
- કેમ સરકાર ખેડૂતોને ભોગે આપી રહી છે ગરીબોને રોટી?
દિલીપ પટેલ; અમદાવાદ, 21 માર્ચ 2025: વીઘે સરેરાશ 40 મણ ઘઉં પાક્યા હતા. ઘણે તો 20 મણ થયા છે. ઉત્પાદકતા સારા વર્ષમાં 60 મણ સુધી હોય છે, તેની સરખામણીએ ઓછી છે. ઉત્પાદનમાં ઘટાડો અને ભાવ તળીયે જતાં ગુજરાતના ઘઉં પકવતા 12 લાખ ખેડૂતોને ભારે મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. આ નુકસાન સૌથી વધારે સૌરાષ્ટ્રના 10 જિલ્લાને થયું છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર અને ગુજરાતની ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકાર ખેડૂતો પાસેથી નીચા ભાવે ઘઉંની ખરીદી કરીને ગુજરાતમાં 80 ટકા લોકોને મફત અનાજ આપે છે. જેનાથી બેવડો માર પડે છે એક તો ખેડૂતો પાસેથી ઘઉં વેપારીઓ ખરીદી કરતા નથી. બીજું કે વાસ્તવિક ભાવ મળવા જોઈએ તેના કરતાં નીચા ભાવ મળે છે. કારણ કે સરકાર મફત આપે છે તેથી ખેડૂતોની પાસેથી ઘઉં ઓછા ખરીદી થાય છે.
કરોડપતિ વેપારીઓ પાસેથી વધારે વેરો લઈને ગરીબોને આપવું જોઈએ એવું ભાજપ સરકાર કરતી નથી પણ ખેડૂતોને ઓછો ભાવ આપીને ઘઉંની ખરીદી સરકાર પોતે કરે છે અને તે મફતમાં આપે છે. આમ કરવાથી ખેડૂતોને ત્રણ ગણો માર પડે છે. બજાર નીચે દબાઈ છે. તેથી સરકાર નીચા ભાવે ખરીદી કરે તો છે પણ આટા મિલ અન વેપારીઓ નીચા ભાવે માલ ખરીદીને તંગી ઊભી કરી ઉંચા ભાવે માલ ચોમાસામાં આપે છે.
આ બધા કારણોને ધ્યાને લઈને ગુજરાતના ઘઉં પકવતા ખેડૂતો આંદોલનના માર્ગે જવાની તૈયારી કરી રહ્યાં છે. તે અંગે 30 ખેડૂત સંગઠનોની સંકલન સમિતિની બેઠક મળવાની છે. જેમાં કેટલીક બાબતો નક્કી થવાની છે. ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે, ટેકાના ભાવ રૂ. 600 કરવા અને ઘઉંની નિકાસ કરવા દેવામાં આવે. સિંચાઈની સુવિધા વધારવા અને ઘઉંની બજાર પરનું સરકારી નિયંત્રણ દૂર કરવામાં આવે.
આવી માંગણી ગુજરાતના ખેડૂત સંગઠનના નેતા ડાહ્યાભાઈ ગજેરાએ કરી છે. ગુજરાતના ખેડૂતોને આ વર્ષે ઘઉંના ઉત્પાદન અને ભાવના કારણે રૂ. 2500 કરોડની ખોટ ગઈ છે. તેથી સરકારે ખેડૂતોને અન્ય રાજ્યોની જેમ બોનસ આપવાની માંગણી કરવામાં આવી છે.
વળી, તાપમાન ઊંચું રહેતા ઘઉંના ઉત્પાદનમાં 20 ટકાનો ઘટાડો થવાનો છે. પણ સરકાર તો ઘઉંનું ગયા વર્ષ કરતાં વધારે ઉત્પાદન જાહેર કરીને ભાવ નીચે લાવી રહી છે.
હવામાન ફરીથી ઉત્પાદનમાં ફટકો
ફેબ્રુઆરીનું તાપમાને 18 ડિગ્રી સેલ્સિયસથી વધીને 41 ડિગ્રી થઈ ગયું, તેથી ઉત્પાદન ઓછું થયું. કેટલાક વર્ષોથી શિયાળાના અંતમાં ભારે ગરમી પડવાની સમસ્યા ઊભી થઈ છે. પહેલાંનાં વર્ષોમાં હોળી સુધી વાતાવરણ ઠંડુ રહેતું અને તેથી શિયાળુ પાક સારા પાકતા. ઓછા દિવસે પાકી જવાથી ઘઉંના દાણા નાના રહ્યા. પૂરતો સ્ટાર્ચ ભરાઈ ન શક્યો અને તેથી વજન પણ ઓછું રહ્યું છે.
લોક-1 (લોક-વન) જાતના ઘઉં 120 દિવસે પાકે છે. પરંતુ, તાપમાન એકદમ વધી જતા આ વર્ષે તે 110 દિવસમાં જ પાકી ગયા.
આ પણ વાંચો- કર્ણાટકની રાજનીતિમાં હની-ટ્રેપનું તોફાન: 48 ધારાસભ્યો ફસાયા; શું સત્તાના કાળા રહસ્યો ખુલશે?
તાપમાન વધતા ઉત્પાદન ઓછું
ઘઉંના વાવેતર બાદ પ્રથમ 60થી 70 દિવસ દરમિયાન તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી નીચું રહે તો ઉત્પાદન સારું મળી શકે. વાવેતર બાદ 70 જેટલા દિવસ સુધી તાપમાન 30 ડિગ્રી સુધી રહે તો ઉત્પાદન સારું મળે છે. પરંતુ તાપમાન વધી જાય અને ગરમી પાડવા લાગે તો પાકમાં ફૉર્સડ મૅચ્યુરિટી આવી જાય એટલે કે સમય પહેલાં ઘઉં પાકી જાય. દાણા બરાબર ભરાતા નથી. કદમાં નાના રહી જાય છે. તેથી, વજન પણ ઓછું રહે છે.
ફેબ્રુઆરી મહિનો ગરમ રહેતા તેની વિપરીત અસર ઘઉંનો પાક ઘટી ગયો છે. ઉત્પાદકતા પાંચથી દસ ટકા નીચે રહે તેવો અંદાજ છે. વરસાદ ખૂબ સારો થયો હોવાથી પિયતની સુવિધા સારી હતી.
પંજાબ-હરિયાણામાં શિયાળો લાંબો ચાલે છે. શિયાળુ પાકને ઠંડા વાતાવરણ વાળા દિવસો જેટલા વધારે મળે તેટલો પાક વધારે સારો થાય. પંજાબ-હરિયાણામાં ઘઉંનો પાક 120 દિવસનો હોય છે જયારે ગુજરાતમાં તે 105 થી 120 દિવસનો હોય છે. તેથી, ઉત્પાદકતા નીચી રહે છે.
વાવેતર
વાવેતર વિસ્તારમાં થયેલો વધારો છે. કપાસનો પાક લઈને ઘઉંના વાવેતર કર્યા હતા. ગુજરાતમાં આ વર્ષે 13.57 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું હતું. ગત વર્ષે તે 12.26 લાખ હેક્ટર હતું. આ વર્ષે ઘઉંના વાવેતર વિસ્તારમાં લગભગ એક લાખ હેક્ટર જેટલો વધારો થયો હતો. ભારતમાં આઠ લાખ હેક્ટર વધારે વાવેતર થયું હતું.
ગુજરાતમાં ઉત્પાદન
દેશમાં ઘઉંનું ઉત્પાદન 1,154 લાખ ટન રહેવાનો અંદાજ છે. 23 લાખ ટન જેટલું વધારે હશે. રાજ્ય સરકારે 2024-25ના વર્ષ માટે જાહેર કરેલ સેકન્ડ એડવાન્સ અંદાજ એટલે કે બીજા આગોતરા અંદાજ પ્રમાણે રાજ્યમાં ઘઉંનું ઉત્પાદન આ વર્ષે 43.44 લાખ ટન થવાની ધારણા છે.
ગત વર્ષે ઉત્પાદન 39.03 લાખ ટન હતું. આ વર્ષે કુલ ઉત્પાદનમાં ચાર લાખ ટનનો વધારો થવાનું સરકારે અંદાજ મૂક્યો હતો. ખરેખર ઉત્પાદન 30 લાખ ટન થવાનું ખેડૂતો માની રહ્યાં છે. લગભગ 10 લાખ ટન ઉત્પાદન ઓછું થઈ શકે છે. એક ટનના 6 હજાર ભાવ મળતા જોઈએ તે હિસાબે
રાજ્ય પ્રમાણે ઉત્પાદન અંદાજ લાખ ટન
- ઉત્તર પ્રદેશ – 357
- મધ્યપ્રદેશ – 235
- પંજાબ – 172
- હરિયાણા – 113
- રાજસ્થાન – 109
- બિહાર – 69
- ગુજરાત – 41.58 લાખ ટન
ગુજરાતમાં રાજ્ય સરકારના અંદાજ મુજબ 43.44 લાખ ટનનો ઘઉંનું ઉત્પાદન થવાનો પ્રાથમિક અંદાજ હતો. હરિયાણા, પંજાબ, બિહારમાં ઉત્પાદન ઘટ્યું તો ગુજરાતમાં કઈ રીતે વધી શકે. ગુજરાતમાં 2023-24માં ગયા વર્ષે 12 લાખ 46 હજાર હેક્ટરમાં વાવેતર થવાનો અંદાજ હતો. ઉત્પાદન 39 લાખ ટન અને ઉત્પાદકતા 3131 હતી.
ઉત્પાદકતા
ગુજરાતમાં ઉત્પાદકતા ગત વર્ષની 3,559 કિલોથી ઘટીને 3,540 કિલો અંદાજી જેમાં ફેરફાર કરીને 3200 કરવામાં આવી હતી. પણ ખરેખર 3 હજાર કિલોથી વીચે ઉત્પાદન થઈ જવાનો અંદાજ છે. જે હરિયાણા કરતાં અડધું ઉત્પાદન છે.
પંજાબ અને હરિયાણામાં ઉત્પાદકતા 5,000 કિલોથી 6,000 કિલો રહે છે અને તેની સરખામણીએ ગુજરાતમાં ઉત્પાદકતા ઘણી નીચી રહે છે. પ્રતિ હેક્ટર ઉત્પાદકતા 3,200 કિલો રહેશે. ઉત્પાદકતા ગત વર્ષની 3,131 કિલો પ્રતિ હેક્ટરથી 70 કિલો વધારે છે.
ભાવ
યાર્ડમાં ભાવ રૂપિયા 460 જેવો છે. તે 600 હોય તો પોષણક્ષમ કહેવાય. રાજકોટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં દૈનિક એક હજાર ટન ઘઉંની આવક થવા લાગી છે. કેન્દ્ર સરકારે આ વર્ષે જાહેર કરેલા લઘુતમ ટેકાના ભાવ એક ક્વિન્ટલના રૂપિયા 485 છે. છૂટક બજારમાં ઘઉં ટુકડાની કિંમત 600 રૂપિયા હતા.
અન્ન અને નાગરિક પુરવઠા તંત્ર 218 ખરીદ કેન્દ્રો પરથી બે લાખ ટન ઘઉં ખરીદવાનું છે. છેલ્લા ત્રણ વર્ષોમાં ભાગ્યે જ કોઈ ખેડૂત તેમના ઘઉં સરકારને વેચ્યા છે. 51 હજાર ખેડૂતોએ ઓનલાઈન નામ નોંધાવ્યા છે.
17 માર્ચથી ખરીદી શરૂ કરી છે.
ગયા વર્ષે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઘઉંના ભાવ ખેડૂતોને સારા મળ્યા હતા અને પરિણામે આ વર્ષે ખેડૂતોએ ઘઉંનું વાવેતર વધાર્યું.
નુકસાન
43.44 લાખ ટન ઉત્પાદનની ધારણા સરકારની હતી. એક ટનના રૂ.6000 ભાવ મળવો જોઈતો હતો. તે હિસાબે રૂ. 2606 કરોડના ઘઉં થવા જોઈતા હતા. તેના બદલે 30 લાખ ટન ઉત્પાદન થશે એવું ખેડૂતો માની રહ્યાં છે તેથી રૂ. 1800 કરોડના ઘઉં પાકે એવો અંદાજ છે.
આ હિસાબે ખેડૂતોને રૂ. 806 કરોડનું નુકસાન રૂ. 600 પ્રમાણે અને સરકારના ટેકાના ભાવ પ્રમાણે એક ટન દીઠ રૂ. 4850 ગણતાં 30 લાખ ટનના રૂ. 1455 સરકાર આપી શકે. તે હિસાબે જો 43 લાખ ટનના ઉત્પાદન ગણતાં 2606 કરોડના ભાવ સામે મળશે માત્ર 1455 કરોડ આમ રૂ. 1151 કરોડની ખોટ ખેડૂતોને જાય છે. ટેકાના ભાવ કરતાં પણ નીચેના ભાવે ખરીદી થઈ રહી છે.
ભાવ નીચે જતાં ઉત્પાદન ઓછું થતાં ખેડૂતોને ઓછામાં ઓછું રૂ. 1300 કરોડની નુકસાન થાય છે.
30 લાખ ટન ઉત્પાદન ગણવામાં આવે તો તે નુકસાની ઓછી થઈને 1 હજાર કરોડ સુધી જાય છે. આમ ખેડૂતોને ઉત્પાદન ઓછું મળતાં અને ટેકાના ભાવ કરતાં નીચે ભાવ ઘઉં વેચાતા હોવાથી 50 ટકા નુકસાનમાં જાય છે.
પંજાબમાં ગુજરાત સરકતાં ઉત્પાદકતા બે ગણી છે. પંજાબના ખેડૂતોની સામે ગુજરાતના ખેડૂતોને ઉત્પાદનમાં 50 ટકા ખોટ ગણતાં આ ખોટ વધીને 2500 કરોડ સુધી પહોંચે છે.
આ પણ વાંચો- હર્ષ સંઘવી કહ્યું કૌશિક વેકરીયા સામે ષડયંત્ર, ગૃહમંત્રી થઈને ધારાસભ્યને બચાવો છો: દુધાતનો CMને પત્ર