેર હિતની અરજીમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા ગરિમાપૂર્ણ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે! Supreme Court: આજકાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ…

Continue reading
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!
  • March 20, 2026

■LPG ગેસની અછત વચ્ચે હવે સ્મશાનના કોલસાનો હોટલ-રેસ્ટોરન્ટમાં થઈ રહ્યો છે ઉપયોગ Cremation Coal: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ કંઈપણ જોયા વગર જ હુમલો કરી દેતા ઇરાને વિશ્વભરમાં જતા મુખ્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

  • March 20, 2026
  • 3 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 6 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

  • March 20, 2026
  • 7 views
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 20, 2026
  • 8 views
Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

  • March 20, 2026
  • 12 views
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 10 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!