પ્રદૂષણ ફેલાવવામાં ભારત નંબર-1? વિશ્વમાં પ્રદૂષણ ફેલાવનારા ટોપ-20 શહેરોની યાદી જાહેર

  • India
  • March 11, 2025
  • 0 Comments
  • પ્રદૂષણ ફેલાવવામાં ભારત નંબર-1? વિશ્વમાં પ્રદૂષણ ફેલાવનારા ટોપ-20 શહેરોની યાદી જાહેર

વિશ્વમાં સૌથી વધારે પ્રદૂષણ ફેલાવનારા શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ભારતના એક-બે નહીં પરંતુ 13 શહેરોને સ્થાન મળ્યું છે, જે આપણા માટે શરમજનક છે. આમ ભારત પ્રદૂષણ ફેલાવામાં પણ નંબર વનના સ્થાન ઉપર પહોંચી ગયું છે. એકપણ દેશ એવો નથી, તેમના આટલા શહેરો પ્રદૂષણ ફેલાનારી યાદીમાં સ્થાન મળ્યું હોય. યાદીમાં 50 ટકાથી પણ વધારે શહેરો તો ભારતના જ છે. આમ વિશ્વમાં સૌથી વધારે પ્રદૂષણ ભારતના શહેરો જ ફેલાવી રહ્યા હોવાનું કહેવામાં આવ્યું છે. વિશ્વના પ્રદૂષણ ફેલાવનારા શહેરોમાં 13 શહેર તો ભારતીય છે. મેઘાલયનું બર્નિહાટ આ યાદીમાં ટોચ પર છે. તેમજ દિલ્હી આજે પણ વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાનીનું શરમજનક બિરુદ ધરાવે છે.

સ્વિસ એર ક્વોલિટી ટેક્નોલોજી કંપનીએ મંગળવારે IQAirના ‘વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2024’ રજૂ કર્યો હતો. આ રિપોર્ટ અનુસાર, વિશ્વના ટોપ 20 પ્રદૂષિત શહેરોમાંથી 13 ભારતમાં છે, પરંતુ દેશના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં દિલ્હી કે નોઈડા નહીં પરંતુ મેઘાલયનું બર્નિહાટ છે. જ્યારે દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાનીમાં સામેલ છે.

બર્નિહાટ (મેઘાલય), દિલ્હી, મુલ્લાનપુર (પંજાબ), ફરીદાબાદ (હરિયાણા), લોની (ગાઝિયાબાદ), નવી દિલ્હી (દિલ્હી), ગુરુગ્રામ (હરિયાણા), ગંગાનગર (રાજસ્થાન), ગ્રેટર નોઈડા (ઉત્તર પ્રદેશ), ભીવાડી (રાજસ્થાન), મુઝફ્ફરનગર (ઉત્તર પ્રદેશ), હનુમાનગઢ (રાજસ્થાન), નોઈડા (ઉત્તર પ્રદેશ)નો સમાવેશ થાય છે.

જેમાં દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની છે. તેમજ ભારત 2024માં વિશ્વનો પાંચમો સૌથી પ્રદૂષિત દેશ રહ્યો છે. વર્ષ 2023માં ભારત આ યાદીમાં ત્રીજા નંબરે હતું. આ રિપોર્ટ અનુસાર, ભારતમાં વર્ષ 2024માં PM (Particulate matter) 2.5 સાંદ્રતામાં 7%નો ઘટાડો જોવા મળ્યો હતો, જે 2023માં સરેરાશ 50.6 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર હતો. તેમ છતાં, વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 13 ભારતમાં છે.

PM 2.5 શું છે?

2.5 માઇક્રોનથી નાના હવાના પ્રદૂષણના કણો ફેફસાં અને લોહીમાં પ્રવેશી શકે છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ, હૃદય રોગ અને કેન્સર પણ થાય છે. આ વાહનોના ધુમાડા, ઔદ્યોગિક ઉત્સર્જન અને લાકડા અથવા પાકના કચરાને બાળવાથી પણ થઈ શકે છે.

રિપોર્ટ અનુસાર, ભારતના 35% શહેરોમાં વાર્ષિક PM 2.5 સ્તર WHOની 5 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરની મર્યાદા કરતાં 10 ગણું વધારે છે. દિલ્હી આખા વર્ષ દરમિયાન ગંભીર વાયુ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરે છે અને શિયાળામાં તે વધુ ખરાબ બને છે, જ્યારે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ, વાહનોનો ધુમાડો, પરાલી સળગાવવા, ફટાકડા ફોડવા અને અન્ય સ્થાનિક પ્રદૂષણ હવાની ગુણવત્તાને જોખમી બનાવે છે.

Related Posts

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?
  • April 29, 2025

Pahalgam Attack: 22 એપ્રિલે થયેલા પહેલગામ આતંકવાદી હુમલાનો વીડિયો ગઈકાલે વાઈરલ થયો હતો. જેમાં એક ઝિપ લાઇન ઓપરેટર હુમલા દરમિયાન ધાર્મિક સૂત્રોચ્ચાર કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા…

Continue reading
Cyber ​​Attack: રાજસ્થાનની સરકારી વેબસાઇટને પાકિસ્તાને હેક કર્યાના આરોપ, શું લખ્યું!
  • April 29, 2025

 Cyber ​​Attack: રાજસ્થાન શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરતાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન સાયબર ફોર્સે તેના પર પોતાની પોસ્ટ કરી છે. શિક્ષણ વિભાગની વેબસાઇટ ખુલી રહી નથી. વેબસાઇટ પર કાશ્મીરમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 5 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 12 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 14 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 24 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 24 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

Savarkundla: APMCના ડિરેક્ટર અંકુર રામાણીનો આપઘાત

  • April 29, 2025
  • 18 views
Savarkundla: APMCના ડિરેક્ટર અંકુર રામાણીનો આપઘાત