
ગુજરાતમાં ખભળાટ મચાવનાર અમરેલીમાં લેટરકાંડ મામલે પાટીદાર દીકરીનું સરઘસ કાંઢવા મુદ્દે ચારેકોર વિરોધ થઈ રહ્યો છે. યુવતીનું લેટરકાંડ મામલામાં નામ સામે આવ્યા બાદ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા રિકન્ટ્રક્શનના નામે યુવતીનું સરઘરસ કાઢવામાં આવ્યું હતુ. આ મામલે પાટીદાર સમાજ ગુજરાત સરકાર અને પોલીસ સામે પડ્યો છે. કાયદાની વિરુદ્ધ જઈ પોલીસનું સરઘસ કાઢવા મુદ્દે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માગ કરાઈ છે.
દીકરીનું આત્મસન્માન ઘવાયું
આ મામલે ગોપાલ ઈટાલિયા પણ યુવતીના સમર્થનમાં આવ્યા છે. આપ નેતા ગોપાલએ સર્વ સમાજ સાથે મળી પાટીદાર યુવતીની ધરપકડ મામલે આવેદનપત્ર પાઠવ્યું છે. ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં અમરેલી SPને પાઠવ્યું આવેદનપત્ર આપી ગંભીર આક્ષેપ કર્યા છે. ઈટાલિયાએ આક્ષેપ કર્યા કે દીકરીને રાત્રે ઊંઘમાંથી જગાડીને પરિવારને ટોર્ચર કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું દીકરીનું આત્મસન્માન ઘવાયું છે. ગોપાલ ઈટાલિયાએ સવાલો કર્યા છે કે આ દુષ્કૃત્ય પોલીસ અધિકારીઓએ કોના કહેવાથી કર્યું છે તેના પર પગલા લેવાવા જોઈએ. ગઈકાલે પોલીસે પણ અદાલતમાં રિપોર્ટ આપ્યો છે, કે દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી. દિકરી વિરુધ્ધ પુરાવા ન હોવા છતાં તેને જેલવાસ કરાવ્યો અને સરઘસ કાઢવામાં આવ્યું છે. જેથી ઈટાલિયાએ નિર્દોષ દીકરીની ભર બજારે આબરૂ કાઢવા બદલ SPને જવાબદાર તંત્ર અને પોલીસકર્મીઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા માગ કરી છે.
જુઓ આપ નેતાએ શું કહ્યું?
આ સમાચાર પણ વાંચોઃ RAJKOT: ગોંડલની 11 જગ્યાએથી ઝડપાયેલા લાખોના ઈંગ્લિશદારુનો નાશ