
Anand Copy case: આણંદ જીલ્લામાં મોટી મોટી કોલેજો અને શાળાઓ આવેલી છે. અહીં દેશ,વિદેશ સહિત રાજ્યના ખૂણેથી વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે. ત્યારે અહીંની શૈક્ષણિક સંસ્થાઓ વારંવાર વિવાદોમાં આવતી રહે છે. એવામાં જીલ્લાના કરમસદમાં આવેલી સરદાર પટેલ હાઈસ્કૂલમાંથી કોપી કેસની ફરિયાદ ઉઠતાં ધો.10,12 બોર્ડનું પરિક્ષા કેન્દ્ર જ રદ કરી દેવામાં આવ્યું છે. જેથી હવે અન્ય સ્થળ પરિક્ષા લેવાઈ તેવી સ્થિતિ સર્જાઈ છે.
આણંદ જીલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષા અંગે તમામ તૈયારીઓ આટોપી લેવાઈ છે. ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે અને રાજ્ય શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરીયાએ કલેક્ટર પ્રવિણકુમાર ચૌધરી સાથે વિડિયો કન્ફરન્સ દ્વારા બેઠક ચર્ચા કરાઈ હતી.
જેમાં ગત વર્ષે કરમસદ સરદાર પટેલ હાઇસ્કૂલમાં માસ કોપીનું કારસ્તાન ઝડપાયું હોવાથી આ વખતે કરમસદ કેન્દ્ર રદ કરવામાં આવ્યું છે. તેની જગ્યાએ અન્ય સ્કૂલમાં પરીક્ષા લેવા માટે આયોજન ગોઠવવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Delhi New CM: બે વખત વિધાનસભા ચૂંટણી હારી જનાર રેખા ગુપ્તા આખરે દિલ્હીના CM પદના લેશે શપથ
આ પણ વાંચોઃ Gujarat Budget 2025: નાણામંત્રી કનું દેસાઈ રજૂ કરશે બજેટ, નવા જંત્રી દરનું શું થશે?