ઈસરોનું ‘NavIC મિશન’ નિષ્ફળ! 100માં રોકેટ મિશનને મોટો ઝાટકો

  • India
  • February 3, 2025
  • 0 Comments
  • ઈસરોનું ‘નાવિક મિશન’ નિષ્ફળ! 100માં રોકેટ મિશનને મોટો ઝાટકો

ઈસરો એટલે કે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના 100માં રોકેટ મિશનને મોટો ઝટકો લાગ્યો છે. બુધવારે લોન્ચ કરાયેલા આ મિશનમાં રવિવારે ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. 2250 કિલોગ્રામ વજન ધરાવતું આ સેટેલાઈટ નેવિગેશન વિથ ઈન્ડિયન કોન્સ્ટલેશન એટલે કે NavICનો હિસ્સો હતો. એવું મનાય છે કે NavIC સીરિઝના સેટેલાઈટ 2013થી લઈને અત્યાર સુધી અપેક્ષા પ્રમાણે ખરા ઉતર્યા નથી.

NVS-02 ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂકવાના ISROના પ્રયાસોને ત્યારે ફટકો પડ્યો જ્યારે અવકાશયાનમાં લાગેલા થ્રસ્ટર્સ કામ કરવામાં નિષ્ફળ ગયા. સ્પેસ એજન્સીએ આ ઘટનાની માહિતી આપી. ઇસરોએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે અવકાશયાન પર સ્થાપિત થ્રસ્ટર્સની નિષ્ફળતાને કારણે NVS-02 ઉપગ્રહને નક્કી ભ્રમણકક્ષામાં મૂકવાનો પ્રયાસ સફળ થયો ન હતો.

આ પણ વાંચો-Porbandar News: પોરબંદરના કુખ્યાત મેરામણ ઉર્ફ લંગીની હત્યા, હત્યા કેસમાં સંડોવણી?

ભારતની પોતાની અવકાશ-આધારિત નેવિગેશન સિસ્ટમ માટે મહત્વપૂર્ણ મનાતા NVS-02 ઉપગ્રહને 29 જાન્યુઆરીએ GSLV-Mk 2 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. અહેવાલ અનુસાર, ઇસરોએ એમ પણ કહ્યું કે, ‘સેટેલાઇટ સિસ્ટમ હાલમાં યોગ્ય હાલતમાં છે અને સેટેલાઈટ હાલમાં એલિપ્ટિક ઓર્બિટમાં છે. એલિપ્ટિક ઓર્બિટમાં નેવિગેશન માટે સેટેલાઈટના ઉપયોગ માટે મિશનની વૈકલ્પિક રણનીતિઓ પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અહેવાલ છે કે 2013 થી NavIC શ્રેણીના કુલ 11 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા છે, જેમાંથી 6 સંપૂર્ણપણે અથવા આંશિક રીતે નિષ્ફળ ગયા છે.

1999માં પાકિસ્તાન સાથેના કારગિલ યુદ્ધ પછી ભારતે NavIC વિકસાવ્યું હતું. યુદ્ધ દરમિયાન ભારતને GPS ડેટા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ GPSનું પ્રાદેશિક સંસ્કરણ બનાવવાનું વચન આપ્યું હતું.

અમેરિકન ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS)ની તુલનામાં તેની ચોકસાઈ કમાલની છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તે 20 મીટરના GPSને બદલે પાંચ મીટર સુધી સચોટ સ્થિતિ આપે છે. જમીન, હવા અને પાણીમાં તેની સચોટ સ્થિતિ સંરક્ષણ ક્ષેત્ર, નાગરિકો અને કંપનીઓના કામને આસાન બનાવી દેશે.

આ પણ વાંચો-નિર્મલા સીતારમણે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની અસર વિશે શું કહ્યું?

Related Posts

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ
  • August 7, 2025

 EC-BJP: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે એક ખાસ પત્રકાર પરિષદ યોજી ભાજપ અને ચૂંટણીપંચની પોલ ખોલી નાખતાં દેશના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. એક-એક પુરાવા સાથે રાહુલ ગાંધીએ બતાવ્યા છે. આ…

Continue reading
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?
  • August 7, 2025

Indian Airports On High Alert: નવી દિલ્હી-દેશમાં આતંકી હુમલાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગુપ્ત એજન્જસીઓ દ્વારા માહિતી મળી છે કે ભારત પર હુમલાની તૈયારીઓ થઈ રહી છે. જેથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

  • August 8, 2025
  • 10 views
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

  • August 7, 2025
  • 9 views
Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

  • August 7, 2025
  • 6 views
Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

  • August 7, 2025
  • 9 views
Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

  • August 7, 2025
  • 15 views
Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

  • August 7, 2025
  • 21 views
Surat:  ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ