અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન, મોદીના ગઢ ગુજરાતને જીતવું કોંગ્રેસને કેટલું મુશ્કેલ? | Ahmedabad

  • 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસે લોકોની નસ પારખીને અધિવેશન રાખ્યું
  • શું કોંગ્રેસ ગુજરાતમાં ભાજપને હરાવી શકશે?

Ahmedabad: ગુજરાતને જીતવા કોંગ્રેસ અત્યારથી જ મહેનત શરુ કરી છે. 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસે લોકોની નસ પારખીને અધિવેશન રાખ્યું છે. કારણે કોંગ્રેસને ખબર પડી ગઈ છે કે ભાજપને હરાવવી હશે તો મોદીનો ગઢ જીતવો પડશે. એટલે જ કોંગ્રેસની નજર હવે ગુજરાત પર છે. ગઈકાલે 8 એપ્રિલે સરદાર સ્મારકમાં CWCની બેઠક યોજાઈ હતી. ત્યારે આજે સાબરમતીના  કિનારે દેશભરના કોંગ્રેસીઓ પાર્ટીના એજન્ડા અને રણનીતી પર ચર્ચા કરાશે.

રાહુલ ગાંધીએ ગયા વર્ષે જુલાઈમાં લોકસભામાં કહ્યું હતું કે, ” લખીને લઈ લો આપને વિપક્ષ ઈન્ડિયા ગઠબંધન તમને ગુજરાતમાં હરાવવા જઈ રહ્યું છે.” આ વાક્યા પ્રહાર ત્યારે કર્યો હતો જ્યારે લોકસભામાં નરેન્દ્ર મોદી સરકારના વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી હતી. લોકસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીનું સંસદમાં આ પહેલું ભાષણ હતું. સંસદ સત્ર પછીના ગુજરાત પ્રવાસ દરમિયાન તેમણે આ જ વાતનું પુનરાવર્તન કર્યું હતું. આ પછી તેઓ બે વાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તે ફરી એકવાર અમદાવાદમાં છે. આ વખતે અહીં 64 વર્ષ બાદ અધિવેશનનું આયોજન કર્યું છે. અહીં કોંગ્રેસ લગભગ ત્રણ દાયકાથી ગુજરાતમાં સત્તાની બહાર છે. આ સત્રમાં, કોંગ્રેસ વધુ લડાઈ અને સંગઠનને મજબૂત બનાવવાની રણનીતિ પર ચર્ચા કરશે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે શું કોંગ્રેસ ગુજરાતમાં ભાજપને હરાવી શકશે, જેનો દાવો રાહુલ ગાંધીએ સંસદમાં કર્યો હતો.

ગુજરાતની પાંચ વિધાનસભામાં કોંગ્રેસનું પ્રદર્શન કેવું રહ્યું?

  • 2002: કોંગ્રેસે 51 બેઠકો જીતી હતી, પરંતુ ભાજપે 127 બેઠકો સાથે સરકાર રચી હતી.
  • 2007: કોંગ્રેસને 59 બેઠકો મળી, જ્યારે ભાજપે 117 બેઠકો સાથે સત્તા જાળવી રાખી.
  • 2012: કોંગ્રેસે 61 બેઠકો જીતી, પરંતુ ભાજપે 115 બેઠકો સાથે ફરી જીત મેળવી.
  • 2017: કોંગ્રેસનું શ્રેષ્ઠ પ્રદર્શન, 77 બેઠકો મળી, છતાં ભાજપે 99 બેઠકો સાથે સરકાર રચી.
  • 2022: કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન, માત્ર 17 બેઠકો મળી, જ્યારે ભાજપે 156 બેઠકો સાથે ઐતિહાસિક જીત મેળવી.

 30 વર્ષ સુધીના યુવાનોને ખબર નથી કે કોંગ્રેસ શું છે

કોંગ્રેસ સત્તાથી બહાર રહેવાનું પરિણામ એ છે કે રાજ્યમાં 30 વર્ષ સુધીના યુવાનોને ખબર નથી કે કોંગ્રેસ શું છે અને તેની સરકાર કેવી રીતે કાર્ય કરે છે. પણ એનો અર્થ એ નથી કે ગુજરાતમાં કોંગ્રેસ પાસે મત નથી. જો આપણે છેલ્લી પાંચ વિધાનસભા ચૂંટણીઓની વાત કરીએ તો, આપણને જાણવા મળે છે કે રાજ્યમાં કોંગ્રેસ પાસે લગભગ 30 ટકા મત છે. જો આપણે છેલ્લી પાંચ ચૂંટણીઓની વાત કરીએ તો, કોંગ્રેસનું શ્રેષ્ઠ પ્રદર્શન 2017 માં હતું. જ્યારે કોંગ્રેસને 182 સભ્યોની વિધાનસભામાં 41.44 ટકા મત અને 77 બેઠકો મળી હતી. કોંગ્રેસ અને ભાજપની બેઠકો અને મત હિસ્સામાં અનુક્રમે 22 બેઠકો અને લગભગ આઠ ટકાનો તફાવત હતો. આ સમયે રાજ્યમાં સ્પર્ધા ફક્ત બે પક્ષો, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હતી. આ પરિણામથી કોંગ્રેસનો આત્મવિશ્વાસ વધ્યો કે ભાજપને હરાવી શકાય છે.

આ પણ વાંચોઃ  અમદાવાદમાં પૈસાની લેતી-દેતી મામલે મિત્રો બાખડ્યા, ધારિયાથી હુમલો |Ahmedabad

આ પણ વાંચોઃ Navsari: નદીમાં 4 મહિલા સહિત 1 પુરુષ ડૂબ્યો, 2નાં મોત

આ પણ વાંચોઃ તાલલામાં ભાજપ શહેર પ્રમુખ સુનિલ ગંગદેવએ દારૂ પીને દંગલ કર્યું, અંતે ધરપકડ | Gir Somnath

આ પણ વાંચોઃ તાલાલામાં ભાજપ શહેર પ્રમુખ સુનિલ ગંગદેવએ દારૂ પીને દંગલ કર્યું, અંતે ધરપકડ | Gir Somnat

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 5 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 5 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 10 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 16 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 6 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 15 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!