Donald Trump: આખરે, ટ્રમ્પે હથિયાર હેઠા મુક્યા! કહ્યું કે અમેરિકા હવે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’નો માર્ગ ખોલી નહિ શકે! દુનિયાભરમાં ટેન્શન

  • World
  • March 12, 2026
  • 0 Comments

Donald Trump: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ હુમલો કર્યા બાદ જ્યારે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો માર્ગ બંધ કર્યો તે વખતે ટ્રમ્પ એવા ફાંકા મારતા હતા કે “આ માર્ગ ચપટી વગાડતા હું ખુલ્લો કરાવી દઈશ અને કોઈપણ દેશે ડરવાની જરૂર નથી” ‘વિશ્વમાં તેલની કિંમતો વધે નહિ તે માટે હું આ માર્ગ ખોલી નાખીશ ચિંતાની કોઈ જરૂર નથી’ આવા ફાંકા માર્યા બાદ હવે ખબર પડી કે આ માર્ગ ખોલવો સહેલો નથી અને ઇરાનનું સંપૂર્ણ નિયંત્રણ છે જો કોઈ જહાજ નજીક પણ જાય તો તે સુસાઇડ જેવું ગણાશે આ વાત જ્યારે ટ્રમ્પને સમજમાં આવી ત્યારે હવે ભેદી મૌન ધારણ કરી લીધું છે અને અભિમાન ઉતરી ગયું છે.

મિડલ ઈસ્ટમાં ઈરાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાની નૌસેનાએ ચિંતાજનક જાહેરાત કરી છે અમેરિકન નૌસેનાએ વ્યાપારી જહાજોને જાણ કરી છે કે હાલમાં ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) માં સુરક્ષાની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી તેઓ જહાજોને સુરક્ષિત રીતે એસ્કોર્ટ (Escorting) કરી શકે તેમ નથી અમેરિકન સત્તાધીશોના મતે આ દરિયાઈ માર્ગ અત્યારે પૂરતો સુરક્ષિત રહ્યો નથી, જેના કારણે તેલ અને ગેસના ટેન્કરોની અવરજવર પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે.

નૌસેનાની આ પીછેહઠ બાદ વૈશ્વિક એનર્જી સપ્લાય ચેઈન ખોરવાવાની અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણના ભાવમાં મોટો ઉછાળો આવવાની ભીતિ સેવાઈ રહી છે, આવા સમયે કઈક ને કઈક મુસીબત ઉભી કરનાર ટ્રમ્પ હવે ચૂપ થઈ ગયા છે અને બધો ફાંકો ઉતરી ગયો છે.ટ્રમ્પ જેવા બેજવાબદાર નેતાઓની બાળ બુદ્ધિને કારણે આખી દુનિયા તેનું પરિણામ ભોગવી રહી છે અને ઈરાન હવે નમતું જોખવા તૈયાર નથી આજે પણ ઈરાને ઈઝરાયેલ ઉપર મિસાઇલ દાગી છે

ઈરાનની સેનાએ દાવો કર્યો છે કે તેણે ડ્રોનથી ઈઝરાયલના બે એરબેઝ અને ગુપ્તચર એજન્સીના મુખ્યાલય પર હુમલો કર્યો છે ઈરાની સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, આ હુમલા પાલમાચિમ એરબેઝ અને ઓવડા એરબેઝ પર કરવામાં આવ્યા હતા. આમાંથી એક એરબેઝ યાવને શહેર પાસે ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલું છે, રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શિન બેટ (ઈઝરાયલની ઇન્ટરનલ સિક્રેટ એજન્સી)ના મુખ્યાલયને પણ ડ્રોન હુમલામાં નિશાન બનાવવામાં આવ્યું હતું. જોકે, આ હુમલાઓથી કેટલું નુકસાન થયું છે તેની માહિતી હજુ સામે આવી નથી.

ઈઝરાયલના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 179 લોકો ઘાયલ થયા છે. મંત્રાલયના મતે યુદ્ધ શરૂ થયા ત્યારથી અત્યાર સુધીમાં કુલ 2,745 લોકો ઘાયલ થઈ ચૂક્યા છે આ ઉપરાંત મિડલ ઈસ્ટમાં ઇરાને અમેરિકાના 22થી વધુ સૈન્ય અડ્ડા અને એરબેઝ ઉપર હુમલા કર્યા અમેરિકા અને તેના સહયોગી ખાડી દેશોના સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ્સ અને ડ્રોનથી હુમલા ચાલુ છે, ઈરાની હુમલાઓમાં અમેરિકાના ઓછામાં ઓછા 11 સૈન્ય અડ્ડાઓને ભારે નુકશાન થયું છે.

ઈરાને સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન એરબેઝ, કુવૈતના અલી અલ સલેમ એરબેઝ અને કેમ્પ બ્યુહરિંગ બેઝ, બહેરીનમાં અમેરિકી નેવીની 5th ફ્લીટનું હેડક્વાર્ટર અને કતારમાં અલ ઉદૈદ એરબેઝને નિશાન બનાવ્યું હતું. અલ ઉદૈદ, મિડલ-ઈસ્ટમાં અમેરિકાનું સૌથી મોટું એરબેઝ છે. ત્યાર પછીના દિવસોમાં પણ અન્ય ઘણા સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા.અલ ઉદૈદ, અલી અલ સલેમ, અલ ધાફરા, કેમ્પ બ્યુહરિંગ અને બહેરીનમાં નેવીની 5th ફ્લીટના હેડક્વાર્ટર પર ઇરાને વારંવાર હુમલા કર્યા છે.

ઈરાને સાઉદી અરેબિયા, UAE અને જોર્ડનમાં તૈનાત THAAD સિસ્ટમને નિશાન બનાવી હતી રિપોર્ટ્સ મુજબ આ હુમલાઓમાં જોર્ડનના ‘મુવફ્ફાક સાલ્ટી એરબેઝ’ પર લાગેલા THAADનું રડાર સિસ્ટમ તબાહ થઈ ગયું. એક THAAD સિસ્ટમની કિંમત 22 હજાર કરોડ રૂપિયા સુધી હોય છે, જ્યારે THAADના રડાર સિસ્ટમની કિંમત 2700 કરોડ રૂપિયા સુધી હોય છે,ઉપરાંત અમેરિકાના 3 ફાઈટર જેટ્સ અને 11 MQ-9 રીપર ડ્રોન નષ્ટ થયા છે,આમ,ઇરાને અમેરિકાને મોટો આર્થિક ફટકો આપ્યો છે.

આમ હવે ઈરાને પણ અમેરિકા અને ઈઝરાયેલને વળતો જવાબ આપી તેઓને પણ વ્યાપક નુકશાન પહોચાડ્યું છે, હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો જળમાર્ગ બંધ કરી ઈરાને આખા વિશ્વને બાનમાં લીધું છે જોકે,પહેલા તો ટ્રમ્પ ખૂબ ઠેકડા મારતા હતા અને કહેતા હતા કે ‘ઇરાનની શુ ઔકાત કે માર્ગ રોકે હું ખોલાવી નાખીશ’ પણ હવે અમેરિકન નૌસેનાએ જ્યારે ટ્રમ્પને સમજાવ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો માર્ગ ખુલ્લો કરવો એટલો સરળ નથી કે જે તમે બોલી રહયા છો! જો તેવું કરવાનો પ્રયાસ પણ થાય તો તે ઘણું ભયાનક હશે! કારણ કે તે ટોટલ ઇરાનના નિયંત્રણમાં છે અને ગેસ-ક્રૂડ જવલનશીલ પદાર્થ ભરેલા જહાજો ઇરાનના રડાર ઉપર છે, આમ હવે અમેરિકાએ હાથ ઊંચા કરી દેતા વિશ્વ મહામંદી તરફ ધકેલાઈ જવાની ભીતિ ઉભી થઇ છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Houthis Saudi Blockade: હોર્મુઝ બાદ હવે બાબ-અલ-મંદેબ પર ખતરો! હૂથીઓની ધમકીથી વૈશ્વિક વેપાર પર મોટું જોખમ
  • July 22, 2026

Houthis Saudi Blockade: મધ્ય પૂર્વમાં પહેલેથી જ વધી રહેલા તણાવ વચ્ચે હવે વધુ એક ગંભીર ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. યમનમાં સક્રિય હૂથી બળવાખોર સંગઠને સાઉદી અરેબિયા સામે નૌકાબંધી…

Continue reading
Trump Generic Medicine Tariff: ટ્રમ્પનો 200% ટેરિફનો મોટો દાવ! ભારતીય જેનેરિક દવાઓ પર અમેરિકાની નવી નીતિથી ફાર્મા ઉદ્યોગમાં ચિંતા
  • July 22, 2026

Trump Generic Medicine Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની “અમેરિકા ફર્સ્ટ” વેપાર નીતિ હેઠળ એવો નિર્ણય જાહેર કર્યો છે, જેનો સૌથી મોટો ફટકો ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને લાગી શકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 1 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

  • July 31, 2026
  • 6 views
Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

  • July 31, 2026
  • 9 views
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

  • July 31, 2026
  • 10 views
Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

AI Surveillance India: AI સર્વેલન્સ પર દેશભરમાં વિવાદ, જંતર મંતર વિરોધ બાદ Facial Recognition Technology પર ઉઠ્યા સવાલ

  • July 31, 2026
  • 6 views
AI Surveillance India: AI સર્વેલન્સ પર દેશભરમાં વિવાદ, જંતર મંતર વિરોધ બાદ Facial Recognition Technology પર ઉઠ્યા સવાલ

India GDP Growth: ભારતની ગ્રોથ સ્ટોરી પર બ્રેક? GDP 6.6% સુધી ઘટવાની શક્યતા પાછળના 3 મોટા કારણો

  • July 31, 2026
  • 8 views
India GDP Growth: ભારતની ગ્રોથ સ્ટોરી પર બ્રેક? GDP 6.6% સુધી ઘટવાની શક્યતા પાછળના 3 મોટા કારણો