
Gujarat Board Exam 2025: આજે 27 ફેબ્રુઆરી 2025, ગુરુવારથી ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરુ થઈ રહી છે. આજે ગુજરાતભરમાં ધો.10 અને ધો.12 બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરિક્ષા વિદ્યાર્થીઓના જીવને નવો વળાંક આપે છે. પરિક્ષાને લઈ પરીક્ષા કેન્દ્રો ઉપર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
રાજ્યમાં 1661 પરીક્ષા કેન્દ્રો
બોર્ડે જાહેર કરેલી વિગતો મુજબ આ વર્ષે સમગ્ર ગુજરાતમાં 1661 પરીક્ષા કેન્દ્ર છે. જોકે, આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં 1.10 લાખથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે 156 જેટલી સ્કૂલ બિલ્ડીંગો ઘટી છે. 3300થી વધુ બ્લોક ઘટ્યા છે. આ વર્ષે કુલ 5222 સ્કૂલ બિલ્ડિગોમાં 50,9991 બ્લોકમાં પરીક્ષા લેવાશે.
આ વર્ષે ધો.10 અને ધો.12 પરીક્ષા માટે કેટલા વિદ્યાર્થીઓ નોંધાયા?
આ વર્ષે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના મળીને કુલ 14,28,175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં નિયમિત, રીપીટર, આઇસોલેટેડ, ખાનગી અને ખાનગી રીપીટર વિદ્યાર્થીઓ છે.
આ વર્ષે વિદ્યાર્થીઓમાં ઘટાડો નોંધાયો
- કુલ 14,28,175 વિદ્યાર્થીઓમાંથી ધોરણ 10માં 8,92,882 વિદ્યાર્થીઓ છે. જે ગત વર્ષે 9,17,687 હતા
- ધોરણ 12 સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થી આ વર્ષે નોંધાયા, જે ગત વર્ષે 1,31,987 હતા
- ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,23,909 વિદ્યાર્થી આ વર્ષે છે. જે ગત વર્ષે 4,89,279 હતા.
- એકંદરે કુલ મળીને 1,10,778 જેટલા વિદ્યાર્થીઓ તમામ કેટેગરીમાં આ વર્ષે ઘટ્યા
ધો. 10નું પેપર આજે સવારે 10 વાગ્યે શરુ થશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે ધોરણના 10ના વિદ્યાર્થીઓનું પેપર સવારે 10 વાગ્યે શરૂ થવાનું છે, જ્યારે ધોરણ 12નું બપોરે 3 વાગ્યે પેપર શરૂ થવાનું છે.
આ પણ વાંચોઃ Kheda Crime: ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના PI એચ.વી. સિસારા સસ્પેન્ડ, તેમના જ વિસ્તારમાંથી દારુ ન ઝડપી શક્યા