Iran War: ભારત જતા જહાજ પર ભૂલથી હુમલો કર્યાની IRGCની કબૂલાત! બે ભારતીયોના મોત! ભારતની ચેતવણી છતાં ઈરાન અડગ: “અમારી મંજૂરી વગર પ્રવેશ નહિ મળે!”

  • World
  • March 12, 2026
  • 0 Comments

Iran War: હોર્મુઝ સ્ટ્રેટ બંધ કર્યા બાદ અહીંથી ચીન સિવાયના કોઈપણ દેશના જહાજોને પસાર નહિ થવા દેવા ઈરાને આપેલી ચેતવણી વચ્ચે ભારત આવી રહેલા થાઈ કાર્ગો જહાજ “મયુરી નારી” આગળ વધવાનું ચાલુ રાખતા હોર્મુઝ સ્ટ્રેટ પર આ જહાજ પર હુમલો થયો હતો.

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ આ જહાજ ઉપર હુમલાની જવાબદારી સ્વીકારી છે, IRGC નું કહેવું છે કે, લાઇબેરિયાના ધ્વજવાળા જહાજ ‘એક્સપ્રેસ રોમ’ અને થાઈ જહાજ ‘મયુરી નારી’એ તેમની ચેતવણીઓ કાને ધરી ન હતી અને પરવાનગી વગર જ હોર્મુઝ સ્ટ્રેટમાં પ્રવેશ કર્યો હતો, જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

■ ઈરાને I”dentification error” થયાનું કબુલ્યું

IRGCના સૂત્રોને ટાંકીને અહેવાલોએ પુષ્ટિ આપી છે કે ઈરાનની દરિયાકાંઠાની મિસાઈલ સંરક્ષણ પ્રણાલીએ મયુરી નારી પર હુમલો કર્યો હતો, પરંતુ તેને ભૂલથી ઈઝરાયેલી કાર્ગો જહાજ સમજી લેવામાં આવ્યું હતું. ઈરાન દાવો કરે છે કે તે ઓળખમાં ભૂલ હતી. જોકે, સંરક્ષણ નિષ્ણાતો માને છે કે તેની અદ્યતન મિસાઈલ ટેકનોલોજી હોવા છતાં, ભારતના કંડલા બંદર તરફ જતા જહાજને ઓળખવામાં કેમ થાપ ખાઈ ગયું તે શંકા ઉભી કરે છે.

IRGC એ જણાવ્યું હતું કે હોર્મુઝમાં તણાવ વચ્ચે ખોટી ઓળખને કારણે આ ઘટના બની હતી, મહત્વનું છે કે મયુરી નારી જહાજ પર મિસાઇલ હુમલો થતાં આ ઘટનામાં બે ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે એક ભારતીય હજુપણ લાપતા છે.
હુમલા બાદ જહાજમાં આગ લાગી હતી અને એન્જિન રૂમને નુકસાન થયું હતું,જહાજના અન્ય ક્રૂ સભ્યોનો માંડ બચાવ થયો હતો.

ભારતે હુમલાની નિંદા કરી

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ ઘટના અને તેમાં થયેલા ભારતીયોના મૃત્યુની પુષ્ટિ કરી છે, ભારતના વિદેશ મંત્રાલયે આ હુમલાની આકરી નિંદા કરી વેપારી જહાજો અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં ન મૂકવાની ચેતવણી આપી છે.

પ્રાદેશિક પરિસ્થિતિ

હોર્મુઝમાં 37 ભારતીય જહાજો ફસાયેલા હોવાના અહેવાલ છે અને 1,109 ખલાસીઓ જોખમમાં છે.

ઇરાનની ખુલ્લી ધમકી: અહીંથી પસાર થતાં પહેલાં ઇરાનની મંજૂરી લેવી પડશે

IRGC નેવી કમાન્ડર અલીરેઝા તાંગસિરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખુલ્લી ધમકી આપી છે કે અહીંથી પસાર થવા માટે કોઈપણ દેશના જહાજે ઈરાનની મંજૂરી લેવી જ પડશે.

ઈરાની સેનાએ સરકારી ટીવી પર એવી પણ જાહેરાત કરી છે કે અમેરિકા, ઈઝરાયલ કે તેમના સાથી દેશો સાથે જોડાયેલા કોઈપણ જહાજને તેઓ નિશાન બનાવશે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

US Economy: યુદ્ધથી કોને ફાયદો? અમેરિકાની બેન્કો અને ડિફેન્સ કંપનીઓની કમાણીનો ખુલાસો
  • July 18, 2026

US Economy: જ્યારે દુનિયાના કોઈ ખૂણે યુદ્ધ ફાટી નીકળે છે, ત્યારે તેની અસર માત્ર સરહદો પર જ નથી પડતી, પરંતુ તે ગ્લોબલ ઇકોનોમીના પાયા હચમચાવી નાખે છે. યુદ્ધની શરૂઆતમાં અર્થશાસ્ત્રીઓએ…

Continue reading
Adani US Investment Proposal: અદાણીએ અમેરિકી કોર્ટમાં 10 અબજ ડોલરના રોકાણ પ્રસ્તાવની કરી કબૂલાત
  • July 16, 2026

Adani US Investment Proposal: ભારતીય ઉદ્યોગ જગતના દિગ્ગજ ગૌતમ અદાણીએ તાજેતરમાં અમેરિકાની ન્યૂયોર્ક સ્થિત ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક મહત્વનું સોગંદનામું (સ્વોર્ન એફિડેવિટ) દાખલ કર્યું છે. ૧૫ જુલાઈના રોજ રજૂ કરવામાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Forest Diversion: છત્તીસગઢ-ઓડિશાના જંગલોમાં ખનનને લીલી ઝંડી, જંગલો બચશે કે નહીં?

  • July 20, 2026
  • 3 views
Forest Diversion: છત્તીસગઢ-ઓડિશાના જંગલોમાં ખનનને લીલી ઝંડી, જંગલો બચશે કે નહીં?

Jantar Mantar Protest: વિદ્યાર્થીઓના આક્રોશ માટે સરકારની ઉદાસીનતા જવાબદાર, જંતર-મંતર પર ઉમટ્યો જનસૈલાબ

  • July 20, 2026
  • 4 views
Jantar Mantar Protest: વિદ્યાર્થીઓના આક્રોશ માટે સરકારની ઉદાસીનતા જવાબદાર, જંતર-મંતર પર ઉમટ્યો જનસૈલાબ

Asaduddin Owaisi UP Election: યુપી ચૂંટણી પહેલા અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રીથી સપા-કોંગ્રેસની ઊંઘ હરામ, જાણો કોને થશે મોટો રાજકીય ફાયદો?

  • July 20, 2026
  • 8 views
Asaduddin Owaisi UP Election: યુપી ચૂંટણી પહેલા અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રીથી સપા-કોંગ્રેસની ઊંઘ હરામ, જાણો કોને થશે મોટો રાજકીય ફાયદો?

All Party Meeting: સંસદ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં મોટો હંગામો, બાગી સાંસદોના મુદ્દે વિપક્ષનું વોકઆઉટ

  • July 20, 2026
  • 6 views
All Party Meeting: સંસદ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં મોટો હંગામો, બાગી સાંસદોના મુદ્દે વિપક્ષનું વોકઆઉટ

Bihar Model Schools: બિહારમાં મોડેલ શાળાઓના ભગવા રંગના નિર્ણયને લઈને રાજકીય વિવાદ તેજ

  • July 20, 2026
  • 11 views
Bihar Model Schools: બિહારમાં મોડેલ શાળાઓના ભગવા રંગના નિર્ણયને લઈને રાજકીય વિવાદ તેજ

Parliament Monsoon Session: સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે જબરદસ્ત હોબાળો, પેપર લીક અને જંતરમંતરના વિવાદે સંસદને હલાવી દીધી!

  • July 20, 2026
  • 11 views
Parliament Monsoon Session: સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે જબરદસ્ત હોબાળો, પેપર લીક અને જંતરમંતરના વિવાદે સંસદને હલાવી દીધી!