Jai Narayan Vyas article: આયોજનથી લક્ષ્ય પામવાની વ્યૂહરચના સમજો ડૉ. જય નારાયણ વ્યાસ પાસેથી

Jai Narayan Vyas article: બહુ જ સરસ વાત છે. માણસ આશાનો બંધાયો દોડે છે. એના મનમાં કશુંક પામવાની, ક્યાંક પહોંચવાની અભિલાષા છે. આ અભિલાષા અથવા એના થકી નક્કી થયેલ લક્ષ્ય પામવા માટેની એની માથામણ સતત ચાલતી રહે છે અને આ આશા-અભિલાષા એ જ સુખ કે દુઃખનું કારણ બનતા હોય છે. તમારી પણ આવી કોઈ લક્ષ્ય સિદ્ધિ માટેની ઈચ્છા હશે.

આ લક્ષ્ય કેવું હોવું જોઈએ?

ક્યારેય તમે સરળતાથી આંબી જવાય તેવું લક્ષ્ય ના રાખો. ‘નિશાન ચૂક માફ પણ નહીં નીચું નિશાન’સૂત્ર મુજબ તમારું લક્ષ્ય એવું ન હોવું જોઈએ કે જે રમતા રમતા આંબી જવાય. લક્ષ્ય માટે કરવાનું થતું આયોજન તમારા લક્ષ્ય પરથી નક્કી થાય છે. કહ્યું છે, ‘ઇફ યુ આર ફેઇલિંગ ટુ પ્લાન, યુ આર ફેઇલિંગ ટુ વીન’ એટલે લક્ષ્ય નક્કી કરતા પહેલા તમારી ઉર્જા અને તાકાતની કસોટી કરે અને જેને આંબીને તમે કોઈક વિશિષ્ટ સિદ્ધિ પામ્યા છો એવું કમસેકમ તમારી આજુબાજુના લોકો સ્વીકારે એવું લક્ષ્ય હોવું જોઈએ.

લક્ષ્ય પામવા માટે શું કરીશું?

લક્ષ્ય પામવા માટે જરૂરી એવા સંસાધનો અને અન્ય ભૌતિક સામગ્રી તમારી પાસે છે? ન હોય તો એ તૈયાર કરી દો. ગમે તેવું કેળવાયેલું લશ્કર હથિયારો અને દારૂગોળા વગર જીતી શકતું નથી. ત્યાર પછીની બાબત માનસિક રીતે તમને તૈયાર કરવાની છે. તમારા માર્ગમાં આવનાર અવરોધો કયા પ્રકારના છે, તમારા હરીફો સ્પર્ધામાં ઉતરે ત્યારે આવડત અને સાધનો બંને બાબતમાં તમારાથી કેટલા ચડિયાતા છે, તેને એક અડસટ્ટો આપી લો. કોઈપણ સ્પર્ધા માટે તમારી નબળાઈઓ અને બળ જાણો – know yourself. સાથોસાથ હરીફોની તાકાત અને નબળાઈઓ પણ જાણો – know your competitor.

હવે તમે માનસિક રીતે તૈયાર થઈ રહ્યા છો. યુદ્ધના મેદાન માટે કહેવાય છે કે, ‘વોર્સ આર પ્લાન્ડ ઇન ધ માઈન્ડ્સ ઓફ જનરલ્સ બટ એક્ઝિક્યુટેડ ઓન ધ બેટલફ્રન્ટ.’ મોટામોટા યુદ્ધ માટેની વ્યૂહરચના લશ્કરી વડાઓના અને તેમની વોર ટીમના મગજમાં ઘડાતી હોય છે અને એક વખત પાકું આયોજન થઈ જાય પછી યુદ્ધના મોરચે તેનો અમલ થાય છે. તમે પૂરતી તૈયારી કરી છે, શત્રુની તાકાતનો અંદાજ મેળવ્યો છે, એ પ્રમાણે તમે વ્યુહરચના તૈયાર કરી છે ત્યારે તમારું અંતિમ લક્ષ્ય જીતથી ઓછું ન હોઈ શકે.

બીજા વિશ્વયુદ્ધના બહુખ્યાત જનરલ પેટર્ને કહ્યું હતું કે –
નો બ્લડી બાસ્ટર્ડ કેન વીન ધ વોર બાય ડાઇંગ ફોર હીસ કન્ટ્રી
અ બ્લડી બાસ્ટર્ડ કેન વીન ધ વોર બાય મેકિંગ અધર્સ ડાઇંગ ફોર હીસ કન્ટ્રી

તમારું લક્ષ્ય તો વિજયી બનવાનું છે ભલે એ વિજયી થતા થતા શહીદી વહોરવી પડે તો ચાલે પણ તમારે તો વિજયશ્રીની માળા તમારા ગળામાં પડે તે માટે પ્રયત્નો કરવાના છે. આ પ્રયત્નો કરવા માટે પહેલી જરૂરિયાત આત્મબળની છે. અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી તેમાં મહદંશે તાકાત અને વિજયશ્રીને વરવાનું આત્મબળ ઊભું કરવાની મથામણ છે.

એકાગ્રતા

તમે હવે રણ મેદાનમાં ઉતરી ઉતરી ચૂક્યા છો ત્યારે હવે તમારું ચાલકબળ શું હશે? એનું પહેલું અને મુખ્ય ચાલકબળ છે એકાગ્રતા.મહાભારતમાં આના માટેના બે સરસ દાખલા જોવા મળે છે. એક, રાજકુમારની ધનુર્વિદ્યાની પરીક્ષા ગુરુ દ્રોણ લે છે ત્યારે ઘટતી ઘટનાઓ અને બીજો, દ્રૌપદી સ્વયંવરમાં અર્જુન મત્સ્યવેધ કરવા માટે સ્પર્ધામાં ઉતરે છે અને વિજયી બને છે, દ્રૌપદી એના ગળામાં વરમાળા પહેરાવે છે તે. આ બંને દાખલા તમારા મનોબળને મજબૂત કરવા માટે અને વિજયી બનવા માટે ઘૂંટી ઘૂંટીને આપણા અસ્તિત્વમાં ઉતારવાના છે.

 પોતાનું સમગ્ર ધ્યાન એના પર કેન્દ્રિત કરવું

મિત્રો, સફળતાપૂર્વક પોતાના લક્ષ્યને પામવા માટેના કારણોમાંથી સૌથી અગત્યનું કારણ છે પોતાનું સમગ્ર ધ્યાન એના પર કેન્દ્રિત કરવું. અંગ્રેજીમાં કહેવું હોય તો કહી શકાય stay focussed. તમે તમારા ધ્યેયને આંબવા નિશાન તાકતા હોવ ત્યારે માત્ર ધ્યેય ઉપર જ તમારું ધ્યાન કેન્દ્રિત કરી આગળના પગલાં લો. લક્ષ્ય આંબી શકાય એવું હોવું જોઈએ, પણ સાવ સરળ નહીં. લક્ષ્ય એટલું કઠિન તો હોવું જોઈએ કે તેને પામવા જતા તમે કદાચ ખુવાર થઈ જાવ તો પણ ગૌરવ થાય. સાવ સહેલું અથવા કોઈપણ વ્યક્તિ હાંસલ કરી શકે એવું લક્ષ્ય તમે સિદ્ધ કરશો એ સંતોષ તો મળશે પણ ગૌરવ નહીં મળે.

આ પણ વાંચો:

Ambani and TATA: અંબાણીથી ટાટા સુધી, નિષ્ફળતા અને સફળતા પાછળ નસીબના ખેલ અંગે વાંચો ખાસ અહેવાલ

Period-stopping medicine: પૂજામાં ભાગ લેવા પીરિયડ રોકવાની લીધી દવા, 18 વર્ષીય યુવતીએ ગૂમાવ્યો જીવ

MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!

Business War: દેશમાં બે ધનકુબેરો વચ્ચે ‘વેપારયુધ્ધ’, ભારત સાથે મોટી રમત!, જુઓ કેવી રીતે?

Cheteshwar Pujara Retirement: ચેતેશ્વર પૂજારાએ કરી નિવૃત્તિની જાહેરાત, કેમ અચાનક જ સુવર્ણ કારકિર્દી પર લગાવી બ્રેક?

Related Posts

valsad: “આદિવાસી રત્ન” ભાજપી સાંસદના વલસાડમાં જીવના જોખમે થતી અંતિમક્રિયા
  • August 29, 2025

valsad: ભાજપ સરકાર દ્વારા વિકાસના બણગાં ફૂકવામાં આવી રહ્યા છે ત્યારે વિકાસની મોટી મોટી વાતો વચ્ચે રાજ્યની વરવી વાસ્તવિકતા ફરી એક વાર સામે આવી છે જે સરકાર વિકાસના દાવાઓ પર…

Continue reading
India-Pakistan: ‘સિંધુ જળ સંધિ’ ભારતે મુલતવી કર્યા બાદ પાકિસ્તાન પાસે એના ઉકેલ માટે કયા વિકલ્પો બચે છે?
  • August 29, 2025

ડૉ. જયનારાયણ વ્યાસ India-Pakistan: પહેલગાંવમાં થયેલ આતંકવાદી હુમલાને પગલે ભારતે પાકિસ્તાન સાથેના ‘સિંધુ જળ સંધિ’ રદ કર્યા તેનાથી નારાજ પાકિસ્તાન ધી હેગ, નેધરલેન્ડ્સમાં પીસ પેલેસ ખાતે આવેલ પરમેનન્ટ કોર્ટ ઑફ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bihar: સિવિલ કોર્ટમાં બોમ્બ વિસ્ફોટની ધમકી, ન્યાયાધીશ અને વકીલ કામ છોડીને ભાગ્યા

  • August 29, 2025
  • 14 views
Bihar: સિવિલ કોર્ટમાં બોમ્બ વિસ્ફોટની ધમકી, ન્યાયાધીશ અને વકીલ કામ છોડીને ભાગ્યા

Bitcoin scam of Gujarat: ચકચારી બિટકોઈન ખંડણી કેસ, ભાજપના પૂર્વ MLA નલિન કોટડિયા સહિત 14ને આજીવન કેદ

  • August 29, 2025
  • 4 views
Bitcoin scam of Gujarat: ચકચારી બિટકોઈન ખંડણી કેસ, ભાજપના પૂર્વ MLA નલિન કોટડિયા સહિત 14ને આજીવન કેદ

Surat: ‘બેવાર પાપ કર્યું તને નડશે’, 19 વર્ષિય શિક્ષિકાના આપઘાતનો મોટો ખૂલાસો, કિશોર ગર્ભવતી બનાવી હેરાન કરતો

  • August 29, 2025
  • 12 views
Surat: ‘બેવાર પાપ કર્યું તને નડશે’, 19 વર્ષિય શિક્ષિકાના આપઘાતનો મોટો ખૂલાસો, કિશોર ગર્ભવતી બનાવી હેરાન કરતો

BJP-Congress Workers Clash: PM મોદીને અપશબ્દ બોલવા મામલે હોબાળો, ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે લાકડીઓ ઉઠી

  • August 29, 2025
  • 14 views
BJP-Congress Workers Clash: PM મોદીને અપશબ્દ બોલવા મામલે હોબાળો, ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે લાકડીઓ ઉઠી

Amirgarh: મંદિરમાં જ શરમજનક કૃત્ય, પુરુષ મહિલા બની મંદિરના બાથરૂમમાં ઘૂસ્યો

  • August 29, 2025
  • 18 views
Amirgarh: મંદિરમાં જ શરમજનક કૃત્ય, પુરુષ મહિલા બની મંદિરના બાથરૂમમાં ઘૂસ્યો

valsad: “આદિવાસી રત્ન” ભાજપી સાંસદના વલસાડમાં જીવના જોખમે થતી અંતિમક્રિયા

  • August 29, 2025
  • 11 views
valsad: “આદિવાસી રત્ન” ભાજપી સાંસદના વલસાડમાં જીવના જોખમે થતી અંતિમક્રિયા