
Sabarkantha: હાલ રાજ્યમાં સારો એવો વરસાદ થતા ડેમોમાં નવા નીરની આવક થઈ છે અને ડેમો છલકાતા અનેક ડેમોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે સાબરકાંઠામાં હરણાવ ડેમમાંથી પાણી છોડાયું છે. જેથી પોળો ફોરેસ્ટ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. પોળો ફોરેસ્ટ તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે.તેના કારમે પ્રવાસીઓ માટે પોળો ફોરેસ્ટ માર્ગ પર અવરજવર મુશ્કેલ બની છે.
હરણાવ ડેમમાંથી પાણી છોડાયું
પ્રાપ્ત માહિતી મુજબ ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગરમાં વરસાદી માહોલ જામ્યો છે. વણજ ડેમ, નદીઓ અને નાળાઓમાં પાણીની આવક વધી રહી છે. ત્યારે મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. સાબરકાંઠામાં હરણાવ ડેમમાંથી પાણી છોડાતા પોળો ફોરેસ્ટ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને પોળો ફોરેસ્ટ તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા પ્રવાસીઓ માટે પોળો ફોરેસ્ટ માર્ગ પર અવરજવર મુશ્કેલ બની છે.
નદીઓ અને નાળાઓમાં પાણીની આવક વધી
વિજયનગરના વણજ હરણાવ ડેમમાંથી પાણી છોડાતા ગ્રામ્ય પંથકમાં નદીઓ અને નાળાઓમાં પાણીની આવક વધી છે. તંત્ર દ્વારા નદી-નાળા કિનારેથી દૂર રહેવા અનુરોધ કરાયો છે. વિજયનગર સહિતના વિસ્તારોમાં હજી પણ ઝરમર વરસાદ શરૂ છે.
લોકોને નદી-નાળા કિનારેથી દૂર રહેવા અનુરોધ
ઉપરવાસમાં અને જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર થઈ છે.વણજ હરણાવ ડેમમાંથી પાણી છોડાતા તંત્ર દ્વારા લોકોને નદી-નાળા કિનારેથી દૂર રહેવા અનુરોધ કરાયો છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી લોકોએ તંત્રની સુચનાનું પાલન કરીને સાવચેત રહેવું જોઈએ.
અહેવાલ: ઉમંગ રાવલ
આ પણ વાંચો:
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી , રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર
Nikki Murder Case: પતિ બાદ સાસુ અને હવે જેઠ રોહિત ભાટીની ધરપકડ, મોટી બહેનના મોટા ખૂલાસા
મોદીની સભા માટે ભીડ ભેગી કરવી હોય તો પોતાનાં દમ પર કરો ,ખોડલધામનો ઉપયોગ ન કરો : jeegeesha patel
મોદીએ માત્રો વાતો જ કરી, ગુજરાતમાં ગાયો અને બળદની સંખ્યામાં મોટો ઘટાડો | Kaal Chakra | Part-73