
બનાસકાંઠા જિલ્લામાંથી લક્કી ડ્રોનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. લક્કી ડ્રોના નામે ગોરખ ધંધા થઈ રહ્યા હોવાના આક્ષેપ થયા છે. લોકોને રોકાણ કરાવી છેતરવામાં આવી રહ્યા છે . ગુજરાતમાં ઝડપાયેલા 6 હજાર કરોડના BZ કૌભાંડ કરતાં પણ મોટું લક્કી ડ્રોનું કૌભાંડ હોવાના આરોપ થયા છે.
ગુજરાતમાં નકલી અને છેરપીંડીની ઘટનાઓમાં સતત વધારો થયો છે. હાલમાં જ BZ કૌભાંડ મોટી ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે એક અરજદારે બનાસકાંઠાના થરાદ, લાખણીમાં ચાલતાં ગેરકાયદેસર લંકી ડ્રોને લઈ મોટા આક્ષેપ કર્યા છે. લોકોને લોભાણી લાલચ આપી મોટું રોકાણ કરવામાં આવે છે. આ લક્કી ડ્રોનું કાર્યક્ષેત્ર પણ મોટું બનાવામાં આવી રહ્યું છે. ત્યારે અરજદાર ભરત દવેએ આક્ષેપ કર્યા છે જીલ્લામાં ગૌશાળા, શિક્ષણ અને અનાથ બાળકો નામે લક્કી ડ્રોનું આયોનજ કરાય છે. 7 આયોજકો સામે થરાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
વાહનો જીવતની લાલચ આપી
મળતી માહિતી અનુસાર બનસાકાંઠામાં લક્કી ડ્રોના નામે ચાલતાં ગોરખ ધંધા અંગે અરજદારે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરી હતી. જેમાં જણાવ્યું હતુ કે લક્કી ડ્રોમાં લોભામણી લાલચ આપી માત્ર રૂ.299 અને રૂ.399 માં આયોજકો લોકોને ટિકિટનું વેચાણ કરે છે. જેમાં ગાડી, બાઈક, ટ્રેક્ટર, ઘરેલું સામાન, નાણાં સહિત જીતવાની લાલચ આપવમાં આવે છે. જો કે મોટી માત્રામાં આ રીતે ટીકીટો આપી માત્ર લોકોને લૂંટવામાં આવતાં હોવાના આક્ષેપ કર્યા છે.
25 લાખ જીતો જેવી લોભામણી લાલચ
આ મામલે થોડા સમય પહેલા થરાદ પોલીસ મથકે લક્કી ડ્રો નામે ગોરખ ધંધા કરતા એક આયોજક સામે ફરિયાદ નોંધાઈ હતી. થરાદના ડેડુવા ગામ આવેલા સુમારપુરી ગૌશાળા થોડા મહિના પહેલા લક્કી ડ્રોનું આયોજન કરાયું હતુ. જેમાં લક્કી ડ્રોમાં લોભામણી લાલચ આપી માત્ર રૂ.299 અને રૂ.399 માં આયોજકો લોકોને ટિકિટનું વેચાણ કર્યું હતુ. . આ કૌભાંડમાં રૂ. 300 ની ટિકિટ ખરીદીને રૂ. 25 લાખ જીતો જેવી લોભામણી લાલચ આપવામાં આવી હતી.. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 15 કરોડ રૂપિયાનાં 5 ડ્રો થઈ ગયા છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં લક્કી ડ્રોના કિંગના નામે પોતાની ઓળખાણ આપતા મોરથલમાં રહેતાં આરોપી અશોક માળી સહિત થરાદ પોલીસે અલગ અલગ બે લક્કી ડ્રોનુ આયોજન કરનાર 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદી નોધી વધુ તપાસ હાથ ધરી છે.
એજન્ટો મારફતે ટીકીટોનું વેચાણ
લક્કી ડ્રોની કુપન રૂ. 99 રૂપિયાથી લઈને લાખો રૂપિયા સુધીની હોય છે. આ કુપનનું વેચાણ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થતું હોય છે. કુપન વેચવા માટે એજન્ટની પણ નિમણૂક કરવામાં આવે છે. એક કુપનનાં વેચાણ બદલ એજન્ટને 100 રૂપિયાનું કમિશન આપવામાં આવે છે. 2 થી 3 મહિના સુધી કુપનનું વેચાણ કરાય છે. જ્યારે લક્કિ ડ્રો ખ્યાતનામ વ્યક્તિની ખાસ હાજરીમાં થાય છે. લક્કી ડ્રોનાં દિવસે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવે છે. આ ડ્રોમાં ગરિબો અને અભણ લોકો વધુ ભાગ લેતાં હોય છે.