Gir Somnath: દિનુ બોઘાએ જાતે દબાણો દૂર કર્યા, તેના જ વિસ્તારના ચેનલ કેબલ કપાઈ ગયા, શું ચાલી રહ્યું છે?

Gir Somnath: ગીર સોમનાથના રાજકારણી અને પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી હાલ ભારે વિવાદમાં ફસાયા છે. તેમનો સોમનાથ કલેક્ટર સાથે ભારે વિવાદ ચાલુ છે. ત્યારે કલેક્ટરે દબાણો હટાવવાની કામગીરી ચાલુ જ રાખી છે. ત્યારે બીજી બાજુ દિનુ સોલંકી અને તેના મળતિયાઓને ઉપરથી રેચ આવતાં જાતે જ દબાણો દૂર કરવા લાગ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગઈકાલે શુક્રવારે(8 માર્ચે) બૂલડોઝર લઈને દિનુ બોઘા જે જગ્યાએ પોતે દબાણો કર્યા હતા તે તોડી  પાડ્યા છે. સાથે સાથે  વીજ કંપનીએ દિનુ સોલંકીના વિસ્તારમાં  ટીવી ચેનલોના વાયર પણ કાપ્યા છે.   જાણવા મળી રહ્યું છે કે તેના ભત્રીજાને ચેનલ કેબલનો ધંધો છે.

પૂર્વ સાંસદ દબાણ કર્યું છે?

પૂર્વ સાંસદ દિન સોલંકી,તેના ભાઈ, ભત્રીજા પર આરોપ છે કે તેમણે ગીર સોમનાથની સરકારી જમીનો અને ખાણોમાં મોટું દબાણ કર્યું છે. કોડીનાર તાલુકાના અરીઠિયા, નગડલા અને હરમડિયા ગામના સીમમાં 120 વીઘા ગૌચર દબાણ કર્યું છે. આ મામલે અનેક લોકોએ કલેક્ટર, મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. જો કે તે દબાણો દૂર કરવા એકના બે થયા ન હતા.

ત્યારે આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહ ગીર સોમનાથ જીલ્લાની મુલાકત પણ લેવાના છે. ત્યાર ગઈકાલે ગૃહમંત્રી પહોંચે તે પહેલા દિનુ સોલંકીએ પોતે કરેલા દબાણો જાતે દૂર કર્યા છે. સાથે સાથે વીજ કંપની દ્વારા તેમના ઘર સુધી ટીવી ચેનલના નાખેલા વાયરોને પણ થાંબલા પરથી કાપી નાખવામાં આવ્યા છે.

પૂર્વ સાંદસદના ભત્રીજાનો વીજ ટીવી કેબલનો ધંધો!

પૂર્વ સાંસદના ભત્રીજાનું કોડીનાર સહિત આસપાસના વિસ્તારમાં રાજમોતી કેબલના નામે નેટવર્ક ચાલે છે. લગભગ 120 કિ.મી.માં વીજપોલનો ઉપયોગ કરી કેબલના વાયરો લટકાવી દેવામાં આવ્યા છે. આ અંગેની જાણ વીજ કંપની PGVCLના અધિકારીઓને થતાં 110 વીજપોલ પર લટકાવી દેવાયેલા વાયરો ઉતારી લેવામાં આવ્યા. સાથે જ વાયરો કોને પૂછીને લગાવ્યા તે તપાસ હાથ ધરાઈ છે.

દિનુ સોલંકીએ દબાણો કર્યાનો લાગ્યા હતા આરોપ

તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના તલાલામાં સનાતન હિન્દુ સમાજ દ્વારા દિનુ સોલંકી વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. આ માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. બીજી બાજુ પૂર્વ સાંસદ દિન સોલંકી અને કલેક્ટર વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી દબાણોને લઇને વિવાદ ચાલી રહ્યો છે. બંન્ આમને સામને આવી ગયા છે. કલેક્ટર દ્વારા જીલ્લાના ઘણા દબાણો હટાવવાની કામગીરી તેજ કરાઈ છે.

દિનુ બોઘાએ ગીર સોમનાથમાં કલેક્ટર પર ભ્રષ્ટ્રાચારના આરોપ મૂક્યા હતા

અગાઉ દીનુ બોઘા સોલંકીએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી તપાસની માગ કરી હતી. ત્યારથી પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને કલેક્ટર વચ્ચે વિવાદ ચાલે છે. તાજેતરમાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ જિલ્લા કલેકટરને આડે હાથ લીધા હતા અને તેમની તુલના મહમદ ગઝનવી સાથે કરી હતી.

 

આ પણ વાંચોઃ Gir Somanath: દિનુ બોઘાએ પોતે કરેલા દબાણો દૂર કરવા બૂલડોઝર લઈ પહોંચ્યા?, શું છે કારણ?

આ પણ વાંચોઃ Surat Suicide: દેવા ડૂબેલા પરિવારનો આપઘાત, માતા-પિતા અને પુત્રએ ઝેરી દવા પીધી

આ પણ વાંચોઃ Mumbai: એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી મામલે સુપ્રિમનો ચૂકાદો, ઝૂંપડપટ્ટી વિકાસનું કામ ચાલુ રહેશે

આ પણ વાંચોઃ Bhavnagar raging: સિનયરોએ 3 ઈન્ટર્નશીપ કરતાં જૂનિયર ડોક્ટરોને માર માર્યો, હોસ્પિટલમાં દાખલ, જાણો સમગ્ર ઘટના

  • Related Posts

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
    • September 13, 2026

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

    Continue reading
    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
    • September 13, 2026

    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

    • September 17, 2026
    • 2 views
    Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

    Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ

    • September 17, 2026
    • 5 views
    Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ

    Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ

    • September 17, 2026
    • 4 views
    Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ

    Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ

    • September 17, 2026
    • 7 views
    Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ

    Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

    • September 17, 2026
    • 5 views
    Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    • September 16, 2026
    • 3 views
    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા