
અહેવાલ: દિલીપ પટેલ
Gujarat Traffic: ગુજરાતમાં 2023ના વર્ષમાં 16 હજાર 349 માર્ગ અકસ્માત થયા હતા. તેમાંથી 7 હજાર 854 વ્યક્તિના મૃત્યુ થયા હતા. 90 ટકા અકસ્માતો એટલે કે 14 હજાર 718માં વાહનની વધુ પડતી ઝડપ જવાબદાર જણાઈ હતી. તેમ કેન્દ્રના વાહનવ્યવહાર વિભાગે અહેવાલ જાહેર કર્યો છે. વાહન કાયદાની કલમ 183 ઓવરસ્પીડિંગ – નિયત ગતિ મર્યાદા કરતા વધુ ઝડપથી વાહન ચલાવવા માટે LMV માટે 1000 રૂ. દંડ અને MPV માટે 2000 રૂ. દંડ થાય છે. જે ખરેખર 10 ગણો કરવાની જરૂર છે. રેસથી વાહન ચલાવનારાને રૂ. 5 હજારનો દંડ થાય છે.
અમદાવાદમાં એક વર્ષમાં 1 લાખ વાહન ચાલકો દંડાયા
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદ શહેરમાં 2025ના 6 મહિનામાં 50 હજાર વાહનચાલકો જરૂરી દસ્તાવેજો સાથે રાખતા ન હોવાથી દંડાયા છે. એક વર્ષમાં 1 લાખ વાહન ચાલકો દંડાયા હોવાનું માનવામાં આવે છે. રૂ. 10 કરોડ દંડ માટે તેમને ઇ-ચલણ થકી દંડ ફટકારવામાં આવતો નથી.
દસ્તાવેજ વગરના 50 હજાર વાહનચાલકો પકડાયા
ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી બુક, ઇન્સ્યોરન્સ અને પીયુસી વગર વાહન લઇને નીકળતા પકડાયા છે. દસ્તાવેજ ન રાખતા વાહનચાલકોને પોલીસે 2.50 કરોડનો દંડ કર્યો છે. જેમાં 10 હજાર લોકોના વાહનનો વીમો ન હોવાથી 2 કરોડ 11 લાખનો દંડ થયો છે. શહેર ટ્રાફિક પોલીસે ચાલુ વર્ષે 6 માસમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી બુક, ઇન્સ્યોરન્સ અને પીયુસી વગર ફરતા 50 હજાર વાહનચાલકોને ઝડપી પાડ્યા છે. પોલીસે રૂ. 5 કરોડ દંડ ફટકાર્યો છે.
વાહન ચાલકોને કેટલો દંડ થાય છે?
ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય તો રૂ. 2,000 થી રૂ. 3,000 સુધીનો દંડ થાય છે. વાહનનો વીમો ન હોય તો પહેલી વાર પકડાતા રૂ. 2,000 અને બીજી વાર પકડાતા રૂ. 4,000 સુધી દંડ ભરવો પડે છે. વાહન સીઝ થઈ શકે છે.
શહેરમાં ટ્રાફિક જામ અને અકસ્માત માટે જવાબદાર કોણ?
શહેરમાં ટ્રાફિક જામ અને અકસ્માતની સમસ્યા વકરી છે. વાહન ચાલકોમાં સિવીક સેન્સનો અભાવ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમજ તેમાં અમદાવાદ મહાનગરના મેયર અને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા રોડ રસ્તાની કામગીરીમાં અનેક ભૂલો છે. ક્યાંક ફોલ્ટી ડિઝાઇન, ગેરકાયદે કટ જેવા કારણો આ સમસ્યા પાછળ જવાબદાર છે.
નિયમનો ભંગ કરતા આટલા લોકો ઝડપાયા
6 મહિનામાં 20 હજાર વાહન ચલાવતા લોકો ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા ઝડપાયા છે. પહેલી વખત પકડાય તો રૂ. 500 અને બીજીવાર પકડાતા રૂ. 1,000 દંડ થઈ શકે છે.
12 હજાર લોકો ગાડીમાં ડાર્ક ફિલ્મ રાખતા 68 લાખનો દંડ થયો છે.
વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતાં હોય એવા 10 હજાર વાહન ચાલકોને પકડીને રૂ.50 લાખનો દંડ કર્યો છે.
2025ના 6 મહિનામાં 14 લાખ લોકોને હેલ્મેટ ન પહેરવા બદલ ઝડપી પાડી 73 કરોડનો દંડ કર્યો છે. હેલ્મેટ ન પહેરી હોય તો રૂ. 500નો દંડ થાય છે.
ટ્રાફિક સિગ્નલના ભંગ, રેડ લાઇટ અને ઝેબ્રા સ્ટોપ લાઇનનો ભંગ કરનારા 20 હજાર લોકોને ઝડપી પાડી 13 કરોડનો દંડ આપવામાં આવ્યો છે.
ઓવરસ્પીડિંગ માટે રૂ. 1,500 થી રૂ. 4,000 સુધીનો દંડ થાય છે. વારંવાર ભંગ કરવાથી લાયસન્સ સસ્પેન્ડ પણ થઈ શકે છે. સિગ્નલ જંપ કરવા માટે રૂ. 1,000 થી રૂ. 5,000 સુધી દંડ અને ક્યારેક જેલ પણ થઈ શકે છે.
14 હજાર લોકો વાહનની નંબર પ્લેટ ન રાખવા બદલ ઝડપાયા છે. 40 હજાર લોકો સીટબેલ્ટ પહેર્યા વગર કાર હંકારતા હોવાથી રૂ. 1 કરોડ 97 લાખનો દંડ થયો છે. સીટબેલ્ટ ન પહેરે તો આગળ બેઠેલા બન્નેને રૂ. 500નો દંડ થાય છે.
બાઈક પર ત્રણ સવારી માટે રૂ. 100 થી રૂ. 1,000 સુધીનો દંડ, PUC – પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર ન હોય તો રૂ. 1,000 થી રૂ. 3,000 સુધી દંડ છે.
નાબાલિગ વાહન ચલાવે તો રૂ. 25,000 દંડ અને 3 વર્ષની સજા અને વાહનનું RC રદ થાય છે.
ખતરનાક ડ્રાઈવિંગ / રેસિંગ: રૂ. 5,000 થી રૂ. 10,000 સુધી દંડ, લાયસન્સ જપ્ત થઈ શકે, એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડને રસ્તો ન આપો તો રૂ. 1,000 દંડ થાય છે.
અમદાવાદમાં રોંગ સાઇડ
નારોલ સર્કલ, ગોતા બ્રિજ, સિટી સેન્ટરથી જીવરાજ ટાવર, વસ્ત્રાલ રિંગ રોડ, વિક્ટોરિયા ગાર્ડન, વીજળી ઘર, સરખેજ ઢાળ, વિશાલા સર્કલ, નહેરૂબ્રિજ બીટ વિસ્તાર, ગીતામંદિર ચાર રસ્તા, કાગડાપીઠ ટી ગેલેક્સી ચાર રસ્તા, નરોડા પાટિયા સર્કલ, ઈસરો ઢાળ, પ્રભાત ચોક, ઉમિયા હોલ ત્રણ રસ્તા, એઈસી, હેલ્મેટ ચાર રસ્તા, ઇસ્કોન, પકવાન, સાણંદ સર્કલ, અખબારનગર, ખોડિયાનગર મંદિર ચાર રસ્તા. અજીતમિલ,ગરીબ નગર, રખિયાલ, રામબાગથી ઈસનપુર ચાર રસ્તા પર લોકો વધુ રોંગસાઇડમાં વાહન ચલાવીને ટ્રાફિકના નિયમનો ઉલ્લંઘન કરે છે.
રોંગ સાઇડથી આવતાં વાહન ચાલકને દંડ ફટકારવાની સાથે એફઆઆઇ પણ નોંધશે
23 દિવસમાં રૂ 13.21 કરોડ દંડ ફટકાર્યો. તો ચાલુ વર્ષ 2025 ના અઢી મહિના માં 6.84 લાખ કેસ કરી રૂપિયા 45 કરોડ નો દંડ ફટકાર્યો છે.આ ડ્રાઇવ સૌથી વધુ હેલ્મેટ અને રોંગ સાઇડ આવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. એટલું જ નહીં ચાલુ વર્ષ 2025 ના અઢી મહિનામાં 6.84 લાખ વાહન ચાલકો કેસ કરી તેની સામે 45 કરોડ દંડ ફટકારવામાં આવ્યો હતો.
ઈજા
ઘુંટણની ઇજા અને ખભાના ડિસલોકેસન 15-45 વર્ષના વય જૂથમાં વધુ થાય છે, જ્યારે કે ખભાની માંસપેશી અને સોફ્ટ-ટિશ્યુની ઇજાઓ 35-65 વર્ષના વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે.
2024માં દંડ
અમદાવાદમાં 2024માં રૂ. 100 કરોડનો દંડ કરાયો હતો. જંકશન પર કેમેરા લગાવવામાં આવ્યા છે, 2023માં 3.86 લાખ વાહનચાલકોને રૂ. 25.96 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે જાન્યુઆરી 2024થી નવેમ્બર 2024 સુધી એટલે કે 11 મહિનામાં 15 લાખથી વધુ (300%) વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.
2022-23
વર્ષ 2022-23માં ગુજરાતમાં રોજ રૂ. 19.56 લાખનો દંડ ભરતા હતા. 2022-23માં 1.23 લાખ કેસ સાથે 71.42 કરોડની રકમ
2020-21
વર્ષ 2020-21ના અરસામાં 1.05 લાખ કિસ્સામાં માંડવાળ પેટે 47.58 કરોડ દંડ કરાયો હતો. 1.43 લાખ કેસ સાથે 67.75 કરોડ દંડ કરાયો હતો.
ત્રણ વર્ષમાં
2021-22-23માં ત્રણ વર્ષમાં 3.12 લાખ વાહનો ડિટેઈન કરીને 6,381 લાયસન્સ સસ્પેન્ડ કરાયા હતા.
લાઇસન્સ, પીયુસી, વીમો, રજીસ્ટ્રેશન વિના વાહન ચલાવવા તેમજ રોડ સેફ્ટીનું ઉલ્લંઘન કરવા સહિતના વિવિધ ગુનામાં છેલ્લા ત્રણ વર્ષમાં 186 કરોડ દંડ સરકારને ભર્યો હતો. એક પણ કિસ્સામાં એફઆઈઆર કરવામાં આવી નથી. આ અરસામાં ગુનાઈત વાહનોની સંખ્યા 5.26 લાખ કરતાં વધારે છે.
ટ્રાફિક કાયદાની કલમો અને દંડ
જૂલાઈ 2023 પ્રમાણે
1 – કલમ 178માં ટિકિટ વિના મુસાફરી કરવા બદલ 500 રૂ. દંડ થાય છે.
2 – 179 અધિકારીઓ ઓર્ડર નહીં સ્વીકારે તો 2000 રૂ. દંડ.
3 – 181 લાયસન્સ વિના વાહન ચલાવવા બદલ 5000 રૂ. દંડ.
4 – 182 ગેરલાયક ઠરાવાયા બાદ પણ વાહન ચલાવવા બદલ 10,000 રૂ. દંડ.
5 – 183 ઓવરસ્પીડિંગ – નિયત ગતિ મર્યાદા કરતા વધુ ઝડપથી વાહન ચલાવવા માટે LMV માટે 1000 રૂ. દંડ અને MPV માટે 2000 રૂ.દંડ.
6 – 184 ખતરનાક રીતે વ્હીકલ ચલાવવા બદલ 5000 રૂ. સુધીનો દંડ.
7 – 185 દારૂ પીધા બાદ વાહન ચલાવવા બદલ 10,000 રૂ. દંડ.
8 – 189 ઝડપી / રેસીંગ કરવા બદલ 5000 રૂ.ના દંડ.
9 – 1921 A વગર પરમિટે વાહન ચલાવવા બદલ 10,000 રૂ. દંડ.
10 193 લાઇસન્સના નિયમો તોડવા બદલ 25,000 થી 1 લાખ રૂ. દંડ.
11 – 194 ઓવરલોડિંગ (નિર્ધારિત મર્યાદાથી વધુના માલ માટે) 2000 રૂ. અને પ્રતિ ટન 1000 રૂ. અને વધારેમાં વધારે રૂ. 20,000 અને પ્રતિ ટન વધારેમાં વધારે 2000 રૂ. દંડ થાય છે.
12 – 194 એ હેઠળ ઓવરલોડિંગ (જો ક્ષમતા કરતા વધારે મુસાફરો હોય તો) વધારાના પેસેન્જર માટે 1000 રૂ. દંડ.
13 – 194 બી સીટ બેલ્ટ નહીં લગાવવા પર 1000 રૂ. દંડ.
14 – 194 સી સ્કૂટર અને બાઇક પર વધુ ભારણ એટલે કે બે કરતા વધારે લોકો હશે તો રૂ. 2000 દંડ અને લાઇસન્સ 3 મહિના માટે રદ્દ થઇ શકે છે.
15 – 194 ડી હેલ્મેટ વિના 1000 રૂ. સુધીનો દંડ અને લાઇસન્સ 3 મહિના માટે રદ્દ થઈ શકે છે.
16 194 ઇ એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનોને રસ્તો ન આપવા બદલ 10,000 રૂ. સુધીનો દંડ 17 – 196 હેઠળ વીમા વિના વાહન ચલાવવા બદલ 2000 રૂ. દંડ.
18 – 199 હેઠળ હવે સગીરે કરેલા ગુનાઓના કિસ્સામાં માતા-પિતા / માલિક ને દોષી માનવામાં આવશે. જેમાં 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. જુવેનાઇલ એક્ટ હેઠળ સગીર પર કેસ ચાલશે. વાહનનું રજીસ્ટ્રેશન પણ રદ કરી દેવાય છે.
19 – અધિકારી કલમ 183, 184, 185, 189, 190, 194 C, 194 D અને 194E હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો અધિકાર છે.
અકસ્માત
ગુજરાતમાં 2023ના વર્ષમાં16 હજાર 349 માર્ગ અકસ્માત થયા હતા. તેમાંથી 7 હજાર 854 વ્યક્તિના મૃત્યુ થયા હતા. 90 ટકા અકસ્માત એટલે કે 14 હજાર 718માં વાહનની વધુ પડતી ઝડપ જવાબદાર જણાઈ હતી. વધારે ઝડપથી વાહનો ચલાવવાના કારણે 7 હજાર 278 લોકોના મોત થયા હતા.
2019થી 2023માં ગુજરાતમાં માર્ગ અકસ્માતના 78 હજાર 330 અકસ્માતો થયા હતા. તેમાં 36 હજાર 484ના મોત થયા હતા. 2023માં રોજ 22 લોકોના મોત થયા હતા. ગુજરાતમાં જીવલેણ માર્ગ અકસ્માતમાંથી 2119 શહેરી અને 5106 ગ્રામ્ય વિસ્તારમાં થયેલા હતા
ગુજરાતમાં અકસ્માતથી ઈજા
ગુજરાતમાં માર્ગ અકસ્માત વધ્યાં ઓગસ્ટ 2025 સુધીમાં 1 લાખથી વધુ ઇજાગ્રસ્ત, સૌથી વધુ અમદાવાદમાં 17000 કેસ.
માર્ગ અકસ્માતથી ઈજાના કેસમાં 8 ટકાનો વધારો
ગુજરાતમાં વાહન અકસ્માતથી ઈજાના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. 2025માં 1.08 લાખ વ્યક્તિ વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે. ગયા વર્ષે 1 લાખ જેટલા લોકો માર્ગ અકસ્માતમાં ઘવાયા હતા. માર્ગ અકસ્માતથી ઈજાના કેસમાં 8 ટકાનો વધારો થયો છે. પ્રતિ કલાકે 18, જ્યારે દિવસના સરેરાશ 475 લોકો માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે.
માર્ગ અકસ્માતમાં ઈજા
જિલ્લો – વર્ષ 2025 – વર્ષ 2024
અમદાવાદ – 17,569 – 16,862
સુરત – 11,743 – 10,713
વડોદરા – 7273 – 6957
રાજકોટ – 5608 – 5216
ગાંધીનગર – 3789 – 3594
વલસાડ – 3642 – 3291
પંચમહાલ- 3534 – 3090
બનાસકાંઠા – 3505 – 3272
દાહોદ – 3367 – 3037
કચ્છ – 3283 – 3108
ભાવનગર – 3247 – 3156
કુલ – 1,08,876 – 1,00,670
ભારતમાં દંડ
2 પૈડા, 3 પૈડા અને 4 પૈડાના વાહનોના માલિકોને દંડ. પ્રત્યેક ચલણ દીઠ 10 વર્ષમાં સરેરાશ રૂ. 1490 વસૂલતી સરકાર. 1.05.2024 થી 31.05.2025 સુધીના એક વર્ષના સમયગાળામાં 9 કરોડ 37 લાખ વાહન ચાલકોને ઈ-મેમો પાઠવીને નાગરિકો પાસેથી કરોડોની વસૂલી કરી રહી છે.
10 વર્ષમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા દેશના વાહન ચાલકોને રૂ. 51 હજાર કરોડ ઈ-મેમો આપી.
કાયદેસરના 51 હજાર કરોડના દંડ પોલીસ અને આરટીઓનો થયો હતો.
2 વર્ષમાં દંડ ફટકારવામાં ગુજરાત ચોથા નંબર પર. ગુજરાતમાંથી રૂપિયા 1121 કરોડનો ભારે મોટો દંડ વસૂલનારું અવ્વલ રાજ્ય બની ગયું છે.
રૂ. 51 હજાર કરોડની વસૂલાત માટે 10 વર્ષમાં 34 કરોડ લોકોને ઈ-મેમો પકડાવી દેવાયા.
34 કરોડ 51 લાખ ઈ-ચલણ સામે 38.11% એટલે 13 કરોડ 15 લાખ ઈ-ચલણના રુપિયા ભરપાઈ થયા.
34 કરોડ 51 લાખમાંથી 21 કરોડ 35 લાખ ઈ-ચલણની વસુલાત કરવાની હજુ બાકી.
રૂ. 51 હજાર કરોડના ઈ-ચલણ સામે 37.62% અટલે રૂ. 19 હજાર કરોડ વસૂલાત કરીને આવક મેળવી.
રૂ 51 હજાર કરોડમાંથી રૂ. 32 હજાર કરોડની રકમ નાગરિકો પાસેથી વસુલવાની હજુ બાકી.
રોડ માર્કીંગ વગર સીસીટીવીથી દંડ ફટકારતી રાજ્ય સરકારો.
10 વર્ષમાં કોર્ટના 9 કરોડ 76 લાખ કેસમાંથી 1 કરોડ 47 લાખ કેસનો નિકાલ થયો
અદાલતમાં 7 કરોડ 78 લાખ કેસનો પડતર હોવાથી જંગી કેસનો ભરાવો થયો છે
છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ દંડ કરનારા રાજ્યમાં ગુજરાત રાજ્ય પણ છે.
અન્ય રાજ્યોમાં ટ્રાફિક ગુના
તમિલનાડુ 7 કરોડ 21 લાખ ટ્રાફિક ગુના
ઉત્તરપ્રદેશ રાજ્યના 7 કરોડ ગુના છે
કેરાલા રાજ્યમાં 3 કરોડ 50 લાખ ગુના
હરિયાણા રાજ્યમાં 1 કરોડ 77 લાખ ગુના
દિલ્હી રાજ્યમાં 1 કરોડ 37 લાખ ગુના છે
છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ રેવન્યુ દંડ ફટકારના રાજ્યોમાં ગુજરાત પણ છે
ઉત્તરપ્રદેશ રાજ્યમાં રૂ. 36 હજાર કરોડનો દંડ
હરિયાણાના લોકોને રૂ. 21 કરોડનો દંડ કરાયો
રાજસ્થાનના લોકોને રૂ.20 કરોડ દંડ ફટકારાયો
બિહાર રાજ્યમાં રૂ.18 કરોડ 38 લાખ દંડ થયો
મહારાષ્ટ્રમાં રૂ.15 કરોડ 73 લાખ દંડ ફટકારાયો
પ્રદૂષણ પ્રમાણપત્ર
2019ના નિયમો પ્રમાણે ભારતમાં મોટર વાહનના વપરાશને કારણે થતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે કાયદા દ્વારા ધારા ધોરણો નક્કી કરવામાં આવેલ છે. દેશમાં વાહનના ધુમાડાથી ફેલાતા પ્રદુષણને રોકવા સેન્ટ્રલ મોટર રૂલ્સ, 1989 મુજબ તમામ વાહન(યુરો-1/યુરો-2/યુરો-3/યુરો-4 સહિત સહિત સીએનજી અને એલપીજીના વાહનો)એ આરટીઓ નોંધણીની તારીખથી એક વર્ષ પૂર્ણ થયા બાદ માન્ય પીયુસી સર્ટિફિકેટ કરવું જરૂરી છે.
પીયુસી સર્ટિફિકેટ એટલે શુ?
કેન્દ્રીય મોટર વાહન નિયમો – 1989ના નિયમ નં-115 અનુસાર વાહનમાંથી ધુમાડો કે ગેસ નીકળે છે તેવું પ્રમાણપત્ર જેને સામાન્ય રીતે આપણે પીયુસી સર્ટિફિકેટ તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં પીયુસી (પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ) એટલે વાહન સરકારે નક્કી કરેલા નિયમો મુજબ જ ધુમાડો ઉત્પન્ન કરે છે એવુ પ્રમાણપત્ર.
પીયુસી સર્ટિફિકેટ કોણ આપે?
આ સર્ટિફિકેટ વાહનના ઉત્પાદક કે રાજ્ય સરકાર દ્વારા નિમણુક કરવામાં આવેલ હોય તેવી ટેસ્ટીંગ એજન્સી દ્વારા આપવામાં આવે છે. ઘણા પેટ્રોલ પંપ કે વર્કશોપ ઉપરથી મળી શકે છે. ગુજરાતમાં 410 પેટ્રોલ/સીએનજીથી ચાલતા વાહનો માટે અને ડીઝલ વાહનો માટે 231 કેન્દ્રો હતા.
વાહનો નિયમો ભંગ કરતા હોય તો વાહનોની જરૂરી મરામત કરવાની જરૂરીયાત રહે છે.
પીયુસી સર્ટિફિકેટની વેલિડિટી કેટલી?
નવા વાહન માટે 1 વર્ષ
પછી બીએસ III માટે – દરેક 6 મહિના પછી
પછી બીએસ IV માટે – દરેક 1 વર્ષ પછી
પીયુસી સર્ટિફિકેટ કઢાવવાની ફી કેટલી હોય?
પેટ્રોલ /સીએનજી /એલપીજી વાહનો
દ્વિચક્રી અને ત્રણ પૈડાવાળા વાહનો માટે રૂ. 25/-
ચાર પૈડાવાળા વાહનો માટે રૂ.50/-
ડીઝલ વાહનો માટે રૂ.100/-
તમારું પીયુસી કોણ માંગી શકે?
મોટર વાહન નિયમ 116(1) અનુસાર વાહન ચાલક પાસે પોલીસ વિભાગના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અથવા આરટીઓના ઇન્સ્પેક્ટર દરજ્જાના અધિકારી ફરજ ઉપર હોય ત્યારે પીયુસી માંગી શકે છે. વાહનનુ પીયુસી પ્રમાણપત્ર ધરાવતા ન હોય તો સાત દિવસમાં કઢાવીને રજુ કરવાનુ પણ ફરમાવી શકે છે. તેવી જ રીતે વાહનમાંથી વધુ ધુમાડો નીકળે છે તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે તો ટેસ્ટીંગ એજન્સી પાસે મોકલી પીયુસી સર્ટિફિકેટ કઢાવવાની ફરજ પાડી શકે છે. આ સિવાય વાહનમાં એન્જીનની ટેકનીકલ ખરાબીના કારણે વધુ પ્રદૂષણ થતું હોય તો તેને રીપેર કરાવ્યા બાદ ઉપયોગમાં લેતા પહેલા પીયુસી પ્રમાણપત્ર રજુ કરવાનો હુકમ કરી શકે છે.
2025 બજેટમાં આટલા રુપિયા ફાળવ્યા
હયાત માર્ગો પર વધુ અકસ્માત થવાની સંભાવના હોય તેમાં માર્ગોની સુધારણા માટે રૂ. 100 કરોડ ફાળવ્યા હતા. ઉપરાંત વળાંક સુધારણા, ક્રેશ બેરિયર, સ્પોટ વાઇડનિંગ , રોડ ફર્નિચર વગેરે માટે 80 સ્થળે કામ કરવા માટે 328.73 કિલો મીટર લંબાઇના માર્ગો સુધારવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:
UP News: ઝાડ પરથી થયો પૈસાનો વરસાદ! લોકો રુ. 500 રૂપિયાની નોટો લૂંટવા કરી પડાપડી
That Critical Moment Of Crisis: કટોકટીની નિર્ણાયક પળ, આ માર્ગ પકડશો તો હારીને પણ જીતી જશો!