Gujarat ના મંદિરોની સુરક્ષામાં વધારો, સોમનાથ અને દ્વારકા દરિયાકિનારે હાઇ એલર્ટ

  • Gujarat
  • April 23, 2025
  • 2 Comments

Gujarat security: જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ વિસ્તારના( એપ્રિલ 22, 2025)  અનંતનાગ જિલ્લામાં બૈસરન ખીણમાં થયેલા હુમલાએ સૌ કોઈને હચમચાવી મૂક્યા છે. 30 જેટલા પ્રવાસીઓને   6  આતંકીઓએ ગોળીઓથી વિધી નાખ્યા છે. ઘટનાસ્થળે ભારે કોલાહાલ મચી ગયો હતો. મોટા ભાગે આ હુમલામાં પુરુષને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. કોઈ પુત્ર તો કોઈએ પતિ ગુમાવ્યા છે. ઘટનાસ્થળે મહિલાઓનું રોકકળ સૌ કોઈને હચમચાવી દીધું છે.  આ 30 મૃતકો પૈકી 3 ગુજરાતના હોવાનું સામે આવ્યું છે. જેમાં એક સુરત અને બે ભાવનગરના  છે. જેથી પરિવારોમાં ભારે આક્રંદ છે.  હુમલાખોર આતંકવાદીઓએ પ્રવાસીઓના જૂથ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

આ ઘટના બાદ દેશભરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુજરાત પણ આ ઘટનાને લઈ સતર્ક બન્યું છે. કોઈ અનઈચ્છનીય બનાવ ન મને તે માટે મંદિરની સુરક્ષામાં વધારો કરી દીધો છે. અમદાવાદ, દ્વારકા, અંબાજી, પાવગઢ, સોમનાથને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સોમનાથ અને દ્વારકા દરિયાકિનારે આવેલા હોવાથી ત્યાં હાઇ એલર્ટ આપી દેવાયું છે. રેલવે સ્ટેશનો અને એરપોર્ટ ક્ષેત્રોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.

ગુજરાતમાં હવે શંકાસ્પદ લોકો પર સુરક્ષાકર્મીઓ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લો પાકિસ્તાનની સરહદને સ્પર્શે છે. બનાસકાંઠા ગુજરાતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલો છે અને તેની પશ્ચિમી સરહદ પાકિસ્તાનના સિંધ પ્રાંત સાથે જોડાયેલી છે. જેથી અહીં ચાંપતો બંદોબસ્ત કરાયો છે. બીજી બાજુ આજ જીલ્લામાં લોકોની આસ્થાનું કેન્દ્ર અંબાજીનું મંદિર આવેલું છે. અંબાજી મંદિરે એસઓજીની ટીમ અને સ્નાઇપરને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે.

બીજી પહેલગામમાં થયેલા હુમલામાં સીધી રીતે સુરક્ષાકર્મીઓની ચૂક છે. આ ઘટનામાં ગૃહમંત્રી અમિત શાહના સુરક્ષાકર્મીઓએ બેદરકારી દાખવી છે. કારણ કે અહીં સુરક્ષા કરવાની સીધી જવાબદારી કેન્દ્ર સરકારને છે.

 

આ પણ વાંચોઃ

Pahalgam Attack: 3 આતંકીઓના સ્કેચ જાહેર, ધાર્મિક ઓળખ પૂછ્યા બાદ પ્રવાસીઓ પર ફાયરિંગ

Pahalgam Terrorist Attack: હુમલાનું આયોજન માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ 2 મહિનાથી કરી રહ્યો હતો!

Pahalgam Attack: ખતરારુપ વિસ્તારમાં સુરક્ષા કેમ ન હતી?, લોકોના મોત માટે કોણ જવાબદાર?

Pahalgam Attack: હુમલા બાદ સેનાએ HAL ધ્રુવ હેલિકોપ્ટરની ફોજ ઉતારી, આતંકીઓને શોધી કાઢવા ઓપરેશન

Ahmedabad: સરકાર આસારામના 3 આશ્રમ કેમ ખાલી કરાવી રહી છે?, શું છે આયોજન!

 

 

Related Posts

Ahmedabad માં સૌથી મોટું દબાણ હટાવવાનું કામ ચાલુ, મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો
  • April 29, 2025

Ahmedabad: અમદાવાદમાં દબાણો હટાવવાનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. આજ સવારથી અમદાવાદના ચંડોળા વિસ્તારમાં અત્યાર સુધીનું સૌથી મોટું દબાણ હટાવવાનું કામ થઈ રહ્યું છે. દબાણો હટાવવાની કામગીરીનો ભારે વિરોધ…

Continue reading
Chhota Udepur: 30 હજાર લોકોને સરકારે બેકાર બનાવી દીધા, લોકોની શું માંગ?
  • April 29, 2025

દિલીપ પટેલ છોટા ઉદેપુરમાં જંગલો અને પથ્થરોથી ઘેરાયેલો વિસ્તાર હોવાથી ખેતી પણ થઈ શકતી નથી. કુદરતે સફેદ પથ્થરોની ખાણો આપી છે. સફેદ સોનું ગણાતા પથ્થરો છે. અહીં 69 ડોલોમાઇટ ખાણો…

Continue reading

One thought on “Gujarat ના મંદિરોની સુરક્ષામાં વધારો, સોમનાથ અને દ્વારકા દરિયાકિનારે હાઇ એલર્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad માં સૌથી મોટું દબાણ હટાવવાનું કામ ચાલુ, મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો

  • April 29, 2025
  • 7 views
Ahmedabad માં સૌથી મોટું દબાણ હટાવવાનું કામ ચાલુ, મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો

Chhota Udepur: 30 હજાર લોકોને સરકારે બેકાર બનાવી દીધા, લોકોની શું માંગ?

  • April 29, 2025
  • 9 views
Chhota Udepur: 30 હજાર લોકોને સરકારે બેકાર બનાવી દીધા, લોકોની શું માંગ?

Cyber ​​Attack: રાજસ્થાનની સરકારી વેબસાઇટને પાકિસ્તાને હેક કર્યાના આરોપ, શું લખ્યું!

  • April 29, 2025
  • 10 views
Cyber ​​Attack: રાજસ્થાનની સરકારી વેબસાઇટને પાકિસ્તાને હેક કર્યાના આરોપ, શું લખ્યું!

Pahalgam Attack: પહેલગામ હુમલાનો સૌથી ખતરનાક વિડિયો સામે આવ્યો

  • April 28, 2025
  • 22 views
Pahalgam Attack: પહેલગામ હુમલાનો સૌથી ખતરનાક વિડિયો સામે આવ્યો

Gujarat: ‘સાધુ-સંતોએ સરહદ પર જવું પડે તે પહેલા સરકાર જાગે’

  • April 28, 2025
  • 19 views
Gujarat: ‘સાધુ-સંતોએ સરહદ પર જવું પડે તે પહેલા સરકાર જાગે’

ભારતે પાકિસ્તાનની કઈ YOUTUBE ચેનલો પર પ્રતિબંધ મૂક્યો? યાદી જુઓ

  • April 28, 2025
  • 29 views
ભારતે પાકિસ્તાનની કઈ YOUTUBE ચેનલો પર પ્રતિબંધ મૂક્યો? યાદી જુઓ