
Gandhinagar: ગુજરાતના ડિજિટલ એરેસ્ટનો સૌથી મોટો કિસ્સો ગાંધીનગરથી પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક મહિલા ડોક્ટર ડિજિટલ એરેસ્ટનો ભોગ બની છે. આરોપીએ મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપીને મહિલા ડોક્ટરને ત્રણ મહિના સુધી ડિજિટલ રીતે બંધક બનાવી હતી અને 35 બેંક ખાતાઓમાં 19.24 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
દેશનું સૌથી મોટું ડિજીટલ અરેસ્ટ કાંડ
તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીએ મહિલા ડોક્ટરનું ઘર, ઘરેણાં, એફડી અને શેર સર્ટિફિકેટ વેચીને પૈસા પડાવ્યા હતા. તપાસ દરમિયાન આ છેતરપિંડીનું કંબોડિયા કનેક્શન સામે આવ્યું છે. આ કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ કરી રહી છે.
મળતી માહિતી મુજબ, ગાંધીનગરની એક મહિલા ડોક્ટર ડિજિટલ અરેસ્ટનો ભોગ બની છે. આરોપીએ મહિલા ડોક્ટરને 3 મહિના સુધી ડિજિટલ રીતે બંધક બનાવીને 35 ખાતાઓમાં 19.24 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.આ કેસમાં ફરિયાદ બાદ સાયબર ક્રાઈમ પોલીસે સુરતથી લાલજી બલદાનિયા નામના વ્યક્તિની ધરપકડ કરી છે.
સાયબર ગઠિયાની જાળમાં ફસાઈ વૃદ્ધાએ ઘર, ઘરેણાં બધુ વેચી કરોડો રુ. આપ્યા
તપાસમાં જાણવા મળ્યું છે કે લાલજી બલદાનિયાના ખાતામાં 1 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પૂછપરછ બાદ મળેલી માહિતી મુજબ, આરોપીએ 19 માર્ચે મહિલા ડોક્ટરને પહેલો વીડિયો કોલ કર્યો હતો અને તેને FEMA અને PMLAના ખોટા કેસોમાં ફસાવવાની ધમકી આપી હતી. આ પછી, આરોપીએ મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત દેશના વિવિધ રાજ્યોમાં ડોક્ટરના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આરોપીએ મહિલા ડોક્ટરને એટલી ડરાવી દીધી હતી કે તેણે પોતાનું ઘર, ઘરેણાં, FD, શેર સર્ટિફિકેટ વેચી દીધા હતા અને પૈસા આરોપીના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા.
સ્ટેટ સાયબર ક્રાઈમના SP ધર્મેન્દ્ર શર્માએ શું કહ્યું?
સ્ટેટ સાયબર ક્રાઈમના SP ધર્મેન્દ્ર શર્માના જણાવ્યા અનુસાર, આ કેસમાં એક અઠવાડિયા પહેલા ફરિયાદ નોંધાઈ હતી. તેથી, ઝડપી તપાસ માટે એક ખાસ ટીમ બનાવવામાં આવી છે. આ કેસમાં, બેંક ખાતામાં 1 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જેના કારણે આરોપી લાલજી બલદાનિયાની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ માર્ચથી જૂન દરમિયાન મહિલા ડોક્ટર સાથે ડિજિટલ રીતે છેતરપિંડી કરી હતી. આ પાછળ કોઈ મોટી ગેંગ સક્રિય હોવાની શંકા છે. અમારી ટીમ વધુ તપાસ કરી રહી છે.
વરિષ્ઠ પત્રકાર મયુર જાની અને હેમાશું ભાયાણીએ શું કહ્યું ?
મહત્વનું છે કે, ગુજરાતમાં ફ્રોડ કેસના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ મામલે વરિષ્ઠ પત્રકાર મયુર જાની અને હેમાશું ભાયાણીએ શું કહ્યું ? જુઓ વીડિયો
આ પણ વાંચો:
Rajkot: સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના સ્ટાફનું ગેરવર્તન, સિંગર મીરા આહિરે લગાવ્યા ગંભીર આક્ષેપ
Gujarat Rain Forecast: ગુજરાતના 11 જિલ્લામાં રેડ એલર્ટ, IMD દ્વારા ભારે વરસાદની આગાહી