
Gangster Arun Gawli: ગેંગસ્ટર અરુણ ગવલીને નાગપુર સેન્ટ્રલ જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યો, ગવલી શિવસેના કાઉન્સિલર કમલાકર જામસાંડેકરની હત્યાના કેસમાં છેલ્લા 17 વર્ષથી આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.
નાગપુર સેન્ટ્રલ જેલમાંથી જામીન
કુખ્યાત ગેંગસ્ટર અરુણ ગવલીને નાગપુર સેન્ટ્રલ જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. નાગપુર પોલીસ કડક સુરક્ષા વચ્ચે અરુણ ગવલીને નાગપુરના ડૉ. બાબાસાહેબ આંબેડકર એરપોર્ટ પર લાવી હતી. અહીંથી તેઓ વિમાન દ્વારા મુંબઈ જવા રવાના થશે.
અરુણ ગવલીને જામીન આપ્યા
સુપ્રીમ કોર્ટે ગેંગસ્ટર ડેડી ઉર્ફે અરુણ ગવલીને જામીન આપ્યા છે. ગવલી 2007માં મુંબઈમાં શિવસેનાના કાઉન્સિલર કમલાકર જામસાંડેકરની હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો.
શિવસેનાના કાઉન્સિલરની હત્યા
ગવલીને તેની લાંબી કેદને ધ્યાનમાં રાખીને જામીન આપ્યા છે. ગવળી 17 વર્ષથી વધુ સમયથી જેલમાં છે. 2007માં શિવસેનાના કાઉન્સિલરની હત્યા કર્યા બાદ, તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને 17 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે ગવલીની ઉંમરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ચિંચપોકલી બેઠકના ધારાસભ્ય હતા
ગવલી 2004 થી 2009 સુધી મુંબઈની ચિંચપોકલી બેઠક પરથી ધારાસભ્ય હતા. તેમણે 2004માં રચાયેલી પોતાની પાર્ટી તરફથી ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે શિવસેનાના કાઉન્સિલર કમલાકર જામસાંડેકરની હત્યા કરી હતી. સુપ્રીમ કોર્ટ હવે ફેબ્રુઆરી 2026માં આ કેસની સુનાવણી કરશે. ગવલીએ હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો છે, જેમાં તેમની આજીવન કેદની સજા યથાવત રાખવામાં આવી હતી.
તેમના પર બની હતી એક ફિલ્મ
અરુણ ગવલી પણ મુંબઈમાં એક મોટું નામ હતું. એટલું જ નહીં, ગવલી પર એક ફિલ્મ પણ બની છે, જેનું નામ છે ડેડી. આ ફિલ્મ 2017 માં બની હતી. આ ફિલ્મમાં અરુણ ગવલીની ભૂમિકા અર્જુન રામપાલે ભજવી હતી. આ ફિલ્મમાં ગવલી કેવી રીતે અંડરવર્લ્ડ ડોનમાંથી નેતા બન્યો તે બતાવવામાં આવ્યું છે.
અહેવાલ: સુમન ડાભી
આ પણ વાંચો:
Jharkhand: ચોરીની શંકામાં મહિલા સાથે દુરવ્યવહાર, સેન્ડલની માળા પહેરાવી ગામમાં ફેરવી
Uttarakhand: હાઈકોર્ટ જતા અધિકારીઓની કાર પર પડ્યો મોટો પથ્થર, માત્ર 1 સેકન્ડ જીવ લઈ લેત
Japanese Protest: ‘જાપાનમાંથી ગેરકાયદેસર રહેતાં લોકોને બહાર કાઢો!’, મસ્કે આપ્યો ટેકો