ભારત વિરુધ્ધ નિવેદનો આપનારા યુનુસને મોદી મળ્યા, PMની 56 ઇંચની છાતી ક્યાં ગઈ?, રાહુલનો સવાલ | Gujarat Congress Adhiveshan

  • રાહુલ ગાંધીએ અગ્નિવીર ભરતી મુદ્દે શું કહ્યુ?

Gujarat Congress Adhiveshan: અમદાવાદમાં કોંગ્રેસનું 64 વર્ષ બાદ બે દિવસીય અધિવેશન ચાલી રહ્યું છે. ગઈકાલે(8 એપ્રિલ) કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક 4 કલાક ચાલી હતી. આજે છેલ્લા દિવસે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પાર્ટીના કાર્યકરોને સંબોધિત કર્યા હતા. કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ ફરી એકવાર જાતિ વસ્તી ગણતરી અંગે અવાજ ઉઠાવ્યો છે. સાથે સાથે રાહુલે કહ્યું છે કે વકફ બિલ બંધારણ પર હુમલો છે. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનની શરૂઆત કરતા મહાત્મા ગાંધી અને સરદાર પટેલને યાદ કર્યા અને કહ્યું કે 100 વર્ષ પહેલા મહાત્મા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. સરદાર પટેલનો જન્મ 150 વર્ષ પહેલા થયો હતો. ગાંધીજી, સરદાર પટેલ કોંગ્રેસ પાર્ટીના પાયા છે.

રાહુલ ગાંધીએ પોતાના બાળપણનો એક કિસ્સો સંભળાવતા કહ્યું, ‘મેં એક વાર મારી દાદી ઇન્દિરા ગાંધીને એક પ્રશ્ન પૂછ્યો હતો કે તમારા મૃત્યુ પછી લોકો તમારા વિશે શું કહેશે?’ ઇન્દિરા ગાંધીએ જવાબ આપ્યો, રાહુલ, હું મારું કામ કરું છું. મારા મૃત્યુ પછી લોકો શું વિચારશે તે મને કોઈ ફરક પડતો નથી. મને ફક્ત મારા કામમાં રસ છે. મારા મૃત્યુ પછી ભલે આખી દુનિયા મને ભૂલી જાય, તે મને સ્વીકાર્ય છે. મને પણ આ જ લાગે છે.

રાહુલ ગાંધીએ ફરી જાતિગત વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો

રાહુલ ગાંધીએ કહ્યું કે અમે તેલંગાણામાં એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. અમે જાતિગત વસ્તી ગણતરી હાથ ધરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે થોડા મહિના પહેલા મેં સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પૂછ્યું હતું કે આપણે દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવી જોઈએ. હું જાણવા માંગતો હતો કે આ દેશમાં કોનો કેટલો હિસ્સો છે અને શું આ દેશ ખરેખર આદિવાસી, દલિત અને પછાત સમુદાયોનું સન્માન કરે છે? વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસે જાતિગત વસ્તી ગણતરી કરાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે કારણ કે તેઓ નથી ઇચ્છતા કે આ દેશમાં લઘુમતીઓને શું હિસ્સો મળે છે તે જાણી શકાય. મેં તેમને કહ્યું કે અમે તમારી સામે સંસદમાં જાતિ વસ્તી ગણતરી કાયદો પસાર કરીશું.

રાહુલ ગાંધીએ કહ્યું કે અમે લોકસભા અને રાજ્યસભામાં કાયદો પસાર કરીશું. જાતિગત વસ્તી ગણતરી કરવામાં આવશે. મને ખબર છે કે તેલંગાણાની સ્થિતિ દરેક રાજ્ય જેવી જ છે. તેલંગાણામાં 90 ટકા વસ્તી ઓબીસી, દલિત અને લઘુમતી છે. તેલંગાણામાં, તમને માલિકોની યાદીમાં, સીઈઓની યાદીમાં, વરિષ્ઠ મેનેજમેન્ટની યાદીમાં આ 90 ટકા લોકો જોવા નહીં મળે.

રાહુલે કહ્યું, તેલંગાણામાં બધા ગિગ વર્કર્સ દલિત, ઓબીસી અથવા આદિવાસી છે. તેલંગાણામાં જાતિ વસ્તી ગણતરીમાં એક નવું ઉદાહરણ સ્થાપિત થયું છે. આપણે ખરેખર તેલંગાણામાં વિકાસ કાર્ય કરી શકીએ છીએ. ત્યાં અમે તમને દરેક ક્ષેત્ર વિશે જણાવી શકીએ છીએ. મને ખુશી છે કે જાતિ વસ્તી ગણતરી પછી, અમારા મુખ્યમંત્રી અને ટીમે OBC અનામત વધારીને 42% કરી. જ્યારે દલિતો, ઓબીસી, લઘુમતીઓની ભાગીદારીની વાત આવે છે, ત્યારે ભાજપના લોકો ચૂપ થઈ જાય છે. અમે તેલંગાણામાં જે કર્યું છે, તે જ અમે આખા દેશમાં કરીશું. ભાજપે તેને રદ કરી દીધું છે.

રાહુલે અગ્નિવીરનો મુદ્દો ઉઠાવ્યો

અગ્નિવીરના મુદ્દા પર રાહુલે કહ્યું કે આજે સરકાર યુવાનોને કહે છે કે તમે યુદ્ધમાં શહીદ થશો,અને જો તમે અગ્નિવીર છો તો તમને શહીદનો દરજ્જો નહીં મળે કે પેન્શન પણ નહીં મળે.

તાજેતરમાં રાહુલ ગાંધીએ બાંગ્લાદેશના વચગાળાના સરકારના સલાહકાર મોહમ્મદ યુનુસ અને પીએમ મોદી વચ્ચેની મુલાકાત પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે બાંગ્લાદેશ ભારત વિરુદ્ધ નિવેદનો આપી રહ્યું છે. ભારતના વડા પ્રધાન ત્યાં નેતાને મળ્યા. તેના મોઢામાંથી એક પણ શબ્દ નીકળ્યો નહીં. તમારી 56 ઇંચની છાતી ક્યાં ગઈ?
સંજય મલ્હોત્રા: હું સંજય છું, પણ મહાભારતનો સંજય નહીં… MPC બેઠક પછી RBI ગવર્નર કેમ બોલ્યા?

રાહુલે ટ્રમ્પના ટેરિફ પર વાત કરી

અમેરિકન ટેરિફના મુદ્દા પર રાહુલે કહ્યું કે, પહેલા મોદી અમેરિકા ગયા હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પને ગળે લાગ્યા હતા. જો કે તેમ છતાં ટ્રમ્પે નવા ટેરિફ લાદ્યા. જો કે મોદીજી ચૂચાક ન કરી શક્યા. લોકોનું ધ્યાન ત્યાં ન જાય તે માટે સંસદમાં નાટકનું આયોજન કરવામાં આવ્યું. સત્ય એ છે કે આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે. કોરોના દરમિયાન મોદીજીએ થાળીઓ વગાડાવી હતી. ત્યારે હવે ક્યા છૂપાયા છે.

વકફ બીલ કાયદા વિરુધ્ધ પસાર કરાયું: રાહુલ

રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે તાજેતરમાં ભાજપે લોકસભામાં વકફ સુધારા બિલ પસાર કર્યું છે, જે તેમના મતે “ધર્મ સ્વતંત્રતા” અને બંધારણ પર હુમલો છે.

Related Posts

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ
  • April 29, 2025

China Restaurant Fire:  ચીનના લિયાઓનિંગમાં એક દુ:ખ દુર્ઘટના ઘટી છે. અહીં એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી 22 લોકોના મોત થયા છે. આગમાં ભયંકર રીતે 3 લોકો દાઝી ગયા છે. આગ લાગવાના…

Continue reading
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ
  • April 29, 2025

135 લોકોની જીવ લેનારી મોરબી(Morbi) પુલ દુર્ઘટનામાં આરોપીઓ છટક બારીઓ શોધી રહ્યા છે. જોકે તેમને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. મોરબી સેશન્સ કોર્ટમાં આરોપીઓએ તેમની સામે નોંધાયેલી આઈપીસી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 5 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 14 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 19 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 21 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 29 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 33 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના