
Pregnancy Test In Dhanera: ગુજરાતમાં ગર્ભપરિક્ષણ કરવું તે ગુનો છે. તેમાં કડકમાં કડક સજા થાય થાય છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરા તાલુકામાંથી એક ખાનગી હોસ્પિટલમાં ગર્ભપરિક્ષણ થતું હોવાનું બહાર આવતાં હડકંપ મચી ગયો છે. હોસ્પિટલના આ કારસ્તાનનો પર્દાફાશ એક જાગૃત નાગરિકે સ્ટિંગ ઓપરેશન કરી કર્યો હતો. જેથી હોસ્પિટલ સામે તાલુકા હેલ્થ ઓફિસરે(THO) તપાસ હાથ ધરી છે.
ગર્ભ નિરીક્ષણના 45 હજાર લીધા: આક્ષેપ
ધાનેરા તાલુકામાં આવેલી શુભદેવ મંગલ હોસ્પિટલમાં ગર્ભપરીક્ષણ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. શુભદેવ મંગલ હોસ્પિટલ સામે એક મહિલાએ આક્ષેપ કર્યો છે કે ડોક્ટરે ગર્ભનિરીક્ષણના 45 હજાર લીધા હતા. હોસ્પિટલમાં હાજર નસિંગ સ્ટાફે નિરીક્ષણ કર્યાનો પણ આક્ષેપ કર્યો છે. તેમજ નિરીક્ષણ બાદ પુત્ર હોવાનું જણાવી પાર્ટી આપવાનું કહ્યું હતું.
જાગૃત નાગરિકે સ્ટિંગ કર્યું
સમગ્ર મામલો એક જાગૃત નાગરિકે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. હાલ સોનોગ્રાફીનું મશીન સીલ કરી THO દ્વારા હોસ્પિટલ તંત્ર સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ પણ વાંચોઃ રાજકોટ: મહિલા દર્દીઓની તપાસના વિડિયો યુટ્યુબ પર અપ્લોડ કરતાં તપાસના આદેશ, જીલ્લાની હોસ્પિટલો પર તવાઈ
આ પણ વાંચોઃ Murder: કર્ણાટકમાં ઘરના મોભીએ પરિવારના 3 લોકોને ઝેર આપી મારી નાખ્યા, પોતે પણ કર્યો આપઘાત







