
રાજસ્થાનના ચુરુમાં પડ્યા કરા, સર્જાયા કાશ્મીર જેવા દ્રશ્યો- જુઓ વીડિયો
28 ફેબ્રુઆરીએ રાજસ્થાનમાં હવામાન બદલાયું અને ચુરુ સહિત ઘણી જગ્યાએથી વરસાદ, તોફાન અને કરા પડવાના સમાચાર મળી રહ્યા છે. ચુરુના ગ્રામીણ વિસ્તારોમાં કરા પડવાથી ખેતરો પર સફેદ ચાદર પાથરાઈ ગઈ હતી, જેના કારણે કાશ્મીર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
સોશિયલ મીડિયા પર એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે ચુરુના રાજગઢનો હોવાનું કહેવાય છે. ફોટામાં જોઈ શકાય છે. જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી કરા જ કરા દેખાય છે. ધ ગુજરાત રિપોર્ટની ટીમ પુષ્ટિ કરતી નથી કે આ વાયરલ ફોટો કે વીડિયો રાજગઢ ચુરુનો છે.
चुरू और झुंझुनूं के किसानों पर कुदरत का कहर !#Churu #jhunjhunun pic.twitter.com/N8vL6Yscr1
— ReporteR Sahab (@ReporterSahab) March 1, 2025
જણાવી દઈએ કે 28 ફેબ્રુઆરીએ રાજસ્થાન હવામાન વિભાગે ચુરુ અને ઝુનઝુનુ સહિત ઘણી જગ્યાએ વરસાદ, કરા અને તોફાનનું એલર્ટ જારી કર્યું હતું. ઝુનઝુનુમાં આખો દિવસ ભારે પવન ફૂંકાયો હતો. લોકસભા ચૂંટણી 2024માં ચુરુથી ભાજપના ઉમેદવાર અને ઓલિમ્પિક મેડલ વિજેતા દેવેન્દ્ર ઝાઝરિયાએ સોશિયલ મીડિયા પર કરાના ફોટા અને વીડિયો શેર કર્યા છે.
આ પણ વાંચો- દેશના હવામાનમાં આવ્યો અચાનક પલટો; વરસાદ-કરા અને હિમવર્ષા