Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Update: રાજ્યમાં બે દિવસની વરસાદી માહોલ જામ્યો છે. કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધડબટાડી બોલાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે.

ગુજરાતમાં વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે. બીજી તરફ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા અને આણંદમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.

આગામી 24 કલાક ભારે વરસાદની ચેતવણી

ભરૂચમાં ગઈ રાત્રે વરસાદે જોર પકડ્યું હતું, જેમાં કોરા પાચકડા જેવા ગામોમાં વરસાદી પાણી શેરીઓમાં વહેતું જોવા મળ્યું. આ ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જ છવાયો છે. બીજી બાજુ, છેલ્લા બે દિવસથી રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ ચાલુ છે. આગામી 24 કલાકમાં હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વડોદરાના ડભોઈમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ છોટાઉદેપુરના સંખેડામાં 5 ઈંચ, સુરતના ઉમરપાડામાં અને વલસાડના ઉમરગામમાં સાડા 3 ઈંચ, ભાવનગરના સિહોર અને બનાસકાંઠાના પાલનપુરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ વર્ષે ચોમાસું ગુજરાતમાં 12 દિવસ વહેલું આવ્યું

નોંધનીય છે કે, આ વર્ષે ચોમાસું ગુજરાતમાં 12 દિવસ વહેલું આવ્યું છે. સામાન્ય રીતે 7 જૂનની આસપાસ શરૂ થતું ચોમાસું આ વખતે 25 મેના રોજ જ પહોંચી ગયું હતું, જેના કારણે વરસાદની ગતિવિધિઓમાં વધારો થયો છે.

આ પણ વાંચો:

Ahmedabad plane crash: જાણઓ કેવી રીતે તૈયાર થાય છે DNA રિપોર્ટ?

Ahmedabad Plane Crash: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું DNA થયું મેચ, હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત

Kadi Assembly By-Election: AAPના કેટલાક કાર્યકરો પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાયા!

Kadi Assembly By-Election: AAPના કેટલાક કાર્યકરો પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાયા!

Ahmedabad Plane Crash: પીડિતો પાસેથી પૈસા પડાવવા લેભાગુ તત્વો સક્રિય, હોસ્પિટલે આપી ચેતવણી

Ahmedabad plane crash: ‘મેડિકલ વિદ્યાર્થીના મોતના આંકડા અંગે અફવા’, ડૉક્ટર એસોસિએશનની સ્પષ્ટતા

Ahmedabad Plane Crash: બોટાદના મૃતક હાર્દિકભાઈનો મૃતદેહ વતન પહોંચ્યો, પરિવારમાં આક્રંદ

Ahmedabad Plane Crash: અત્યાર સુધી કુલ 31 મૃતકોનાં DNA સેમ્પલ થયા મેચ, 12 મૃતદેહ પરિવારજનો સોંપાયા

  • Related Posts

    Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’
    • October 27, 2025

    Gujarat Cyclone Forecast: ગુજરાતમાં એક વરસાદી માહોલ તો બીજી તરફ હવે ગુજરાતના દરિયાકાંઠાના તટ વિસ્તારમાં ચક્રવાતની શક્યતાને લઈને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવતા તંત્ર સાબદુ બન્યું…

    Continue reading
    LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?
    • October 27, 2025

    LIC Exposure to Adani: ભારતીય વ્યવસાય જગતના અબજોપતિ ગૌતમ અદાણીને “નસીબદાર” કહીને એક વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટે રાજકીય વિવાદને નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે. આ પોસ્ટમાં 68 વર્ષ પહેલાંના પ્રખ્યાત ‘મુન્ધરા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

    • October 27, 2025
    • 1 views
    Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

    LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

    • October 27, 2025
    • 17 views
    LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

     SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

    • October 27, 2025
    • 14 views
     SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

    BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

    • October 27, 2025
    • 3 views
    BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

    Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

    • October 27, 2025
    • 20 views
    Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

    Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

    • October 27, 2025
    • 22 views
    Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો