
Gujarat weather forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં સર્જાયેલી મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાતના ભાગો તરફ આગળ વધી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં તોફાની વરસાદની શક્યતા છે. આ સિસ્ટમ 8 સપ્ટેમ્બર સુધી સક્રિય રહેવાની સંભાવના છે, જે રાજ્યની નદીઓમાં પાણીનું સ્તર વધારી શકે છે.
ગુજરાતમાં આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી
પૂર્વ ગુજરાતના મહીસાગર, પંચમહાલ અને મધ્ય ગુજરાતના ભરૂચ, જંબુસર, ખંભાત, તારાપુર, આણંદ, નડિયાદ, કપડવંજ, ખેડા જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ, મહેસાણા, બનાસકાંઠા અને દાંતામાં પણ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં 3થી 6 ઇંચ અને કેટલાક વિસ્તારોમાં 8 ઇંચ સુધી વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે આપ્યું એલર્ટ
અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે, આ વરસાદથી કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે, જે ખેડૂતો અને નાગરિકો માટે સાવચેતી રાખવાની જરૂરિયાત દર્શાવે છે. હવામાન વિભાગે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યા છે. ખેડૂતોને પાકના નુકસાનથી બચવા અને નાગરિકોને જળબંબાકારની સ્થિતિ માટે તૈયાર રહેવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો:
Punjab Flood: પંજાબમાં પૂરના કારણે ભારે વિનાશ, અત્યાર સુધીમાં 43 લોકોના મોત
ADR report: દેશમાં અડધા મંત્રીઓ સામે ફોજદારી કેસ, જાણો ક્યા પક્ષમાં સૌથી વધુ ગુનેગારો
Rajkot: રિબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં શક્તિ પ્રદર્શન, હત્યાના કેસમાં સજા માફીની માંગ
Vadodara: MS યુનિવર્સિટીના પૂર્વ VC ની ડિગ્રી નકલી નીકળી, ચોંકાવનારો ખુલાસો