પ્રદૂષણના કારણે ગુજરાતમાં 4 લાખ લોકો અજાણતા મોતને ભેટે છે | Gujarat pollution

દિલીપ પટેલ 

Gujarat pollution people death: ભરૂચ જીલ્લામાં અંકલેશ્વર, પાનોલી, દહેજ, ઝઘડિયા, વાલિયા, વિલાયત, સાયખા,જંબુસર GIDC છે. SEZ અને PCPIR વિસ્તાર આવેલા છે. ભારતમાં નિકાસમાં ભરૂચ જિલ્લો પ્રથમ નંબર પર છે. આ વિસ્તારમાંથી સરકારને અઢળક કમાણી થઈ રહી છે. પણ પ્રજા પ્રદૂષણ નામના રાક્ષસથી ઘેરાઈ ગઈ છે અને મોતને ભેટી રહી છે. 1600 ઉદ્યોગો ભરૂચમાં 1600માંથી 88 ઉદ્યોગો અત્યંત જોખમી જાહેર કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં દર એક વર્ષે ઔદ્યોગિક પ્રદૂષણના કારણે લાખના મોત થાય છે.

મેજર એકસીડેન્ટ હેઝાર્ડ (એમ.એ.એચ) ની કેટેગરીમાં આવતા ઉદ્યોગો આસપાસ 71 ગામનાં લોકો વસવાટ કરે છે. 2021માં દહેજમાં અતિ પ્રદૂષણ ફેલાવતા 11 ડાઇઝ ઈન્ટર મિડિયેટને મંજૂરી આપી હતી. અત્યંત જોખમી ઉદ્યોગોનો આંક સદી વટાવી ગયો છે. ઔદ્યોગિક ગઢ એવા ભરૂચ જિલ્લાની અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ, વાગરા, ભરૂચના 88 ઉદ્યોગો પહેલાથી જ અતિ જોખમી જાહેર કરવામાં આવ્યાં હતા.

જે હવે 2025માં 100 થઈ ગયા છે.  મેજર એકસીડેન્ટ હેઝાર્ડ (MAH)ની કેટેગરીમાં આવતાં ઉદ્યોગો અંકલેશ્વરમાં સૌથી વધારે 46 છે. વાગરામાં 16 અને ઝઘડીયામાં 12 ઉદ્યોગોને અતિ જોખમીની કેટેગરીના છે. જિલ્લામાં ભરૂચ, અંકલેશ્વર, પાનોલી, ઝઘડીયા, વાગરા, દહેજ, પાલેજ, આમોદ, જંબુસર, વાલિયા, વિલાયત, સાયખામાં જીઆઇડીસી આવેલી છે. 71 ગામોના 35,000 લોકો કંપનીઓના પ્રદૂષણની અસર હેઠળ રહેલાં છે.  પ્રદૂષણ ફેલાવવાની પ્રવૃત્તિ બેરોકટોક થતી જોવા મળી રહી છે.

ગામો લોકોના આરોગ્ય પર જીઆઈડીસીના પ્રદૂષણની ઘેરી અસર

વાયુ, ઘન અને પ્રવાહી સ્વરૂપે ફેલાવાતું પ્રદુષણ હોઈ તેનાથી ઔદ્યોગિક વસાહતો નજીક રહેતા લોકોના આરોગ્ય માટે હાનિકારક સાબિત થાય છે.ઝઘડિયા જીઆઈડીસીમાં મોટા કદની ઔદ્યોગિક કંપનીઓના કારખાના છે. મોટા ભાગની કંપનીઓ કેમિકલ કંપનીઓ છે. કેમિકલ્સ અને રો મટિરિયલ ઝેરી કે નુકશાન કરે તેવા હોય છે. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારના ગામોના લોકોના આરોગ્ય પર જીઆઈડીસીના પ્રદૂષણની ઘેરી અસર પડી શકે તેમ હોવા છતાં ઉદ્યોગોના પ્રદુષણને અંકુશમાં રાખવા ઉભી કરાયેલી વ્યવસ્થાના અધિકારીઓ કે પદાધિકારીઓ તેમની ફરજમાં ઉણા ઉતરી રહ્યા છે. જીઆઈડીસીના ઉદ્યોગ સંચાલકો દ્વારા જીઆઈડીસી એસોસિએશન કંઈ કરતું નથી.અંકલેશ્વરની જીપીસીબી કચેરીના વિસ્તારમાં ઝઘડિયા જીઆઈડીસી માટે આંખ આડા કાન કરે છે.

પ્રદૂષણ પાણીથી ખેતીની જમીનને નુકશાન થાય છે પરંતું તેનાથી આ પાણી પીતા પશુઓ તેમજ અન્ય જળચર જીવોને પણ નુકશાન થાય છે.લોકોને શ્વસનતંત્રના રોગો થવાની પણ દહેશત રહેલી છે.ઝઘડિયા જીઆઇડીસીની ગુલશન પોલીમર લિમિટેડ કંપનીના એક કન્ટેનર રોડ પર ધોળાયું હતું. વેળામાં નજીકના ગામમાં કંપનીનું મટીરીયલ રોડ પર જ પડી ગયું હતું. મુખ્ય ઔદ્યોગિક વિસ્તારોમાં 3,000 ઔદ્યોગિક એકમ અને છ મુખ્ય સીઇટીપી આવેલા છે. બીઇએઆઇએલના પનોલી, અંક્લેશ્વર અને ઝઘડિયા ખાતે આવેલા ઔદ્યોગિક વિસ્તારોના સીઇટીપીના અંતિમ એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરીકે 786 એકમની જરૂરિયાત સંતોષે છે.ગ્રીન ઝોન માત્ર કાગળ પર જ દેખાડવામાં આવ્યો છે અત્રે ઔદ્યોગિક એકમો દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવતું નથી.  હવા ગુણવત્તા સૂચક આંક (AQI) 60 સુધી પહોંચી ગયો છે. લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે.

દહેજ અને સયખા જીઆઇડીસી વિસ્તારમાં પર્યાવરણ પર નિયંત્રણ અને મોનિટરિંગ કરવામાં આવે. લીક લાઈન 2020 સુધીમાં એનજીટીને રજુ કરાયેલ સંયુક્ત સમિતિના અહેવાલમાં ઝગડિયા-કંટીયાજાળ એફ્લુએન્ટ પાઈપલાઈનમાંથી લીકેજ થવાની 27 ઘટનાઓ પ્રકાશિત થઇ છે, જેના પગલે પાઇપલાઇન માર્ગની આજુબાજુ ગામનો વિસ્તાર પ્રદૂષિત થઈ રહ્યો છે, જેના માટે જીપીસીબીએ એનસીટી પર પર્યાવરણીય નુકશાન બદલ 10 લાખ દંડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે.  2020માં રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નર્મદા ક્લીન ટેક લિ. દ્વારા સંચાલિત ઝઘડિયા સીઇટીપીનું પ્રદૂષણ અટકાવવા ઉપાય કરવા યોગ્ય પગલા લેવા નિર્દેશ આપ્યો હતો. જીઆઈડીસી ઝગડિયા ૃમાં 72 કલાકની ક્ષમતા માટે ફાઇનલ એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ગાર્ડ તળાવના નિર્માણ સહિત સંમતિની શરતોનું પાલન એનીસીટીએ કરવાનું રહેશે. જીપીસીબી દ્વારા રૂપિયા 1 કરોડ ની બેંક ગેરંટી જપ્ત કરાશે. એફઇટીપી અને ગાર્ડ પોન્ડનું નિર્માણ નવેમ્બર 2021 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. એનજીટીના જૂન 2020ના આદેશ મુજબ એનસીટીએ એફ્લુએન્ટ પાઇપલાઇનનું હાઇડ્રો પરીક્ષણ કરવા, એફઇટીપી બનાવવાની અને સંમતિની શરતોમાં ઉલ્લેખિત ક્ષમતાના ગાર્ડ પોન્ડ સમય મર્યાદામાં બાંધવાની જરૂર હતી.ગુજરાતનું પ્રદૂષણનું ચિત્ર વિચિત્ર છે.

ગુજરાત રાજ્ય ઔદ્યોગિક રીતે ઘણો વિકાસ કરી રહેલો છે.

રાજ્યમાં 192 GIDC (Gujarat Industrial Development Corporation) આવેલી છે અને 7 જેટલા SEZ (Special Economic Zone) ચાલુ છે. 13 જિલ્લાઓમાં બીજી 21 ઔદ્યોગિક વસાહતો નવી સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે.ઔદ્યોગિક ઉત્પાદનમાં દેશભરમાં ગુજરાત 21% હિસ્સા સાથે પ્રથમ સ્થાને છે. દેશની કુલ નિકાસમાં 33%ના હિસ્સા સાથે ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ સ્થાને છે. 200 ઔદ્યોગિક વિસ્તારની આસના 3 હજાર ગામો અને 170 નાના કે મોટા શહેરો પ્રદૂષણની લપેટમાં છે. તેની 1 કરોડ પ્રજા પ્રદૂષણના કારણે આરોગ્ય, નવી પેઢી અને જીવ ગુમાવી રહી છે.ઔદ્યોગિક વિકાસમાં હેઝાર્ડસ વેસ્ટ ઉતપન્ન કરવામાં ગુજરાત રાજ્યનો હિસ્સો 34% છે. 42 લાખ મેટ્રિક ટન જોખમી કચરો ઉતપન્ન થાય છે.રાસાયણિક કચરાના ઉત્પાદનમાં દેશમાં પહેલા નંબર પર છે. વર્ષ 2021-22માં દેશમાં કુલ 1.23 કરોડ મેટ્રીક ટનથી વધુ હેઝાર્ડસ વેસ્ટ જનરેટ થયો હતો.

જેમાં 34 ટકા 42.02 લાખ મેટ્રીક ટન સાથે ગુજરાત અને 9.7 લાખ મેટ્રીક ટન સાથે ભરૂચ જિલ્લો પહેલા નંબરે રહ્યો હતા. હવે આ જોખમી કચરો 50 લાખ ટન થઈ ગયો હોવાનો અંદાજ છે. ભરૂચમાં 10 લાખ ટન કચરો માર્ચ 2025માં ફેંકવામાં આવી રહ્યો છે.ઔદ્યોગિક અને શહેરીકરણના કારણે તેની માઠી અસરો પર્યાવરણ ઉપર પડી રહી છે. ઔદ્યોગિકરણ અને શહેરીકરણની હરણફળ વચ્ચે હેઝાર્ડ્સ, બાયોમેડિકલ, અર્બન અને ઇ-વેસ્ટના નિકાલની સમસ્યા ઘેરી બની રહી છે. ચિંતાનો વિષય બન્યો છે.ઔદ્યોગિક હરણાળમાં દેશમાં નંબર વન રહેલું ગુજરાત રાસાયણિક કચરાના ઉત્પાદનમાં પણ દેશમાં પહેલા નંબરે આવતાં ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે.રાજ્યમાં જોખમી કચરા માટે ટ્રીટમેન્ટ, સ્ટોરેજ અને ડિસ્પોઝલ ફેસિલિટી TSDF (Common Hazardous Waste Treatment, Storage and Disposal Facilities) અંગેનો ડેટા પૂરો પાડતા કેન્દ્ર સરકારના અહેવાલમાં જણાવાયું છે કે, SLF સુરક્ષિત લેન્ડફ્સિ અને ઇન્સિનેરેટર્સ બંને સાથે 4 સંકલિત TSDF, માત્ર SLF સાથે 15 TSDF અને માત્ર incinerators સાથે 44 TSDF છે. જે ઉત્પાદિત થતા વેસ્ટ સામે ઓછી ક્ષમતાના છે.

ગુજરાતમાં હેઝાર્ડસ વેસ્ટ લાખ મેટ્રીક ટન
2019-20માં 24.85,
2020-21માં 31.93
2021-22માં 42.02,
2022-23માં 49.02,
2023-24માં 60.02,

2024-25માં 70.02 (અંદાજિત) જોખમી કચરો પેદા થાય છે. જોખમી રાસાયણિક કચરો ઉત્પન્ન કરવામાં પણ પહેલા નંબરે આવતા ચિંતાજનક જ સર્જાઈ છે. હેઝાર્ડસ વેસ્ટના ઢગલા ખડકાયા છે.2021-22માં ગુજરાત સરકારના શ્રમ અને રોજગારમંત્રાલયના ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી ઍન્ડ હૅલ્થના અહેવાલ પ્રમાણે દેશમાં મોટી હોનારતનું જોખમ ધરાવતી 1435 ફેકટરીઓમાંથી અડધાથી વધુ 570 ફેક્ટરીઓ ગુજરાત એકલામાં છે. જે હવે 2025 સુધીમાં વધીને 600 થઈ ગઈ છે.ગુજરાત અને મહારાષ્ટ્રમાં મળીને 900 છે. ગુજરાતમાં મોટી હોનારતનું જોખમ ધરાવતા કારખાના ભરૂચ, વડોદરા અને મોરબીમાં સૌથી વધારે છે.

જોખમી કારખાના
ભરુચમાં 98,
વડોદરામાં 82,
મોરબીમાં 61
કચ્છમાં 56,
અમદાવાદમાં 53,
વલસાડમાં 43,
સુરતમાં 34,
ગાંધીનગરમાં 31,
રાજકોટમાં 24,
ખેડામાં 15,
મહેસાણામાં 13,
બનાસકાંઠા, ગીર સોમનાથ, પાટણ, પોરબંદર, તાપી, સુરેન્દ્રનગર અને જૂનાગઢ જિલ્લામાં આવી એક-એક ફેકટરી છે.ભરૂચમાં કુલ 2,571 અને વડોદરામાં 4,115 ઔધોગિક એકમોની નોંધણી થયેલી છે. સૌથી વધુ અમદાવાદમાં 9,829 ફેકટરીઓની નોંધણી થયેલી છે.ગુજરાતની વડી અદાલતે 1995માં સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે, જીઆઈડીસીથી 500 મીટરનું અંતર છોડીને રહેણાકને મંજૂરી આપવી જોઈએ. પરંતુ તેનું ઉલ્લંઘન થઈ રહેલું છે. ઉદ્યોગોની એકદમ બાજુમાં રહેણાક ઇમારતો ઊભી કરી દેવાઈ છે. ઔદ્યોગિક નીતિ અને અદાલતના આદેશનો ભંગ ભાજપની સરકારે કર્યો છે.રાજ્યમાં ઔદ્યોગિક દુર્ઘટનામાં 3 વર્ષમાં 672 કામદારો મૃત્યું પામ્યા, જેમાં સૌથી વધુ કામદારો રસાયણો અને રાસાયણિક ઉત્પાદનોની ફેકટરીઓના હતા.CAGના અહેવામાં કહેવાયું હતું કે, 2019માં હવા પ્રદુષણથી દેશમાં 16.70 લાખ લોકોના મૃત્યુ થયા હતા. 2025માં તેમાં વધારો થઈને 25 લાખ લોકોના મોત થતાં હોવાની શંકા તે આંકડાઓના આધારે કહી શકાય. જેમાં 20 ટકા લેખે ગુજરાતમાં 4થી 5 લાખ લોકોના મોત થવાની ગણતરી મૂકી શકાય તેમ છે.

CAGએ ગુજરાત સરકાર અને GPCBની ટીકા કરી

CAGએ ગુજરાત સરકાર અને GPCBની ટીકા કરી હતી. GPCBમાં 223 જગ્યા નાબૂદ કરી દેવામાં આવી હતી. 2008થી 105 જગ્યા ખાલી છે. ખાલી પડેલી જગ્યામાં 17 ટકા જગ્યા પર્યાવરણ ઈજનેર અને વૈજ્ઞાનિકોની છે. ખરેખર તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં 3 હજાર પર્યાવણની ઈજનેરો હોવા જોઈએ.યુ.એન. ના આંકડા મુજબ વિશ્વમાં જે મોત થાય છે તેમાં દરેક 4 માણસોના મોતમાંથી 1 મોત પ્રદુષણથી થઈ રહ્યું છે.

30 હજારના મોત વિશ્વમાં પ્રદૂષણથી 90 લાખથી 1 કરોડ લોકોના અકાળે મોત થઈ રહયા છે. તેમાં ભારત બીજા નંબરે આવે છે. ગુજરાતમાં દરવર્ષે વાયુ પ્રદુષણથી 30,000 લોકો મૃત્યુ પામે છે. ગુજરાતમાં અમદાવાદ સહિતના ઘણાં શહેરો પ્રદુષણને લીધે રહેવા લાયક રહેલા નથી. વિશ્વના 50 હાઈરિસ્ક સ્થાનોમાં ગુજરાત સામેલ થઈ ગયું છે અને દરેકનું 5 વર્ષ સરેરાશ આયુષ્ય ઘટી ગયું છે.ગુજરાતની 20 નદીઓ એટલી પ્રદૂષિત થઈ ચૂકી છે કે, તેના પાણી પીવા તો શું તેનો પાક ખાવાલાયક નથી. માછલીઓ તેમાં મરી જાય છે. ગુજરાતની 200 નદીઓમાંથી 50 ટકા નદીઓનું નિકંદન નિકળી ગયું છે. નદી, તળાવો અને દરિયાઈ જીવસૃષ્ટિનું નિકંદન થઈ રહેલું છે. ઘણાં બધા વિસ્તારો માનવ જીવન માટે શ્વાસ લેવા લાયક રહેલા નથી.ઉદ્યોગોના કારણે ખેડૂતો, પશુપાલકો અને માછીમારોની રોજગારી મોટાપાયે છીનવાઈ રહેલી છે.

કેન્સર,  ફેફસાં અને ચામડીના રોગોનું પુષ્કળ પ્રમાણ

ગુજરાત રાજ્યના દરેક ગામડે કેન્સર, ફેફસાં અને ચામડીના રોગો પુષ્કળ પ્રમાણમાં વધી રહેલા છે. નાના બાળકો ઉપર પ્રદુષણની સૌથી વધુ આડઅસર થતી હોય છે. પ્રદુષણને કારણે ગુજરાતમાં હવે પછી લોકો લુલા, લંગડા, નપુંસક, નાદુરસ્ત, ઓછા વજનના, મંદબુદ્ધિ, અસ્થિર મગજના જન્મવાના છે, જેની શરૂઆત થઈ ગઈ છે.ઓછી ઉંમરના યુવાનો હાર્ટએટેક અને બ્રેઇન સ્ટ્રોકથી ટપોટપ મરી રહેલા છે.કાયદાઓને નેવે મૂકીને આડેધડ થઈ રહેલા ઉદ્યોગિકરણને લીધે સ્થાનિક લોકો તેમના ભવિષ્યને લઈને ગુજરાત ભયભીત થઈ છે.1 કરોડના રોકાણાં 1 માણસને રોજગારી મળે છે. જેની સામે હવા, પાણી અને જમીનના પ્રદૂણના કારણે હવે લોકો વધારે જીવ ગુમાવી રહ્યાં છે. 1 કરોડના રોકાણ સામે 1 હજાર લોકોનું આરોગ્ય જોખમાય છે.

ગુજરાતમાં NGT સ્થાપો

ગુજરાત રાજ્યમાં NGTની “ગુજરાત બેંચ” સ્થાપના થવી જોઈએ એ પર્વતમાન સમયની ખૂબ જરૂરી માંગ ઉઠી છે. રાજયના ગરીબ લોકોને ન્યાય મેળવવા માટે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી NGT માં જવાનું ઘણું જ ખર્ચાળ છે અને જેને કારણે લોકોને ન્યાયથી વંચિત રહેવું પડે છે. મહારાષ્ટ્રમાં NGTનો સંપર્ક થતો નથી અને લોકો ત્યાં સુધી જઈ શકતાં નથી. ગુજરાત રાજ્યમાં NGT ની સ્થાપના કરવી ઘણી જરૂરી છે.ઔદ્યોગિકરણને કારણે ગુજરાતના લોકો પર અન્યાય અને અત્યાચાર થઈ રહ્યાં છે. ઔદ્યોગિક પ્રદુષણ અને ઔદ્યોગિક અકસ્માતથી અન્યાય થઈ રહ્યો છે.લાખો લોકો અન્યાયનો ભોગ બની ગયા હોવાથી કાનૂની લડત સ્થાનિક ક્ષેત્રે લડીને ન્યાય મેળવી શકે તેવી વ્યવસ્થા સરકારે કરવી જરૂરી છે. ગુજરાત રાજ્યના લોકોએ ગુજરાત રાજ્યની બહાર મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી NGT (નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ)માં ન્યાય મેળવવા જવાનું હોવાને કારણે ગુજરાતના મોટાભાગના લોકો ત્યાં જઈ શકતા નથી અને લોકોને ન્યાયથી વંચિત રહેવું પડે છે અને લોકોને અવારનવાર ઘણો મોટો અન્યાય સહન કરવું પડે છે.ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણનું તથા જીવસૃષ્ટિ અને માનવ જીવનને ઔદ્યોગિક પ્રદુષણ અને ઔદ્યોગિક અકસ્માતોથી જે ગંભીર ખતરો ઉભો થયેલો છે.ગુજરાત રાજ્યનું રક્ષણ કરવું ખૂબ જરૂરી બની ગયું છે. ગુજરાત રાજ્યનો સમાન્યમાં સામાન્ય વ્યક્તિ NGT ન્યાય મેળવવા જઈ શકે અને ન્યાય મેળવી શકે તે માટે ગુજરાત રાજ્યમાં સમયની અત્યંત જરૂરી માંગ ઉભી થઇ છે.ગુજરાતમાં પર્યાવરણીય તકરારોમાં ન્યાય મેળવવા માટેના ખટલાઓને ગુજરાતમાં દરેક જિલ્લા સ્તરે સ્થાનિક અદાલતો બનાવવી પડે તેમ છે. ન્યાય મળે તે રાજ્ય સરકારની પણ ફરજ બને છે. લોકો, પર્યાવરણીય જીવસૃષ્ટિની સુરક્ષા માટે જરૂરી છે.

એનજીટી અદાલતો તુરંત સ્થાપવામાં આવે

આવનારી મહામુસીબત સામું કોઈપણ ગુજરાતીઓ આંખ આડા કાન કરી શકીએ તેમ નથી.ન્યાય માટે વાપી, સુરત, ભરૂચ, વડોદરા, મહેસાણા, અમદાવાદ, મોરબી, કોડીનાર અને મુંદરામાં એનજીટી અદાલતો તુરંત સ્થાપવામાં આવે. દરેક જિલ્લામાં વિનામૂલ્યે NGT હેલ્પ સેન્ટર ઉભા કરવામાં આવે. પર્યાવરણીય ખટલાઓ લાવવાની સત્તાઓ જિલ્લા કે સિવિલ અદાલતોને આપવામાં આવે. દરેક જિલ્લામાં જિલ્લા ટ્રીબ્યુનલની સ્થાપના કરવામાં આવે.આ અંગે ભરૂચના એકવોકેટ કમલેશ એસ. મઢીવાલાએ અગાઉ માંગણી કરી હતી.

 

આ પણ વાંચોઃ

કોંગ્રેસ અધિવેશનના હોર્ડિંગનો મુદ્દો હાલ ચર્ચામાં કેમ? જુઓ | Congress Adhiveshan

સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ એક્શનમાં | Salman Khan

ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સનો વેપાર!, 1800 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ | Drugs

ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સનો વેપાર!, 1800 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ | Drugs

‘મુર્શિદાબાદમાંથી 400 હિંદુઓ ઘરો છોડી ભાગ્યા’, વક્ફને લઈને હિંસા | West Bengal Violence

Jaat Box Office Collection Day 3: સની દેઓલ બોક્સ ઓફિસ પર ચમક્યો, ફિલ્મની કમાણીમાં સતત ત્રીજા દિવસે વધારો

 

 

 

 

 

Related Posts

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?
  • April 29, 2025

TATA company Dwarka devastation: દ્વારકામાં ટાટા કેમિકલ કંપનીનો કહેર વર્તાયો છે. કંપનીનું ગંદુ પાણી છોડતાં 12થી 13 ગામોની જમીન બગડી ગઈ છે. કૂવાના પાણી ખારા થઈ ગયા છે. જેથી અહીં…

Continue reading
Ahmedabad: ચંડોળામાં વર્ષો પછી કેમ દેખાયું સરકારને દબાણ?
  • April 29, 2025

Ahmedabad: અમદાવાદમાં દબાણો હટાવવાનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. આજ સવારથી અમદાવાદના ચંડોળા વિસ્તારમાં અત્યાર સુધીનું સૌથી મોટું દબાણ હટાવવાનું કામ થઈ રહ્યું છે. બીજી બાજુ દબાણો હટાવવાની કામગીરીનો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 5 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 14 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 19 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 21 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 29 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 33 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના