
India vs New Zealand Champions Trophy Final 2025: 12 વર્ષ પછી ભારત ફરીથી ચેમ્પિયન્સ ટ્રોફીનો તાજ જીત્યો છે. ગઈકાલે રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી લીધી છે.
ન્યૂઝીલેન્ડે આપેલા 252 રન ટાર્ગેટ સામે 254 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે આ લક્ષ્ય 49 ઓવરમાં જ હાંસલ કરી લીધું હતુ. રવિન્દ્ર જાડેજાએ 49મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ભારતને ફાઇનલમાં જીત અપાવી. જેથી પીએમ મોદીએ ભારતીય ક્રિકેટ ટીમને આ જીત પર અભિનંદન પાઠવ્યા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લી વખત ચેમ્પિયન્સ ટ્રોફી 2017 માં રમાઈ હતી. ભારત ફાઇનલમાં પહોંચ્યું, પણ પાકિસ્તાનની ટીમ જીતી ગઈ હતી. 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી ભારતે જીતી હતી, ભારતે ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. 2002 માં, ભારત અને શ્રીલંકા સંયુક્ત વિજેતા હતા.
કોણે કેટલા રન બનાવ્યા?
કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 76 રન બનાવ્યા. જ્યારે શુભમન ગિલે 31, વિરાટ કોહલીએ 1, શ્રેયસ ઐયરે 48, અક્ષર પટેલે 29 રન બનાવ્યા હતા. અંતે હાર્દિક પંડ્યા 18 રન બનાવીને આઉટ થયો. જ્યારે કેએલ રાહુલ 34 રન, રવિન્દ્ર જાડેજા 9 રન બનાવ્યા હતા.
આ પણ વાંચોઃ અમેરિકામાં હિન્દુ મંદિરમાં થયેલી તોડફોડ પર કોંગ્રેસ અને વિદેશ મંત્રાલયે શું કહ્યું?
આ પણ વાંચોઃ ભારત વર્લ્ડ ચેમ્પિયન; રોમાંચક મેચમાં અજય ટીમ ઈન્ડિયાએ 4 વિકેટે મેળવી જીત