
સુરતમાં ફરી એકવાર એક નરાધમે માસૂમ બાળકી સાથે શારીરિક છેડતી કરી છે. જે ઘટના કેમેરામાં કેદ થઈ હતી. CCTV ફૂટેજના આધારે ભેસ્તાન પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ અડપલાં સોસાયટીમાં રહેતાં ઓળખીતા શખ્સે જ કરતાં ચકચાર મચી ગઈ છે.
2 જાન્યુઆરીના બપોરે 10 વર્ષથી નાની બે માસૂમ બાળકીઓ નાની સાઇકલ પર રમતી હતી. દરમિયાન આરોપી તેમની નજીક જઈ બેમાંથી એક બાળકીને સાઇકલ પરથી ઊંચકીને પોતાના ખોળામાં લઈ દીધી. પહેલી નજરે એવું લાગતુ કે યુવક બાળકી સાથે રમત રમે છે, પરંતુ તેનો ઇરાદો ખોટો હતો. આ આરોપીએ બાળકી સાથે શારિરીક છેડતી શરૂ કરી હતી. નજીક રમતા અન્ય બાળકીઓ પણ આ હરકત જોઈ રહ્યા હતા. આ સમગ્ર ઘટના કેમેરમાં કેદ થઈ ગઈ હતી.
આ સમાચાર પણ વાંચોઃ સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર, ઓસ્ટ્રેલિયાએ બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતી
ઘટનાની જાણ પરિવાર અને લોકોને થતાં ભેસ્તાન પોલીસે CCTV આધારે તપાસ હાથ ધરી બાળકીની છેડતી કરનારા ઈસમ મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અંસારી (ઉંમર 26)ની ધરપકડ કરી પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
આવી જ ઘટના પહેલા પણ ભેસ્તાન વિસ્તારમાં પણ બની હતી. જ્યાં મોપેડ પર આવેલા શખ્સે બે બાળાઓ સાથે અડપલા કર્યા હતા. આવી ઘટનાઓથી લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે.