
દિલીપ પટેલ
Gujarat Milk Bank: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે નવજાત શિશુઓ માટે મધર્સ મિલ્ક બેંક ઓગસ્ટ 2025થી શરૂ થઈ છે. રાજ્યમાં ભાવનગર, સુરત, વડોદરા, વલસાડ અને ગાંધીનગર ખાતે મિલ્ક બેંક છે. વધારાની 3 મિલ્ક બેંક ભાવનગર સરકારી મેડિકલ કોલેજ, જામનગર ગુરુ ગોવિંદ સિંહ સરકારી સિવિલ હોસ્પિટલ અને પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, રાજકોટને મંજૂરી આપવામાં આવી છે.
રાજ્યમાં 2024-25 સુધીમાં 20 હજાર બાળકોને દૂધ મેળવી શક્યા છે. 22 હજાર માતાઓ દૂધ આપી ચૂકી છે. એક વર્ષમાં સામાન્ય રીતે 5 હજાર માતા 5 હજાર લિટર દૂધ આપતી હોય છે.
બાળકોનો જન્મ – મોત
ગુજરાતમાં દર વર્ષે અંદાજે 13 લાખ બાળકોનો જન્મ થાય છે. 2021ના સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમના અહેવાલમાં જાહેર કર્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 70 હજાર નવજાત શિશુઓ મોતને ભેટ્યાં હતાં. દર મહિને સરેરાશ હજાર શિશુઓના મોત થઈ રહ્યાં છે. 2021માં ગુજરાતમાં 11,815 શિશુઓના મૃત્યુ થયા હતા. અમદાવાદમાં સૌથી વધુ 2608 બાળના મોત, સુરતમાં 1336, રાજકોટમાં 1185 અને વડોદરામાં 1073 બાળમૃત્યુ નોંધાયા હતા. શહેરોની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારમાં બાળ મૃત્યુદર 90 ટકા ઓછો છે.
જો આવા બાળકોમાંથી ઘણાં બાળકોને માતાનું ધાવણ સમયસર મળ્યું હોત તો તે બચી ગયા હોત.
પંપ દ્વારા દૂધ
માતાનું દૂધ લેવા માટે ઇલેક્ટ્રિક બ્રેસ્ટ પંપનો ઉપયોગ કરવામાં આવે છે. શારીરિક નુકસાન કે દર્દ થતું નથી. કોઈપણ સ્વસ્થ અને નિરોગી પ્રસૂતા માતા પોતાનું દૂધ દાન કરી શકે છે. દૂધ દાન પછી માતાના બાળકને દૂધની કમી નથી થતી. દૂધ દાનથી માતાઓને દૂધનો ભરાવો, પાક, અથવા રસી જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે.
વર્ષે 5 હજાર લીટર દૂધ
રાજ્યમાં વર્ષ 2024-25માં 5537 માતાઓએ 5,036 લીટર દૂધ આપ્યું હતું. બેંક દ્વારા 2092 લીટર દૂધ આપીને 7829 બાળકોને અપાયું છે. ધાવણનું દાન આપનારી માતાઓના કારણે ગુજરાતમાં અનેક બાળકો જીવીત રહી શક્યા છે. માતા મૃત્યુદર અને બાળમૃત્યુદરમાં સુધારો જોવા મળ્યો છે. આશા વર્કર બહેનોના કારણે આમ બન્યું છે.
દૂધની તપાસ
દૂધની શુદ્ધતા માટે બેક્ટેરિયા લોજીકલ ટેસ્ટિંગ કરવામાં આવે છે. માતાઓના તમામ તબીબી રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમનું દૂધ લેવાય છે. દૂધને પેશ્યરાઈઝ્ડ કરી તેનું રેપીડ કુલીંગ થયા બાદ મિલ્કનું સેમ્પલ માઈક્રો બાયોલોજી ડિપાર્ટમેન્ટમાં રિપોર્ટ માટે મોકલાય છે. ડીપ-ફ્રિજમાં 18થી 20 ડિગ્રી તાપમાને સ્ટોરેજ કરી છ મહિના સુધી સાચવી શકાય છે. સામાન્ય રીતે 125 MLની એક બોટલમાં ત્રણ માતાઓના દૂધને મિશ્ર કરાય છે. આ સંગ્રહિત અમૃત છ માસ ચાલે છે.
મહત્વ
નવજાત શિશુ માટે માતાનું દૂધ સર્વોત્તમ આહાર છે. પોષક તત્વો, એન્ટિબોડીઝ અને સંરક્ષણાત્મક ગુણધર્મો પૂરા પાડે છે. માતાને પૂરતું દૂધ ન આવતું હોય, તેઓ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હોય, અથવા સમય પહેલાં જન્મેલા અને ગંભીર સ્થિતિવાળા નવજાત શિશુ માટે માતાનું દૂધ મળી રહે તે માટે મધર મિલ્ક બેંક કામ કરશે. કુપોષણથી પીડાતા, ઓછા વજનવાળા (800 ગ્રામથી 1 કિલોગ્રામ), અને સ્તનપાન ન કરી શકતા બાળકો માટે માતાનું ધાવણ પૂરું પાડે છે. ધાવણ આવતું ન હોય અથવા જેમની માતા નથી.
માતાનું દૂધ બાળક માટે અમૃત સમાન છે. તે બાળકની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને શારીરિક-માનસિક વિકાસમાં મદદ કરે છે. જોકે, ઘણી માતાઓ ગંભીર બીમારી, ધાવણની ઉણપ, અથવા અન્ય કારણોસર પોતાના બાળકને સ્તનપાન કરાવી શકતી નથી. આવા બાળકોને અગાઉ પાવડર દૂધ આપવામાં આવતું, જે પોષણની દૃષ્ટિએ અપૂરતું હોય છે.
સ્તનપાન કરી શકતા નથી એવા બાળકો માટે ઉપયોગી છે. નિયોનેટલ ઇન્ટેસિવ કેર યુનિટ માંથી ઝડપથી રજા મેળવી શકે છે. માનવ દૂધ બેંક, સ્તન દૂધ બેંક અથવા લેક્ટેરિયમ એ એક સેવા છે જે સ્તનપાન કરાવતી માતાઓ દ્વારા દાનમાં આપવામાં આવેલા માનવ દૂધના નિર્ધારિત જથ્થાને એકત્રિત કરે છે, તેનું વિશ્લેષણ કરે છે, પ્રક્રિયા કરે છે, પેશ્ચયૂરાઇઝ કરે છે અને વિતરણ કરે છે.
પેશ્ચરાઇઝ્ડ દાતા
પેશ્ચરાઇઝ્ડ દાતાના સ્તન દૂધ એક અસરકારક આહાર છે. જૈવિક માતા સ્તનપાન કરાવવામાં અસમર્થ હોય ત્યારે પહેલો વિકલ્પ અન્ય સ્ત્રોતોમાંથી માનવ દૂધનો ઉપયોગ છે. દૂધ નિઃશુલ્ક રૂપે જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવે છે.
શિશુ મૃત્યુ દર ઘટાડવા માટે મદદ મળશે. મિલ્ક બેંક બાળકોનું જીવન બચાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. બાળકના જન્મ સમયે ગળથૂથી આપવાની પ્રથા છોડીને બાળકોના વિકાસ માટે માતાનું દૂધ આપવું જોઈએ. જેથી બાળકોનો યોગ્ય વિકાસ શક્ય બને. બાળક તંદુરસ્ત બને.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ
ઓગસ્ટ 2025માં શરૂ થયેલી અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરાયેલ આ મિલ્ક બેંકમાં નોંધણી માટે ક્લાઉડ આધારિત સોફ્ટવેર છે. દરેક લાભાર્થીને યુનિક આઈડી અપાશે. બેંકમાં માતાઓ માટે આઠ આધુનિક દૂધ એક્સપ્રેશન સ્ટેશન છે. જ્યાં એકત્રિત દૂધને ઓટોમેટિક પેસ્ટરાઈઝરથી સુરક્ષિત બનાવાય છે. દૂધ સંગ્રહ માટે 2 વર્ટિકલ અને 1 હોરિઝોન્ટલ ડીપ ફ્રીઝર છે, જેની કુલ સંગ્રહ ક્ષમતા 45 લિટર છે.
મિલ્ક બેંકના નિર્માણ માટે 80,000 અમેરિકન ડોલર દાનમાંથી બનાવવામાં આવી છે. દાન આપનાર બી.જે. મેડિકલ કૉલેજના એલ્યુમની એસોસિએશન છે. પંડ્યા ફેમિલી ફાઉન્ડેશન તેમજ વર્ષ 1974ની બેચના વિદ્યાર્થી, ડૉ. ગૌરાંગ પંડ્યાએ દાન માટે મહત્વનું કામ કર્યું હતું.
અમદાવાદની માતાના દૂધની બેંકમાં 10 સ્ટાફ નર્સ, 1 લેબ ટેકનિશિયન અને 2 બાળરોગ નિષ્ણાતોની 24×7 ટીમ કાર્યરત છે. વધુમાં, સ્વચ્છ બાથરૂમ, RO પાણી, સ્ટરીલાઈઝેશન, પ્રતીક્ષા કક્ષ અને મ્યુઝિક સિસ્ટમ છે.
આ પણ વાંચો:
Dudhsagar Dairy : દૂધસાગર ડેરીને અમૂલના ચેરમેને ડૂબાડી, આ રહયા અશોક ચૌધરીના સૌથી મોટા કૌભાંડો
Lucknow Gangrape: 14 વર્ષની કિશોરી પર 4 શખ્સોનો ગેંગરેપ, બેટી બચાવોના નારા વચ્ચે આ હાલ!
Gujarat: મોદીને ગુજરાતમાં પહેલાની જેમ ‘Surprise CM’ બદલવા કેટલું મુશ્કેલ?