Navsari River Five People Drowned: નવસારી જીલ્લાના ધારાગરીરી ગામ પાસેથી પસાર થતી પૂર્ણા નદીમાં નાહવા પડેલી 4 મહિલાઓ ડબી હતી. સાથે જ બચાવવા પડેલો એક યુવક પણ ડૂબી ગયો છે. આ ઘટનામાં ત્રણ મહિલાનો જીવ બચ્યો છે. જ્યારે એક ગર્ભવતી મહિલા અને તેના દિયરનું મોત થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્ણા નદીમાં ડૂબવાથી મોતને ભેટેલી આરતી શૈલેષ શેખલિયા(ઉ.વ. 22)ને ત્રણ મહિનાનો ગર્ભ હતો, જ્યારે તેના દિયર કલ્પેશ હસમુખ શેખલિયા(ઉ.વ.25)ના લગ્નને માત્ર 12 મહિના થયા હતા.
મહિલાઓ નદીએ કપડાં ધોવા ગઈ હતી
નવસારીની પૂર્ણા નદીમાં બનેલી આ ઘટના ધારાગીરી ગામ નજીક બની હતી. ચાર મહિલાઓ નદીના કિનારે કપડાં ધોવા ગઈ હતી. આ દરમિયાન એક મહિલા પાણીમાં ડૂબવા લાગી, જેને બચાવવા અન્ય ત્રણ મહિલાઓ પણ નદીમાં કૂદી પડી હતી. પરંતુ પાણીનો પ્રવાહ ઝડપી હોવાથી તેઓ પણ ડૂબી ગઈ હતી. આ ઘટના જોઈને એક મહિલાનો દિયર તેમને બચાવવા નદીમાં કૂદ્યો, પરંતુ તે પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો.
સ્થાનિક માછીમારો અને રહેવાસીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. હાલ 3 મહિલાઓને બચાવી લેવામાં આવી છે. પરંતુ એક મહિલાનું મોત નીપજ્યું છે. તેનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે બચાવવા કૂદેલો યુવક કલ્પેશ હસમુખ શેખલિયા પણ મોતને ભેટ્યો હોવાની માહિતી મળી છે.
આ ઘટના 8 એપ્રિલ, 2025ના રોજ બપોરે બની હતી. પૂર્ણા નદીમાં પાણીનું સ્તર સામાન્ય રીતે ઉનાળામાં ઓછું હોય છે, પરંતુ સ્થાનિક સૂત્રો અનુસાર, નદીના કેટલાક ભાગોમાં ઊંડાઈ અને પ્રવાહ અચાનક વધી જાય છે, જે આવી ઘટનાઓનું કારણ બની શકે છે. હાલ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.
Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ
August 5, 2025
મહારાષ્ટ્રના સોલાપુર શહેરમાં જયંતિ શોભાયાત્રા દરમિયાન DJ પર નાચતાં એક યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. મૃતકની ઓળખ 25 વર્ષીય અભિષેક બિરાજદાર તરીકે થઈ છે. આ ઘટના શહેરના ફૌજદાર ચાવડી પોલીસ…
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા
August 5, 2025
Gambhira Bridge Collapse: વડોદરા અને આણંદ જીલ્લાને જોડતાં ગંભીરા બ્રિજ પર બનેલી દુર્ઘટનાને 1 મહિનો થવા આવશે. ગત મહિને આ પુલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેમાં 20 લોકોના…