
Trump Tariff On Cars: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી કાર પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી દીધી છે. હવે અમેરિકા સિવાય અન્ય દેશમાં મેન્યુફેક્ચરિંગ થયેલી તમામ કાર પર 25 ટકા ટેરિફ ટેક્ષ વસૂલાશે. આ ટેરિફથી વૈશ્વિક ઓટો ઉદ્યોગને ગંભીર અસર થઇ શકે છે. મેક્સિકો, કેનેડા, જાપાન અને ભારત સહિત ઘણા દેશોની ઓટો કંપનીઓ મુશ્કેલીમાં મુકાઇ શકે છે. કાર પર ટેરિફ 2 એપ્રિલથી લાગુ થશે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની બહાર બનેલી અને પછી તેમના દેશમાં વેચાતી તમામ કાર અને ટ્રક પર 25 ટકા ટેરિફ નાખ્યો છે. જો કે અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ થયેલી હશે તો કોઈ ટેરિફ લાગશે નહીં.
હવે ભારતે અમેરિકામાં કાર વેચવુ મોંઘુ પડશે. 25 ટકા ટેરિફ વસૂલવામાં આવશે. જેથી ગુજરાતમાં બનાવતાં કાર ઉદ્યોગને પણ મોટું નુકસાન થઈ શકે છે. ગુજરાતમાં ફોર્ડ સહિતની કારનું અમેરિકામાં નિકાસ નિકાસ થાય છે. ત્યારે ટ્રમ્પના ટેરિફની ભારત સહિત ગુજરાતમાં શું અસર થવાની છે, તેને આંકડાકીય રીતે આ વીડિયોમાં સમજો.
આ પણ વાંચોઃ ગીર સોમનાથ જીલ્લામાં ખનીજચોરોને અજબો રુપિયાનો દંડ, સૌથી વધુ કોડીનારમાં | Mineral theft
આ પણ વાંચોઃ ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સમાં ગિફ્ટ સિટી ટોચ પર, ફિનટેક રેન્કિંગમાં 45માંથી 40મા સ્થાને | GFCI
આ પણ વાંચોઃ Gujarat: સમાજવાદી પાર્ટીના સાંસદે આપેલા નિવેદનનો ગુજરાતમાં ભારે વિરોધ
આ પણ વાંચોઃ Earthquake: મ્યાનમાર અને થાઈલેન્ડમાં વિનાશકારી ભૂકંપ, 5 દેશોમાં ભયનો માહોલ