લેટરકાંડ પછી થયેલા સરઘસ કાંડનો અમદાવાદમાં ઉગ્ર વિરોધ; કહ્યું- હર્ષ સંઘવીને માંગવી જોઈએ માફી

અમરેલીમાં ભાજપના અંદરોદરના ડખ્ખાના કારણે થયેલા લેટરકાંડ પછી પોલીસે પાટીદાર દિકરી સાથે કરેલા સરઘસ કાંડ પછી રાજ્યભરમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ભાજપના આગેવાનોથી લઈને સામાન્ય વ્યક્તિઓ પણ દિકરીના પક્ષમાં નિવેદનો આપી રહ્યાં છે. તેવામાં યુથ કોંગ્રેસ અને પાટીદાર યુવાઓનો ગુજરાત યુનિવર્સિટીમાં ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટીમાં યુવક-યુવતીઓએ સાંકળ બનાવીને ઉગ્ર વિરોધ કર્યો હતો. પોસ્ટર અને બેનર સાથે કરવામાં આવી રહેલા ઉગ્ર વિરોધ દરમિયાન હર્ષ સંઘવીનું પૂતળું પણ બાળવાની કોશિશ કરવામાં આવી હતી. જોકે, પોલીસ પૂતળું કાર્યકર્તાઓ પાસેથી ઝૂંટવીને તમામની અટકાયત કરી લેવામાં આવી હતી. આ દરમિયાન પણ યુવાનોએ જય સરકારના નારા લલકાર્યા હતા.

આ વિડિયો જોવો ગમશે:

આ દરમિયાન યુવાઓ દ્વારા હર્ષ સંઘવીને માફી માંગવાની પણ માંગ કરી હતી. યુવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે, મહિલા દેવીનું સ્વરૂપ છે અને તેમનું તમે સરઘસ કાઢ્યુ છે, તો તેવામાં હર્ષ સંઘવીને આ બાબતે માફી માંગવી જોઈએ. તે ઉપરાંત યુવાઓ દ્વારા ભાજપ સરકાર ઉપર પણ પ્રહારો કર્યા હતા.

યુવાઓ દ્વારા ભાજપની સરકાર અને પોલીસ સામેના ઉગ્ર વિરોધ દર્શાવવા માટે પોસ્ટરોનો પણ સહારો લીધો હતો. આ પોસ્ટરોમાંથી એક પોસ્ટર થકી ભાજપ સરકાર પર પ્રહાર કરતાં નારો લખવામાં આવ્યો હતો કે, સરદાર લડે થે ગોરો સે હમ લડેગે ચોરો સે.. આમ વર્તમાન સરકારની સરખામણી સીધે-સીધી ચોરો સાથે કરી દેવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે, અમરેલીમાં બનાલે લેટરકાંડ પછી પાટીદાર યુવતીનું રિન્સ્ટક્સનના નામે કાઢવામાં આવેલા સરઘસનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રતિદિવસ આગ પકડી રહ્યું છે. વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા વિરુદ્ધ પત્ર કાંડ મામલે પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી હતી, જેમાં એક યુવતી સામેલ છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ આરોપી યુવતીને જાહેરમાં ઉભી રાખવામાં આવી હતી. હવે આ મુદ્દે વિવાદ સતત વધી રહ્યો છે. 

આ પણ વાંચો-ઈટાલિયા આવ્યા પાટીદાર યુવતીના સમર્થનમાં: પૂછ્યું દુષ્કૃત્ય પોલીસકર્મીઓએ કોના કહેવાથી આચર્યું?

  • Related Posts

    Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો
    • June 22, 2026

    Jetpar Morbi Farmers Protest: મોરબી જિલ્લાના જેતપર ગામમાં હાલ ખેડૂતો અને ખાનગી પાવર કંપની વચ્ચેનો જંગ ચરમસીમાએ પહોંચ્યો છે. વીજપોલ અને કોરિડોરના પ્રોજેક્ટને લઈને સર્જાયેલા વિવાદમાં હવે ખેડૂતોએ ગાંધીગીરીનો માર્ગ…

    Continue reading
    Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો
    • June 20, 2026

    Bayad Land Scam: ગુજરાતનું મહેસૂલી તંત્ર અને ભૂમાફિયાઓની મિલીભગતનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામમાંથી સામે આવ્યો છે. આ ઘટના માનવીય કલ્પનાની બહાર છે: એક એવો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ

    • June 22, 2026
    • 4 views
    Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ

    Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!

    • June 22, 2026
    • 5 views
    Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!

    Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

    • June 22, 2026
    • 6 views
    Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

    India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

    • June 22, 2026
    • 9 views
    India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

    Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

    • June 22, 2026
    • 12 views
    Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

    Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

    • June 22, 2026
    • 9 views
    Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?