
Narendra Modi News:ગુજરાતમાં, દારૂબંધીના મુદ્દા પર કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને ભાજપના હર્ષ સંઘવી વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે એક તરફ દારૂ બંધ કરાવવાની લડાઈ છે તો બીજી તરફ તેની ઉપર ઢાંક પીછોડો કરવાની કોશિશ ચાલી રહી હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે જોકે,આ બધા વચ્ચે દારૂના ભાવો આસમાને પહોંચ્યા છે.
આ બધા વચ્ચે હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક વાત યાદ આવે છે તેઓ કહેતા હતા કે “દંભ (હિપોક્રસી)ની પણ એક મર્યાદા હોય છે” તો ગુજરાતમાં હાલ સર્જાયેલી સ્થિતિ માટે દંભની સીમાઓ શું હોય છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે.
ગુજરાતમાં દારૂબંધી હળવી કરવાનું શ્રેય નરેન્દ્રભાઈ મોદીને જાય છે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ દારુબંધી હળવી કરી સેઝ, હોટેલ,પરમિટમાં ઉદ્યોગો માટે છૂટ આપી હતી અને ત્યારથી છૂટ છાટ છે
ગુજરાતમાં હાલ દારૂ-ડ્રગ્સ વેચાણનો મુદ્દો રાજકીય રંગ પકડી રહ્યો છે અને નિવેદનબાજી ઉગ્ર બની છે. હાલમાં કૉંગ્રેસની જનાક્રોશ યાત્રા ચાલી રહી છે.આ વચ્ચે રાજ્યમાં ‘દારૂ ડ્રગ્સના વેચાણ’નો મુદ્દો ચર્ચામાં છેકૉંગ્રેસના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આક્રમક શૈલીમાં ‘પોલીસના પટ્ટા ઉતરાવી દેવાની’ ચેતવણી આપ્યા પછી મોટો વિવાદ થયો છે.તેમણે પોલીસ પર ‘દારૂમાંથી કમાણી કરવાનો પણ’ આરોપ પણ લગાવ્યો હતો.
ત્યાર બાદ ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ કોઈનું નામ લીધા વિના ‘સંસ્કાર વિનાના’ વાળું નિવેદન આપતા વિવાદ થયો છે.
રાજ્યના ઉપમુખ્ય મંત્રી હર્ષ સંઘવીનો પ્રતિભાવ આવ્યો હતો, જેમાં તેમણે પોલીસને ‘ચિંતા કરવાની જરૂર’ નથી એવું કહેતાં ઉમેર્યું હતું: “પોતાની જાતને ખૂબ ભણેલા ગણાવતા, અનેક ડિગ્રી ધરાવતા, પરંતુ જેમને સંસ્કાર નથી મળ્યા તેવા લોકો તમારી કચેરીએ આવશે. તમારા પટ્ટા ઉતારી લેવાની, નોકરીમાંથી કઢાવી નાખવાની વાત કરશે.”
આમ સામસામે નિવેદનબાજી ચાલી છે પણ આશ્ચર્ય જનક રીતે CM ભુપેન્દ્ર પટેલ હજુ આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હિપોક્રસી વાળી વાત યાદ કરાવતા સિનિયર પત્રકાર મેહુલ વ્યાસે વિસ્તૃત છણાવટ કરી છે જેનો વિડીયો નીચે મુજબ છે જોવાનું ચૂકશો નહિ અને તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવી શકો છો
આ પણ વાંચો:







