
સુરતમાં હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં પણ વિકાસના કામો ચાલી રહ્યાં છે. ત્યારે આજે ગોડાદરા વિસ્તારમાં ગેસ લીકેજ થતાં ત્રણ લોકો દાઝ્યા હતાં. તો પાંચ દુકાનો બળીને ખાક થઈ ગઈ છે. ખોદકામ વખતે ગેસ લાઇન લીકેજની ઘટના ઘટી હતી. જેથી ભયના માહોલ વચ્ચે લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
ગેસ લિકેજ પછી આગ લાગી જતાં એક બે નાના બાળક સહિત એક મહિલા આગની ચેપટમાં આવતા દાઝ્યા હતા. આ ત્રણેય લોકોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી કામ કરી રહેલા ત્રણ લોકો દાઝી ગયા હતાં. જેથી ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.બીજી તરફ આગના પગલે આસપાસની પાંચેકથી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. જેથી દુકાનદારો સહિતના લોકોએ નુકસાનના વળતરની માગ કરતાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.








